Home / News / News-1273

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે 11 જુલાઈએ અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન


Views: 60
  • Jul 08, 2026
  • Updated 05:00:05am IST
શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે 11 જુલાઈએ અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન
             ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલના 61 મા જન્મ દિવસ નિમિત્તે 11 જુલાઈ  શનિવારનાદિવસે ખોડલધામ અંકલેશ્વર સમિતિ દ્રારા અંકલેશ્વર જી આઈ ડી સી ખાતે પાટણ લેઉઆ પાટીદાર ભવન પરમહા બ્લડ ડોનેશન કેમ્પનુ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે
શ્રી મંગલમ પરિવાર તરફથી નરેશભાઈના જન્મ દિવસ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ પ્રતિન ચોકડી ખાતે ભુખ્યાને ભોજન સાંજે જરૂરિયાત મંદ ગરીબ લોકોને ભોજન પ્રસાદનુ આયોજન કરવામા આવેલ છે. તેમજ મંગલમ પરિવાર તરફથી ભરૃચ કસક "વડીલોનું ઘર" પર  વયોવૃદ્ધ વડીલો ને ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્ત  આ સેવા યજ્ઞમાં  લેઉઆ પાટીદાર સમાજ  ઉત્સાહ ભેર ભાગ લેવા  અને સેવાઓ કરનાર  છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે 11 જુલાઈએ અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન
નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તેદર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી  નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 11 જુલાઈના રોજ રાજકોટ સહિત રાજ્ય અને રાજ્ય બહારના કુલ 70થી સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે અને આપના નજીકના સ્થળે જઈ રક્તદાન કરવા માટે જવા વિનંતી કરવામાં આવી છે.
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity