Home / News / News-1315

પોષણ માસ સપ્તાહ અંતર્ગત પાદરા તાલુકાની સગર્ભાઓને સિલોક્સ કંપની દ્વારા ન્યુટ્રિશન ફૂડ કીટનું વિતરણ


Views: 1695
  • Oct 07, 2026
  • Updated 05:26:04am IST
પોષણ માસ સપ્તાહ અંતર્ગત પાદરા તાલુકાની સગર્ભાઓને સિલોક્સ કંપની દ્વારા ન્યુટ્રિશન  ફૂડ કીટનું વિતરણ
               તારીખ 6 ઓક્ટોબરે પોષણ માહ સપ્તાહ અંર્તગત પાદરા તાલુકાની અતિ જોખમી સર્ગભાઓને સિલોક્ષ ઈન્ડીયા પ્રા.લી. તરફથી સી.એસ.આર અંર્તગત ન્યુટ્રીશન ફુડ કીટ નુ વિતરણ કરવામાં આવ્યુ,આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ ભારત સરકાર તથા ગુજરાત સરકાર ધ્વારા “સલામત માતૃત્વ સલામત બાળ સંભાળ” ને પ્રાધાન્ય આપી સમગ્ર દેશમાંથી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે અર્થાત પ્રયત્નો કરવામાં આવેછે,આ મૃત્યુદર નુ મુખ્ય પરિબળ સર્ગભા અવસ્થા દરમ્યાન માતાઓને પૌષ્ટીક આહાર ની ઉણપ છે જેમાં તેઓનુ મુખ્ય પરિબળ ગરીબી,ગ્રામ્ય કક્ષાએ વસ્તુઓના અભાવ જોવા મળી રહેછે,આ કીટ થી સર્ગભાઅવસ્થા તથા પ્રસુતિ બાદ મૃત્યદર નુ જોખમ ટાળી શકાય છે.જેમાં સરકાર ધ્વારા ૪૦ કિ.ગ્રા કરતા ઓછુ વજન, ઓછી ઉચાઈ, બે કરતા વધુ સીજેરીયન, એનીમીક, ઓછુ એચ.બી નુ પ્રમાણ,વધુ પડતી સુવાવડ, વધુ પડતી ઉમંર, પોષણ માસ સપ્તાહ અંતર્ગત પાદરા તાલુકાની સગર્ભાઓને સિલોક્સ કંપની દ્વારા ન્યુટ્રિશન  ફૂડ કીટનું વિતરણ વ્યસન જેવા ઘણા બધા કારણો જોખમી અવસ્થાના છે.હાલ પાદરા તાલુકા ની ૪૦ કિ.ગ્રામ અથવા તેનાથી ઓછુ વજન ધરાવતી કુલ સર્ગભા ૧૯૬ ને આ ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ છે,આ કીટ માં ૫૦૦ ગ્રામ ચોખ્ખુ ઘી, સીગદાણા ૧કી.ગ્રા,મીકસ દાળ ૫૦૦ ગ્રામ,ખજુર ૧ કી. ગ્રા,મગ ૧ કી.ગ્રા, રોસ્ટેડ ચણા ૫૦૦ ગ્રા.મ,રાગી લોટ ૧ કી.ગ્રા,લાપસી ફાડા ૫૦૦ ગ્રામ મળી કુલ ૬ કીલો વજન ધરાવતી ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ છે,સદર કાર્યક્રમ સીલોક્ષ ઈન્ડીયા પ્રા.લી નાં અધિકારી ડો.હિતેષ ફાડીયા-ફેકટરી મેડીકલ ઓફિસર તથા ડી.જી.એમ મેન્ટેન્નસ શ્રી હરેન્દ્ર ચાવડા,સી.એસ.આર ટીમ તથા આરોગ્ય અધિકારીશ્રી તથા સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity