ઉકાઈ જમણા કાંઠાની નહેર 16 નવેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી બંધ રહેવાની છે. એટલેકે 90 દિવસ જેટલો લમ્બો સમય બંધ રહેવાની છે. અત્યારસુધી સામાન્ય રીતે 45 દિવસ બંધ રહેતી હતી, આ સમય દરમ્યાન રહેણાંક વિસ્તારની સ્થિતી કફોડી બની જતી હતી. આ વખતે ડબલ ઉપવાસ જેવી સ્થિતી સર્જાવાની છે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે કેવી તૈયારીઓ કરવામાં આવશે તે જોવું રહ્યું.

આ વર્ષે કરજણ દેમમોથી નીકળીને ઝગડીયા બાજુ આવતી શાખામાંથી ઝગડીયા એસ્ટેટ નજીક લાઈન બનાવીને પાણી લેવાનું આયોજન કરાયું છે. આ 600 મીટર પાઈપલાઈન નાખવામાં આવશે અને પંપીંગ કરીને પાણી લેવામાં આવશે. જો કે ત્યાં પણ કઠણાઈ છે. કરજણ નહેરનું સમારકામ પણ આ સમય દરમ્યાન થવાનું છે. તેથી કેટલો સમય પાણી મળે છે તે પ્રશ્ન છે.
તળાવ કિનારે બોર ખોદીને પાણી મેળવાય છે.
આ વખતે એવું લાગે છે કે પાણીનો પ્રશ્ન વિકટ બની શકે છે. આપણું કોઈ સૂચન હોય તો આપ વ્યક્ત કરી શકો છો.