Home / News / News-1312

અંકલેશ્વરની સત્યમ આઈસ્ક્રીમ એજન્સીને હેવમોર આઈસ્ક્રીમ નવરત્ન ક્લબ - પ્લેટિનમ એવોર્ડ - ૨૦૨૬ એનાયત કરાયો


Views: 60
  • Sep 23, 2026
  • Updated 01:35:35pm IST
અંકલેશ્વરની સત્યમ આઈસ્ક્રીમ એજન્સીને હેવમોર આઈસ્ક્રીમ નવરત્ન ક્લબ - પ્લેટિનમ એવોર્ડ - ૨૦૨૬ એનાયત કરાયો
અંકલેશ્વર ખાતેના હેવમોર આઈસ્ક્રીમ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર 'સત્યમ આઈસ્ક્રીમ એજન્સી' ને તાજેતરમાં પુણેના તળેગાવ ખાતેના ધ ફર્ન રેસિડેન્સીમાં આયોજિત કાર્યક્રમમાં હેવમોર આઈસ્ક્રીમ નવરત્ન ક્લબ – એવોર્ડ – ૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમના શાનદાર વેચાણ કરવા બદલ લોટ્ટે હેવમોર દ્વારા તેઓને (નવરત્ન ક્લબ ૨૦૨૬ આખા ભારત માં ટોપ ટેન ડિસ્ટ્રિબ્યુટર ) માં આવવા બદલ પ્લેટિનમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું સત્યમ આઈસ્ક્રીમ એજન્સીના મહેશ પટેલે જણાવ્યું હતું. પુણેના તળેગાવ ધ ફર્ન રેસિડેન્સી ખાતે આયોજિત 'એ સેલિબ્રેશન ઓફ ચેમ્પિયન્સ' સમારંભમાં લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન લિ. (હેવમોર) ના MD દેબજીત મુખર્જી , વાઇસ પ્રેસિડન્ટ નતેશ બાર્ગી, જનરલ મેનેજર હર્ષિલ ભાટિયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અંકલેશ્વર સત્યમ આઈસ્ક્રીમ એજન્સીના મહેશ પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના વીરતા ગામના વાતની છે. તેઓ   2018 માં અંકલશ્વર ખાતે આવીને સત્યમ આઈસક્રીમ   એજન્સી  નામે બિઝનેસ શરુ કર્યો હતો. તેમને હેવમોર  આઈસક્રીમની એજન્સી લીધી હતી. જે આ વિસ્તારના શહેર અને ગામડાઓને આવરી લેતી હતી. હાંસોટથી લઈને ડેડીયાપાડા અને કોસંબા સુધીનો વિસ્તાર આવરી લીધેલ છે. મહેશભાઈએ આ પ્લેટિનમ એવોર્ડ જીતવા બદલ તેમના સહયોગીઓ, સ્ટાફ અને ડીલરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને આગામી સમયમાં પણ સખત મહેનત વડે સતત પ્રગતિને જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.  
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity