તાજેતરમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર નોટીફાઈડ દ્વારા તૈયાર કરવામાં આવેલ નિવારણ ""NIVARAN " એપ રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગોના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા માટે ખૂબ જ ઉપયોગી છે. રોજબરોજના પ્રશ્નોના ઉકેલ માટે આધુનિક ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભવિષ્યમાં બીજી પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેનું અનુસરણ કરશે તે નિશ્ચિત છે.

એપ એવી રીતે બનાવવામાં આવી છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે અને પોતાના પ્રશ્નનું નિવારણ કરાવી શકે, તેમજ તે જાણી શકે કે તેની ફરિયાદની શું સ્થિતી છે.
તેમાં કોમ્પ્લેઇન ક્યાં ડિપાર્ટમેન્ટની છે તે જણાવીને વ્યક્તિ લોકેશન સાથે જણાવી શકે છે. નોટીફાઈડ ઓફિસમાં પણ પ્રશ્નનું ઝડપી ઉકેલ આવે તે માટે પ્રયાસ કરી શકાય. અધિકારીઓ અને કર્મચારીઓ પણ પ્રશ્નના નિવારણ માટે જાગૃત રહે અને કાર્ય ઝડપી પૂર્ણ કરવાનું ધ્યેય રાખે.
જેમ જેમ આ એપનો ઉપયોગ થતો જશે તેમ તેમ આ એપ તેની ખૂબીઓ અને ખામીઓ ઉજાગર થતી જશે.
આ પ્રકારની એપ બનાવીને જાહેર ઉપયોગ માટે મૂકવી તે એક સાહસનું કામ છે. કારણકે કામ દ્વારા લોકોને સંતોષ આપી શકીશું તેવો આત્મવિશ્વાસ હોય તો જ આ કાર્ય હાથમાં લઈને લોકોની વચ્ચે જઈ શકાય છે.
એપમાં પર્યાવણ વિશેની પણ માહિતી છે. તેથી તે પોતાના વિસ્તારમાં હવાની ગુણવત્તા વિષે પણ આછેરી માહિતી મેળવી શકે.
NIVARAN એપ જાહેર ઉપયોગ માટે મુકાવી તે સાહસિક પગલું છે.