અંકલેશ્વર એસ્ટેટમાં રહેણાંક વિસ્તારમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતી અંકલેશ્વર અને શ્રી ખોડલધામ પરિવાર અંકલેશ્વર દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે યોજાયેલ એક્ઝિબિશનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી અનારબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. એક્ઝિબિશન નિહાળ્યું હતું અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરી હતી.
અનારબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા સંચાલિત એક્ઝિબિશનથી હું ખુબ જ પ્રભાવિત થઇ છું. આવા એક્ઝિબિશનના આયોજનથી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે છે. તેમને જે મહિલાઓ પોતાની જાતે પ્રોડક્ટ બનાવે છે કે કોઈ કલાકૃતિ તૈયાર કરે છે તેમને વિશેષ પ્રાયોત્સહિત કરવા પાર ભાર મુક્યો હતો. જેથી તેમનામાં આગળ વધવાનું પ્રોત્સાહન મળે. તેમને એક્ઝિબિશનથી થનાર નફાથી એક પ્રવાસનું આયોજન કરવા જણાવ્યું હતું. આ પ્રકારતું મોટું આયોજન કરવાનું પણ વિચારે રહ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમને આગામી જાન્યુઆરીમાં 19 થી 21 દરમ્યાન કાગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની પણ રૂપરેખા આપી હતી. વધારેમાં વધારે લોકો તેમાં જોડાય તે માટે અપીલ કરી હતી.
જશુમતીબેન કોરાટે કાગવડની ઉજ્જડ જમીન કે જ્યાં પહેલા ખેડૂતોને નીલગાયોનો ત્રાસ હતો. ત્યાં નરેશભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરીને તે ધરતીને ધબકતી કરી દીધી. તેમણે આગામી 19 થી 21 ના કાર્યક્રમ દરમ્યાન મહારાસનું આયોજન હોવાની માહિતી આપી હતી. જેમાં દોઢ લાખ ઉપરાંત પાટીદાર મહિલાઓ રસમાં જોડાશે. તેમના માટે લાલ કલરના ચણીયા ચોળી કે સાડીનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ભરતભાઈ પટેલ, પંકજ ભુવા, વિપુલ વેકરીયા તેમજ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.