થોડા સમય પહેલા નેશનલ હાઇવે પર વાલિયા ચોકડીથી આગળ આવેલ નિલેશ ચોકડી ઉપર બ્રિઝ સાથે મોટા વાહન ટકરાતા બ્રિઝને તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવ્યો. કારણકે ડેમેજ વધારે થયું છે. એનો રિપોર્ટ ગાંધીનગર GIDC ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાંથી નિર્ણય લેવાશે. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ કામ લાબું છે અને વધારે સમય લેશે. ત્યાં સુધી ટ્રાફિકને લગતો પ્રશ્ન સતત રહેશે.
આવી ઘટના અગાઉ પણ બની ચુકી છે. ત્યારે પણ લાંબો સમય બ્રીઝ બંધ રહ્યો હતો. પરંતુ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બેરીકેડ નાખવામાં આવ્યા હતા. પરંતુ તે ક્યા કારણને લઈને હટાવવામાં આવ્યા તે તપાસનો વિષય બની જાય છે. અત્યારે તેના પિલ્લર બંને બાજુ ઉભેલા છે. જે તે વાતની ચાડી ખાય છે કે બેરીકેડ નાખવામાં આવ્યા હતા.

જો આ બેરીકેડ હોત તો અકસ્માતને અટકાવી શકાયો હોત. ફરી પાછો બેરીકેડ નાખવામાં આવશે તે વાત નક્કી છે. પરંતુ એક નાની ભૂલનું ગંભીર પરિણામ આવ્યું છે અને હજ્જારો લોકોને મહિનાઓ સુધી હાડમારી વેઠવી પડશે. સાથે સાથે કરોડો રૂપિયાનું ખર્ચ થશે. આ માટે જવાબદારી નક્કી થવી જોઈએ. ફરી તેનું પુનરાવર્તન ન થાય તે પણ જોવું જોઈએ.