રામકુંડના મહંત શ્રી ગંગાદાસ બાપુએ પોતાના પ્રવચનમાં પ્રાચીન ઇતિહાસના પટ્ટા ખોલાત્ય જણાવ્યું હતું કે નર્મદા નદી પહેલા અંક્લેશ્વરમાંથી વહેતી હતી. ભૃગુ ઋષિ નદીમાં સ્નાન કરવા આવતા હતા. પરંતુ ઉમર વધતા તે શક્ય ના બનતા તેમને નર્મદા નદીને પ્રાર્થના કરી કે શરીર સાથ અપાતું નથી,હવે મારાથી આપણા જળમાં સ્નાન કરવા આવી શકાશે નહીં. નર્મદાજીએ નદીના બે ફાંટા કરી તેમના આશ્રમ આગળથી વહેવા માંડ્યા. અત્યારે નર્મદા બ્રીઝ ઉપરથી ઝાડેશ્વર બાજુ નદીના બે ફાંટા થયેલા જોઈ શકીયે છીએ. કોઈ ઋષિના નામ ઉપરથી સરોવરનું નામ રાખ્યું તે બાદલ તેમને આનંદ વ્યક્ત કર્યો હતો.
નોટિફાઈડના ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે આપણે નર્મદા અને તાપી બે નદીઓના વચ્ચેના વિસ્તારમાં રહીએ છીએ. તે આપણી પ્રગતિનો પાયો પાયો છે. છેલ્લા 8-10 વર્ષમાં એસ્ટેટની વસ્તી ચારથી પાંચ ઘણી વધી ગઈ છે. તેથી નવા પાણીના સ્ત્રોતની જરૂર હતી. જે આ નવા બનનાર તળાવ દ્વારા પૂર્ણ થશે.