Home / News / News-1313

ભરૂચ-દહેજ વચ્ચે ટ્રાફિક ભારણ ઓછું કરવા મેટ્રો/રેપિડ રેલ દોડાવવાની માંગ


Views: 28
  • Sep 25, 2026
  • Updated 05:51:51am IST
ભરૂચ-દહેજ વચ્ચે ટ્રાફિક ભારણ ઓછું કરવા મેટ્રો/રેપિડ રેલ દોડાવવાની  માંગ
   ભરૂચઃ દહેજનો વિકાસ સતત વધતો જઈ  રહ્યો છે. નવી નવી કંપનીઓ તેમના યુનિટ દહેજ ખાતે સ્થાપી રહ્યા છે. પરંતુ સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાની ઝડપ કરતા વિકાસની ઝડપ વધારે હોવાથી હંમેશા તે ટૂંકા પડતા હોવાની પ્રતીતિ થાય છે.    દહેજ PCPIR  ખાતે કાર્યરત હજારો કર્મચારીઓ અને શ્રમિકોની અવરજવર, ટ્રાફિકની સમસ્યા, ઇંધણના વધતા વપરાશ તથા પર્યાવરણીય નુકસાનને ધ્યાનમાં રાખીને ભરૂચથી દહેજ વચ્ચે મેટ્રો ટ્રેન અથવા રેપિડ રેલ/લોકલ ટ્રેન કનેક્ટિવિટી શરૂ કરવા અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
   પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સૂચન રજૂ કરતાં જણાવ્યું હતું કે, દહેજ દેશના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો પૈકીનું એક છે. દહેજ PCPIR વિસ્તારમાં મોટી સંખ્યામાં નાની-મોટી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે અને તેમાં કામ કરતા હજારો કર્મચારીઓ ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે. રજૂઆત મુજબ કર્મચારીઓની અવરજવર માટે અંદાજે 1,700 જેટલી ખાનગી કંપની બસો દરરોજ ત્રણ શિફ્ટમાં ભરૂચ-દહેજ માર્ગ પર દોડે છે. એક બસ દ્વારા ત્રણ શિફ્ટ દરમિયાન અંદાજે 120 લીટર ડીઝલનો વપરાશ થતો હોવાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે 1,700 બસ દ્વારા દરરોજ આશરે 2.04 લાખ લીટર ડીઝલ વપરાય છે.
    રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ડીઝલના પ્રતિ લીટર 98.10ના ભાવને ધ્યાને લેવામાં આવે તો આ બસોના ઇંધણ પાછળનો દૈનિક ખર્ચ આશરે 20 કરોડ થાય છે. વર્ષના ધોરણે આ રકમ આશરે 7,300 કરોડ જેટલી થાય છે. જોકે, આ ગણતરી બસોના જણાવાયેલા ઇંધણ વપરાશ અને દર્શાવેલા ડીઝલ ભાવના આધારે કરવામાં આવેલી અંદાજિત ગણતરી છે. ત્રણેય શિફ્ટના સમય દરમિયાન મોટી સંખ્યામાં બસો એકસાથે ભરૂચ-દહેજ માર્ગ પર દોડતી હોવાથી ટ્રાફિકનું ભારણ વધે છે. ટ્રાફિક જમણી સમસ્યા સર્જાય છે. તેના પરિણામે કર્મચારીઓનો સમય બગડે છે અને માર્ગ અકસ્માતનું જોખમ પણ રહે છે. સાથે જ, મોટી સંખ્યામાં ડીઝલ વાહનોના સતત સંચાલનને કારણે હવાના પ્રદૂષણમાં વધારો થવાની પણ રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ તરીકે ભરૂચથી દહેજ વચ્ચે મેટ્રો રેલ, રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ અથવા યોગ્ય પ્રકારની ઝડપી પેસેન્જર રેલ સેવા શરૂ કરવાની શક્યતા અંગે અભ્યાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. રેલ કનેક્ટિવિટી વિકસાવવામાં આવે તો મોટી સંખ્યામાં કંપની બસોનો રોડ પરનો આધાર ઘટી શકે, કર્મચારીઓ માટે ઝડપી અને વધુ સુવ્યવસ્થિત જાહેર પરિવહન ઉપલબ્ધ થઈ શકે તેમજ ઈંધણના વપરાશ અને વાહનવ્યવહારથી થતા પ્રદૂષણમાં ઘટાડો લાવવાની શક્યતા ઊભી થઈ શકે છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity