Home / News / News-1271

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં મતદારોએ 1 વર્ષના મતદાનમાં વિકાસ પેનલને 2 વર્ષની સત્તા લખી આપી


Views: 113
  • Jul 01, 2026
  • Updated 05:38:28am IST
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની  ચૂંટણીમાં મતદારોએ 1 વર્ષના મતદાનમાં  વિકાસ પેનલને  2 વર્ષની સત્તા લખી આપી
                અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27 ની મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં વિકાસ પેનલને 8 બેઠક જયારે સહયોગ પેનેલને 2 બેઠક મળી છે. આ સાથે આ પરિણામે વિકાસ પેનલને વર્ષ 2027-28 માટે પણ સત્તા માટેનો પરવાનો આપી દીધો છે.
             અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કાર્યાલય ખાતે યોજાયેલ ચૂંટણી માટેની  માટે ગણતરી મોડી  રાત્રી 2:00 વાગ્યા સુધી ચાલી હતી. શરુઆથી જ  વિકાસ પેનલે સરસાઈ મેળવી લીધી હતી. પરિણામ એક તરફી ઝૂકવા માંડ્યું હતું. તેમાં કોર્પોરેટ કેટેગરી અને રિઝર્વ કેટેગરીમાં શરૂઆતથી જ વિકાસ પેનલના ઉમેદવારો જંગી  સરસાઈ સાથે આગળ નીકળી ગયા હતા. જ્યાં સંપૂર્ણપણે એકતરફી પરિણામ ચાલી રહ્યું હતું.
                  જ્યારે જનરલ કેટેગરીમાં વિકાસ પેનલ આગળ ચાલી રહી હતી. પરંતુ સહયોગ પેનલના જશુ  ચૌધરી અને હસમુખ દૂધાત આગળ હતા. તેમને તે સરસાઈ છેક સુધી જાળવી રાખી હતી અને વિજેતા બન્યા હતા. જયારે સહયોગ પેનલના ચિરાગ શાહ આઠમા સ્થાન માટે સતત હરીફાઈમાં હતા. 1158 વોટની ગણતરીમાં 1125 વોટની ગણતરી થઇ ત્યારે તેઓ ફક્ત 1 વોટથી જ 8 માં સ્થાન માટે દૂર હતા. પરંતુ છેલ્લે નસીબે સાથ છોડી દીધો અને તેઓ પાછળ પડી ગયા. મતગણતરીને અંતે તેઓ 10 માં સ્થાને હતા. જયારે વિકાસ પેનલના કમલેશ ગામી, વાલમજી દેસાઈ, સંદીપ વિઠલાણી અને કપિલ પટેલ શરૂઆતથી અંત સુધી આગળ રહ્યા હતા. જયારે વિકાસ પેનલના નીરજ પટેલ, જયંત કાનની અને સહયોગ પેનલના ચિરાગ શાહ અને દિનેશ પટેલ વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યો હતો. અંતે વિકાસ પેનલના બંને ઉમેદવાર વિજયી બન્યા હતા.  
                  રિઝર્વ કેટેગરીમાં હસમુખ પટેલે શરૂઆતથી જ સરસાઈ મેળવી લીધી હતી. જે અંતર સતત વધતું ગયું હતું. કોર્પોરેટ કેટેગરીમાં કૃણાલ પટેલ વિજયી બન્યા હતા.  અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની  ચૂંટણીમાં મતદારોએ 1 વર્ષના મતદાનમાં  વિકાસ પેનલને  2 વર્ષની સત્તા લખી આપી
              વિજેતા ઉમેદવારોમાં  (1) કોર્પોરેટ કેટેગરી પટેલ કૃનાલ બી. (વિકાસ), (2) રિઝર્વ કેટેગરી પટેલ હસમુખ જે. (વિકાસ) જયારે જનરલ  કેટેગરીમાં  વિકાસ પેનલમાંથી (1) પટેલ કમલેશ એલ. (ગામી) (2) દેસાઈ વાલમજી એચ. (3) વિઠલાની સંદીપ એન.(4) પટેલ કપિલ એ. (5) પટેલ નીરજ કે. (6) કાનાની જયંત પી.  જયારે સહયોગ પેનલમાંથી  (1) દુધાત હસમુખ ડી.  (2) ચૌધરી જસુ એસ. વિજેતા બન્યા હતા.
                 આ સાથે 30 સભ્યોની મેનેજીંગ કમિટીમાં વિકાસ પેનલ ની 21 બેઠક અને સહયોગ પેનલની 9 બેઠકનું સંખ્યાબળ થયું છે. એટલેકે સત્તાના સૂત્રો વિકાસ  પેનેલના હાથમાં રહેશે.
                 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા વિકાસ પેનલ ઉપર વિશ્વાસ મુકવા બાદલ સૌ ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને વિકાસ પેનલના સૌ કાર્યકર્તાઓનો ચૂંટણી દરમ્યાન કરેલી મહેનત  બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે અંક્લેશ્વરને ક્રિટીકલ પોલ્યુટેડ ઝોનમાંથી કાઢવા માટે પ્રયાસો કરવામાં આવશે અને તેમાં અચૂક સફળતા મેળવીશું. અંક્લેશ્વરને મોડેલ એસ્ટેટ બનાવવામાં આવશે.
                     સહયોગને આ કારમી હાર માટેના કારણો માટે મનોમંથન કરવું રહ્યું.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity