અંકલેશ્વર એસ્ટેટમાં તાજેતરમાં થયેલ પ્લોટની વહેંચણીમાં જે ઉદ્યોગકારોને પ્લોટ નથી મળ્યા તેમનામાં નારાજગી છે. તે નારાજગીને વ્યક્ત કરતુ અને ફેર વિચારના કરી તેમને સમાવવામાં આવે તે માટેનું આવેદનપત્ર GIDC ના અધિકારીને આપવામાં આવ્યું હતું. અધિકારી દ્વારા હકારાત્મક અને સહકારાત્મક પ્રતિસાદ મળતા ઉદ્યયોકકરોની થોડી આશા જીવંત બની હતી.
આ આવેદનપત્રમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતન અનેક ઉદ્યોગકારોએ વર્ષો અગાઉ, ખાસ કરીને 2018 તથા તે પહેલાં, રેસીડેન્સીયલ પ્લોટ માટે અરજીઓ કરેલ હોવા છતાં આજે પણ તેઓ પ્લોટથી વંચિત છે. આવા ઉદ્યોગકારોની વર્ષો જૂની અરજીઓનો ન્યાયપૂર્ણ અને માનવતાપૂર્વક પુનઃવિચાર કરવામાં આવે તે માટે વિનંતી કરવામાં આવી છે.
જે અરજીઓ માત્ર જરૂરી દસ્તાવેજની અપૂર્ણતા, ટેકનિકલ ખામી અથવા અન્ય પૂર્તતા ન થવાના કારણે રિજેકટ કરવામાં આવી હોય, તેવા અરજદારોને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની એક તક આપી પુનઃસ્ક્રૂટિની કરવામાં આવે. બધી જૂની અરજીને માત્ર ટેકનિકલ કારણસર કાયમી રીતે રદ ન કરવામાં આવે.
જો GIDC દ્વારા ઉદ્યોગકારની , માલિક અથવા પાર્ટનરને રેસીડેન્સીયલ પ્લોટ ફાળવવામાં આવતો હોય. જેથી માત્ર કંપનીના કામદારો અથવા કર્મચારીઓ કાર્યરત છે તે બાબતને પ્લોટફાળવણી માટેનો એકમાત્ર માપદંડ ન બનાવવામાં આવે. ખાસ કરીને જૂની અરજીઓમાં આ માપદંડના કારણે પાત્ર ઉદ્યોગકારો વંચિત રહેતા હોય તો તેની પુનઃવિચારણા કરવામાં આવે.
જે કંપનીઓએ કર્મયારીઓ/કામદારો માટે રેસીડેન્સીયલ કોલોનીના હેતુથી 1000 ચો.મી.ના પ્લોટ માટે અરજી કરેલ છે. તે અરજીઓને માત્ર એક જ કારણસર રદ ન કરવામાં આવે. તેમની ફરીથી સ્કૂટિની કરવામાં આવે અને જે કંપનીના માલિક/પાર્ટનરને ભૂતકાળમાં એક પણ રેસીડેન્સીયલ પ્લોટ મળેલ નથી. તેવા પાત્ર અરજદારોને તેમની જરૂરિયાત અને ઉપલબ્ધતા મુજબ ઓછામાં ઓછા 300 યો.મી.નો પ્લોટ ફાળવવા અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવે.

GIDC દ્વારા કર્મચારીઓને ફાળવવામાં આવેલા રેસીડેન્સીયલ પ્લોટ અંગે પાત્રતા, વાસ્તવિક જરૂરિયાત, રહેઠાણનું સ્થળ, સેવા સ્થળ તથા અગાઉ કોઈ પ્લોટ મળેલ છે કે નહીં વગેરે બાબતોની પારદર્શક રીતે પુનઃચકાસણી કરવામાં આવે. અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા/વસવાટ કરતા તથા અંકલેશ્વર-ભરૂચ વિસ્તાર સાથે સીધો સંબંધ ધરાવતા પાત્ર કર્મચારીઓની જરૂરિયાતને યોગ્ય રીતે ધ્યાનમાં રાખીને, બાકી રહેલા પ્લોટમાંથી વર્ષોથી રાહ જોઈ રહેલા સ્થાનિક ઉદ્યોગકારોના હિતને પણ સમાન મહત્વ આપવામાં આવે.
રેસીડેન્સીયલ પ્લોટની ફાળવણીમાં જે ઉદ્યોગકારો અથવા તેમના માલિક/પાર્ટનરોને ભૂતકાળમાં એક પણ પ્લોટ મળેલ નથી, તેમને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવે. એક જ પરિવાર, કંપની અથવા વ્યક્તિને અગાઉ લાભ મળ્યો હોય ત્યારે ફરીથી ફાળવણી કરતાં પ્લોટથી સંપૂર્ણપણે વંચિત પાત્ર ઉદ્યોગકારોને પ્રથમ તક મળે તેવો ન્યાયસંગત અભિગમ અપનાવવામાં આવે.
હાલની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જે પ્લોટ ઉપલબ્ધ રહેતા હોય, તેવા પ્લોટ માટે ખાસ કરીને જે કંપની/ઉદ્યોગકારને આજદિન સુધી એક પણ રેસીડેન્સીયલ પ્લોટ મળેલ નથી, તેમના માટે નવી અરજીઓ મંગાવી પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
ઉદ્યોગકારોએ જણાવેલ છે કે રજૂઆતનો હેતુ કોઈ વ્યક્તિ, અધિકારી, કર્મચારી કે અન્ય પાત્ર લાભાર્થીને મળેલ હક છીનવી લેવાનો નથી. પરંતુ વર્ષોથી રાહ જોઈ રહેલા અને આજદિન સુધી એક પણ રેસીડેન્સીયલ પ્લોટથી વંચિત રહેલા પાત્ર ઉદ્યોગકારોને પણ ન્યાય અને સમાન તક મળે તે અમારી મુખ્ય અને ન્યાયસંગત માંગણી છે.