Home / News / News-1295

અમેરિકા માટે ભારતની જેનેરિક દવાનો વિકલ્પ મુશ્કેલ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઇ શકે છે.


Views: 31
  • Jul 24, 2026
  • Updated 06:04:23am IST
અમેરિકા માટે ભારતની  જેનેરિક દવાનો વિકલ્પ મુશ્કેલ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઇ શકે છે.
અમેરિકાએ ભારત ઉપર 2028 માં જેનેરિક દવા ઉપર ભારે ટેક્સ લગાડવાની  જાહેરાત કરી છે. જે ભારતના દવા ઉદ્યોગ માટે ખાસ કરીને નિકાસકારો માટે ચિંતાનો વિષય બની શકે છે. અમેરિકા પોતાના દેશમાં કંપનીઓ પ્લાન્ટ નાખે તે માટે જણાવી રહી છે. એક વખત એવો હતો કે અમેરિકા પોતાના દેશને પ્રદૂષણથી બચાવવા દવાઓ વિદેશથી મંગાવવાની પોલિસી ધરાવતું હતું. પરંતુ હવે તેને પોલિસી બદલવાની ફરજ પડી રહી છે. અમેરિકા માટે ભારતની  જેનેરિક દવાનો વિકલ્પ મુશ્કેલ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થઇ શકે છે.
  જો કે બજાર વિશ્લેષકોનું માનવું છે કે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજના ભલે ભારતની જેનેરિક દવાની નિકાસને વિક્ષેપિત કરી શકે પરંતુ ઉત્પાદનની જટિલતાના કારણે આ દવાનો વિકલ્પ મળવો મુશ્કેલ છે.  ભારતનું નિકાસ નુકસાન લગભગ ૧૦ અબજ ડોલર હોઈ શકે છે, પરંતુ અમેરિકાને ઘણી મોટી કિંમતનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ૨૦૨૮થી આયાતી જેનેરિક દવા પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયની ભારતીય દવા ઉત્પાદકો પર તાત્કાલિક કોઈ અસર થવાની શક્યતા નથી. જો કે  ટ્રમ્પની આ જાહેરાત અંગે બજારે નકારાત્મક પ્રતિકાર આપી હતી, તે સ્વીકારવાલાયક બાબત છે. ભારત અમેરિકા ખાતે જેનેરિક દવાનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. ભારતે અમેરિકા ખાતે ૯૭ અબજ ડોલરની જેનેરિક દવાની નિકાસ કરી હતી. જે ભારતના ફાર્મા શિપમેન્ટનો ૩૮ ટકા હિસ્સો છે. બીજી તરફ ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પની ટેરિફ યોજનાને કારણે વૈકલ્પિક નિકાસ બજારો શોધવાની જરૂયિતા વધુ તીવ્ર બની શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સામાન્ય દવા ઉત્પાદનનો ખર્ચ નવી સુવિધાઓ માટે લાંબા સમયગાળા અને ઓછી કિંમતની આયાતી દવા પર અમેરિકાની નિર્ભરતા નજીકના ભવિષ્યમાં મોટા પાયે પુનઃનિર્માણ મુશ્કેલ બનાવે છે. ટ્રમ્પના પ્રસ્તાવિત ડયુટીનો સૌથી વધુ સામનો કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અમેરિકાએ ૨૦૨૫માં ૨૧૩ અબજ ડોલરના મૂલ્યના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત કરી હતી. 
 એક ડેટા  મુજબ  ૨૦૨૨માં ભારત ખાતેથી અમેરિકાએ દવાની આયાત કરી ૨૧૯ અબજ ડોલરની બયત કરી હતી ભારતીય જેનેરિક દવા અમેરિકાને વાર્ષિક ધોરણે આશરે ૨૦૦ અબજ ડોલરની બચત કરવામાં મદદ કરે છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity