Home / News / News-1311

‘સેવા મારું યોગદાન’અભિયાન હેઠળ દહેજ GIDC અને આસપાસના વિસ્તારમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા GPCB ના સહયોગથી ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું


Views: 56
  • Sep 21, 2026
  • Updated 04:53:28am IST
‘સેવા મારું યોગદાન’અભિયાન હેઠળ દહેજ GIDC અને આસપાસના વિસ્તારમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા GPCB ના સહયોગથી ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું
             **ભરૂચ - શનિવાર - પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘સેવા મારું યોગદાન’અભિયાન અંતર્ગત દહેજ GIDC તથા તેની આસપાસના વિસ્તારોમાં ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
            ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડ તથા સભ્ય સચિવ દીપાલીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ, GPCBની પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા ‘સદભાવના સેવા ફાઉન્ડેશન’ના સહયોગથી તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
         ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનું પ્રમાણ વધારવા અને પર્યાવરણની સમતુલા જાળવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ દહેજ GIDC વિસ્તારમાં સ્વચ્છતા અંગેના અન્ય વિવિધ જાગૃતિ કાર્યક્રમો તેમજ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.આ સંયુક્ત પ્રયાસથી દહેજ ઔદ્યોગિક વસાહત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય જાગૃતિ વધશે અને સ્વચ્છ તથા હરિયાળા વાતાવરણનું નિર્માણ થશે.  ‘સેવા મારું યોગદાન’અભિયાન હેઠળ દહેજ GIDC અને આસપાસના વિસ્તારમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા GPCB ના સહયોગથી ૩,૩૩૩ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું
         સદભાવના ટ્રસ્ટ વૃક્ષ ઉછેરમાં એક ભરોસાપાત્ર નામ છે. ગુજરાતમાં હરિયાળી ફેલાવવાનું તેને અભિયાન ચલાવ્યું છે. તેને તેના આ કાર્યમાં ખાંસી આવી સફળતા મળી રહી છે. તેથી દહેજમાં વૃક્ષ ઉછેરમાં તેને સફળતા મળશે તેવી આશા રાખી શકાય. દહેજ દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. તેથી ત્યાંની ખારાશવાળી જમીનમાં વૃક્ષ ઉછેર એક કઠીન  કામ છે. દરિયા યપરથી આવતા પવનોમાં ખારાશ આવતી હોય છે અને તેના મીઠાના કણો  પાંદડા  સાથે ચોંટી જાય છે અને સમય જતા તે પણ સુકાઈ જાય છે. પાન  વગરનો છોડ કરમાઈ જાય છે. આ રીતે આ વિસ્તારમાં વૃક્ષો ઉછેરવા કઠીન  કામ છે. જો કે એક વખત વૃક્ષ બની ગયા પછી તેને પ્રશ્ન આવતો નથી. તેથી શરૂઆત ખુબ જ કાળજી માંગી લે છે.
 
**GPCB અને સદભાવના સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાશે
**GPCB અધ્યક્ષ શ્રી આર.બી. બારડ અને સભ્ય સચિવ શ્રીમતી દીપાલીબેન ટાંકના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા પહેલ

 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity