Home / News / News-1327

નર્મદા ક્લીન ટેકની લોક પર્યાવરણ સુનવણી યોજાઈ ગઈ


Views: 50
  • Nov 02, 2026
  • Updated 04:47:25am IST
નર્મદા ક્લીન ટેકની લોક પર્યાવરણ સુનવણી  યોજાઈ ગઈ
નર્મદા ક્લીન ટેકની લોક પર્યાવરણ સુનવણી  યોજાઈ ગઈ 

           તારીખ 29 મી ઓક્ટોમ્બરે અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક આવેલ નર્મદા ક્લીનટેકની પ્લાન્ટ વિસ્તરણ માટેની લોક પર્યાવરણ સુનાવણી યોજાઈ ગઈ. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકોએ ભાગ લીધો. તેમને તેમના પ્રશ્નો ખુબ આક્રમકતાથી રજુ કર્યા. ખાસ કરીને પાઈપલાઈનને  લગતા પ્રશ્નોમાં તેમની નારાજગી હતી. તેનો ઉકેલ લાવવાની કંપનીએ ખાતરી આપી.
           નાયબ કલેક્ટર અને સબડીવીઝનલ  મેજીસ્ટ્રેટ  આર .એન. પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડો. એસ .એન . અગ્રાવતે લોક પર્યાવરણ સુનાવણીનું સંચાલન કર્યું હતું.
            લોકોએ ખાસ કરીને પાઈપલાઈનને લઈને વળતરના પ્રશ્નો મુદ્દે ખાસ્સી નારાજગી દર્શાવી હતી. તેમજ લીકેજના પ્રશોને લઈને નારાજગી હતી. લોક પર્યાવરણ સુનાવણીનો બરાબર પ્રચાર કરવામાં નથી આવ્યો, જેને લઈને પ્રમાણમાં ઓછી સંખ્યા હોવાનું અનુમાન લગાવાયું હતું. સેમ્પલિંગ બાબતે પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્પોરેટ સોસીઅલ રેસ્પોન્સિબિલીટી બાબતે પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી. કંપનીએ માંગો તો જ મળે તે નીતિ સામે ધરી હતી.
         નર્મદા ક્લીનટેક કંપની તેની ટ્રીટેડ એફ્લુઅન્ટને ફાઇનલ ટ્રીટ કરી દરિયામાં ઉંડા સુધી વાહન કરી ડિસ્ચાર્જ કરવાની ક્ષમતાને 40 MLD થી વધારીને 70 MLD ક્ષમતા કરવા માટે આગળ વધી રહી છે. તેનો પ્રોજેક્ટ કોસ્ટ 241 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે.

PETL એસ્ટેટ બહારની કંપનીઓનું એફ્લુઅન્ટ લઇ NCT ને આપે છે તેની સામે વિરોધ નોંધાવ્યો.
 
        લોક પર્યાવરણ સુનાવણીમાં સંજાલી ગામના રફકાતે જણાવ્યું હતું કે PETL કંપની દ્વારા પાનોલી એસ્ટેટની બહાર આવેલ કંપનીઓનું પણ એફ્લુઅન્ટ લેવામાં આવે છે. સંજાલી ગામ એસ્ટેટની વચ્ચે આવેલ છે. તેથી તેની અસર તેમની ઉપર પડે છે. એસ્ટેટ બહારની કંપનીનું એફ્લુઅન્ટ એસ્ટેટમાં કેમ તે બાબતનો વેઠક પ્રશ્ન પુછાયો હતો. જેના જવાબમાં NCT ના સત્તાવાળાઓએ હવેથી તે તેવું ન કરે તેમ તેમને જણાવીશું.

ભરૂચ જિલ્લાના દરિયામાં અનેક એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ માટેની લાઈનો નાખેલ હોવાથી સંયુક્ત સર્વે કરવો જરૂરી

          નર્મદા ક્લીન ટેકના એફ્લુઅન્ટ દરિયાની અંદર આશરે 9,5 કિલોમીટર અંદર ઠાલવવામાં આવે છે. એવું જણાવવામાં આવ્યું કે તેનું ડાઇલ્યુશન 155 ગણું થાય છે. તેથી કોઈ પ્રોબ્લેમ નથી. દરિયાઈ જીવસૃષ્ટિને પણ કોઈ પ્રોબ્લેમ નથી. તેવું NIRI ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ જયેશ પટેલ દ્વારા આવી અપીલ કરવામાં આવી કે કોસંબામાં બિરલા સેલ્યુલોઝનો ડિસ્ચાર્જની અલગ લાઈન દરિયામાં નાખવામાં આવી છે. જંબુસર નજીક વડોદરાના ઉદ્યોગોનું એફ્લુઅન્ટ વહન કરતી લાઈનનો દરિયામાં ડિસ્ચાર્જ પોઇન્ટ છે. દહેજ અને સાયખાની ઇન્ડસ્ટ્રીઝનો અલગથી ડિસ્ચાર્જ પોઇન્ટ છે. દહેજમાં બિરલા કોપર, જીઅનફસી , રિલાયન્સ જેવી અનેક કંપનીઓના ડિસ્ચાર્જ પોઇન્ટ દરિયામાં આવેલ છે. દહેજ PCPIR માં સતત કંપનીઓમાં વધારો થતો જાય છે. આ બધાને લઈને દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણ ઉપર શી અસર થાય છે તેનો સંયુક્ત સર્વે અભ્યાસ થવો જોઈએ. નર્મદા ક્લીન ટેકની લોક પર્યાવરણ સુનવણી  યોજાઈ ગઈ
       કારણકે ભાડભૂત બેરેજ બનતા નર્મદાના પાણી દરિયામાં આવતા અટકી જશે. કારણકે આગળ સરકાર કલ્પસર યોજનાને મૂર્તિમંત કરવા માટે પ્રયાસ કરી રહી છે. જેને લઈને મહીસાગર, સાબરમતી તેમજ અન્ય નદીઓના પાણી દરિયામાં આવતા અટકી જશે. જેમ શહેરોના પાણીને લઈને નદીઓ ગંદા પાણીના વહેણ બની ગયા છે તેમ દરિયો કંપનીઓના એફ્લુઅન્ટને લઈને પ્રદુષિત ના બની જાય.
          આ બાબતનો વ્યવસ્થિત સમયસર સર્વે થવો જરૂરી છે.

દરિયાની અંદર ડીફયુઝર  સાથેની પાઈપલાઈનની વહન ક્ષમતા 120 MLD ની છે.
 
         ડીફયુઝરની ક્ષમતા વિશેનો પ્રશ્ન કરાયો હતો. જેમાં અત્યારે અંક્લેશ્વરનું 40 MLD અને ઝગડિયાનું 35 MLD એફ્લુઅન્ટ દરિયામાં ડીફયુઝર  મારફતે નિકાલ કરાય છે. હવે અંક્લેશ્વરનું 70 MLD  અને ઝગડિયાનું 35 MLD મળીને 105 MLD એફ્લુઅન્ટ થશે. તે  માટેની દરિયાની અંદર નાખેલ પાઈપલાઈનની ક્ષમતા છે. તેના જવાબમાં જણાવાયું હતું કે તેની વહન ક્ષમતા 120 MLD ની છે.  તેનો ટેસ્ટ પણ કરાવેલ છે. ચિંતાનું કોઈ કારણ નથી. વર્ષ 2010 માં જર્મનીની કંપની પાસે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025 માં પણ ટેસ્ટ કરાવ્યો હતો. જે સફળ રહ્યો હતો. 105 MLD ના વહન પછી 175 ટાઈમ્સ ડાઇલ્યુશન મળશે. જે નોમ્સ મુઝાબ 155 ટાઈમ્સ હોવું જોઈએ. જે પણ વધારે છે. જયારે 105 MLD થશે ત્યારે ડીફયુઝર નવા નાખવામાં 
આવશે. અત્યારે 75 MLD CRZ ની મંજૂરી છે.   
       દહેજમાં દરિયામાં જે પાઈપલાઈન નાખવામાં આવી હતી તે કટાઇને નાશ પામી હતી. તેને નવેસરથી નાખવામાં આવી છે.જમીનમાં નાખેલ પાઈપલાઈન માટે  ખેડૂતો અવાજ ઉદ્ભવે છે. પરંતુ દરિયામાં કોઈ અવાજ ઉઠાવનાર નથી.

કંપનીએ ભૂગર્ભજળનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.
 
          પર્યાવરણ સુરક્ષા સમિતિના સલીમ પટેલે જણાવ્યું હતું કે કંપની દિવસનું 400 KL  જેટલું પાણી વાપરનાર છે. જે ભૂગર્ભજળનો ઉપયોગ કરે છે. તેના બદલે બાજુમાંથી વહેતી અમલખડીના પાણીનો ઉપયોગ કરે તો ભૂગર્ભ જળ બચાવી શકાય. ભૂગર્ભજળ સૌની સહિયારી સંપત્તિ છે. તેનું જતાં કરવું જોઈએ. અમલખડીના પાણીની ગુણવત્તા હવે  સારી થઇ ગઈ છે. બાજુમાંથી પાણીની નહેર પણ જઈ  રહી છે.






 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity