અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે. હવે મત ગણતરીની પ્રક્રિયા શરુ થશે. કુલ1282 મતદારોમાંથી 1159 મતદારોએ મતદાન કર્યું છે. અત્યારે મેનેજીંગ કમિટીમાં 20 સભ્યો છે. તેમાં વિકાસ પેનલના 13 સભ્યો અને સહયોગ પેનલના 7 સભ્યો છે. સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકડો 16 છે. એટલેકે વિકાસ પેનલને 3 સભ્યોની જરૂર છે જયારે સહયોગ પેનલને 9 સભ્યોની જરૂર છે. આ વર્ષના 10 સભ્યો માટે માટે ગણતરી થશે.
વર્ષ 2024-25ના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં જનરલ કેટેગરીના ૮ ઉમેદવાર માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 1006 સભ્યોએ મતદાન કર્યું હતું. તેમાં 25 મત રદ થયા હતા. જેમાં વિકાસ પેનલના 5 અને સહયોગ પેનલના 3 સભ્યો વિજેતા બન્યા હતા. જેમાં વિજેતા ઉમેદવારોમાં ૫ ઉમેદવાર વિકાસ પેનલના જેમાં (૧) વિમલભાઈ જેઠવા (૨) બાબુભાઈ પટેલ (૩) ભરતભાઈ પટેલ (૪) ચંદુભાઈ અકબરી (૫) ડેનિશ ભૂત, જયારે સહયોગ પેનલના ૩ સભ્યોમાં (૧) દીપેન પટેલ (૨) ધર્મેશ ડોબરીયા (૩) નટુભાઈ પટેલ વિજયી બન્યા હતા. ચૂંટણી અગાઉ કોર્પોરેટ કેટેગરીમાંથી પ્રશાંત પટેલ અને મીડીયમ સ્કેલ કેટેગરીમાંથી રમેશ ગાબાણી સહયોગ પેનલના ૧-૧ ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ રીતે સહયોગ પેનલ અને વિકાસ પેનલના ૫ -૫ ઉમેદવાર વિજેતા બન્યાહતા.

ગયા વર્ષે એટલેકે વર્ષ 2025-26 મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં 1057 મતદાતાઓએ મતદાન કર્યું હતું તેમાંથી 118 મત રદ થયા હતા. જે અત્યારસુધીના ઇતિહાસમાં સૌથી વધુ હતું.
વર્ષ 2025-26 માં ચૂંટાયેલા સભ્યોમાં કોર્પોરેટ કેટેગરીમાં વિકાસ પેનલના પી.આર. રાવ, રિઝર્વ કેટેગરીમાં વિકાસ પેનલના યોગેશ પટેલ, જયારે જનરલ કેટેગરીના વિકાસ પેનલના ૧) નિલેશ પટેલ ૨) ભૂપેન્દ્ર પટેલ ૩) કમલેશ ગઢીયા ૪) અતુલ પટેલ ૫) નરેન્દ્ર જીંજાલા ૬) વિમલ પટેલ તેમજ સહયોગ પેનલના ૧) અશોક ચોવટીયા ૨) હરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.
માટે ગણતરી મોડી રાત સુધી ચાલવાની સંભાવના છે. જેમ જેમ માટે ગણતરી આગળ વધતી જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જશે. બંને પક્ષોએ ખુબ મહેનત કરી છે. મતદારને રીઝવવા ભારે પ્રયાસ કર્યા છે. હવે જોવાનું રહે છે કે કોણ સફળ થાય છે.