Home / News / News-1294

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 1096 કામદારોનાં મોત બાબતે કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી


Views: 11
  • Jul 22, 2026
  • Updated 05:46:10am IST
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં   1096 કામદારોનાં મોત બાબતે કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી
  અમદાવાદના વસ્ત્રાલના રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ધડાકામાં  મત્યુઆંક દસનો થયો  છે ત્યારે ગુજરાતમાં કામદારોની  સ્થિતિ કફોડી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં કામદારોના મોતની બાબતમાં  ગુજરાત મોખરે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જુદી જુદી ઘટનામાં ૧૦૯૬ નિર્દોષ કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ૨૦૨૦થી ૨૦૨૪ સુધી થયેલા ૫૩૫૮ કામદારોના મોતમાંથી ફક્ત  ગુજરાતમાં ૨૦ ટકા મોત થયા છે. ઘટના બન્યા બાદ દરેક વખતે તપાસનું નાટક થાય છે, પરંતુ જવાબદાર કોણ એ તંત્ર નક્કી કરી શકતું નથી એવો દાવો કોંગ્રેસે કર્યો છે. માનવ જીંદગી સાથે ચેડાં કરનારા, જોખમમાં મૂકનારા માલિકો-કોન્ટ્રાક્ટરો, ગેરકાયદે ફેક્ટરી-કારખાનાઓ પર કડક પગલાં ભરવા, અમદાવાદ સહિત વિવિધ દુર્ઘટનાઓમાં તંત્રની બેદરકારી સામે પગલાં ભરવા અને હાઈ-રિસ્ક ઔદ્યોગિક ઝોનમાં ફરજિયાત નોંધણી અને વીમા કવચ આપવાની માગ કોંગ્રેસે કરી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં   1096 કામદારોનાં મોત બાબતે કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી
કોંગ્રેસ પ્રવક્તા ડો. હિરેન બેન્કરે કામના સ્થળ પર શ્રમિકોના મોતનાં મામલે સંસદમાં રજૂ થયેલા આંકડા દર્શાવીને  જણાવ્યું છે કે, વારંવાર બનતી દુર્ઘટનામાં નિર્દોષ કામદારો મોતને ભેટે છે અને ભાજપ સરકાર માત્ર ચલક-ચલાણું રમી રહી છે. કામદારોના ભોગે ઊભું થયેલું આ 'વિકાસ મોડલ' કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય હોવું જોઈએ નહીં એમ જણાવી તેમણે કહ્યું કે, ઔદ્યોગિક રીતે અગ્રણી ગણાતા મહારાષ્ટ્ર કરતાં પણ ગુજરાતમાં આ પાંચ વર્ષમાં ૨૩૭ વધુ કામદારોનાં મોત નિપજ્યાં છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity