Home / News / News-1301

અંકલેશ્વર એસ્ટેટમાં ડી.એ. આનંદપુરા બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કરાયું


Views: 95
  • Aug 01, 2026
  • Updated 11:36:08am IST
અંકલેશ્વર એસ્ટેટમાં ડી.એ. આનંદપુરા  બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કરાયું
તારીખ 1 લી  ઓગસ્ટે અંકલેશ્વર ખાતે માનવમંદિરની સામેની ગલીમાંથી  એસ્ટેટમાં જવાના રસ્તા પાસે  ડી.એ . આનંદપુરા બર્ડ  પાર્કનો શુભારંભ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં AEPS, AIA અને નોટિફાઈડના   પદાધિકારીઓ  અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બર્ડ પાર્કનો ઉદ્દેશ અહીં ઉછેરેલા છોડ મોટા થઈને વૃક્ષ બને અને તેના ફળો  પક્ષીઓ આરોગે  અને આનંદથી અહીં રહે. એટલેકે વૃક્ષો મોટા થશે ત્યારે સ્થાનિક પક્ષીઓ તેમજ સ્થળાંતરિત પક્ષીઓ આપમેળે આવશે તેવી આશા રખાઈ રહી છે. આશરે 5000 ચોરસ મીટર વિસ્તારમાં આ બાર્ડ પાર્ક વિસ્તરેલ છે. જેમાં 20 પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.જેમાં 1000 જેટલા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા છે. અંકલેશ્વર એસ્ટેટમાં ડી.એ. આનંદપુરા  બર્ડ પાર્કનું ઉદ્ઘાટન કરાયું
અંકલેશ્વરની કોહીઝોન કંપની દ્વારા તેને તૈયાર કરવામાં તેમજ તેના રખરખાવ માટે આર્થિક સહયોગ આપેલ છે. જીઆઇડીસી દ્વારા ટોકન ભાવે જમીન આપવામાં આવેલ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નોટીફાઈડ દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે.
 બર્ડ પાર્કનું  ઉદ્ઘાટન કોહીઝોનના વાઇસ પ્રેસિડેન્ટ (હ્યુમન કેપીટલ ) પ્રવીણ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા અને અંકલેશ્વર નોટીફાઇડના ચેરમેન પ્રબોધ  પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે AEPS ના ચેરમેન અતુલ બુચનું સન્માન કરવામાં આવ્યું હતું. AEPS ના સ્થાપક ડી.એ . આનંદપુરાને ખાસ યાદ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર એસ્ટેટ માટે તેમને કરેલા કાર્યોને વાગોળીને યાદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઘર સુરક્ષા માટે તૈયાર કરેલ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે આમ તો આ પ્રોજેક્ટ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થઇ જવાનો હતો પરંતુ ડ્રેનેજ લાઇનનું કામ કરવાનું હોવાથી થોડો મોડો પડ્યો છે.
શ્રીવત્સને માહિતી આપી હતી કે સંસ્થા દ્વારા સારંગપુર ખાતે ગ્રીનબેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ કંટીયાજાળ ખાતે મેન્ગ્રોવ ઉગાડેલ છે.
 આ પ્રસંગે AEPS ના પૂર્વ  ચેરમેન એન .કે. નવાડીયા, મનસુખ વેકરીયા, શ્રીવત્સન , AIA ઉપપ્રમુખ વાલમજી દેસાઈ, સેક્રેટરી નિલેશ પટેલ, નોટીફાઈડ ઓફિસર ચિરાગ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity