Home / News / News-1267

AIA ની ચૂંટણીમાં AI ની મદદથી પોસ્ટરો વડે ઉદ્યોગકારોનું પત્રકારત્વ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે


Views: 70
  • Jun 26, 2026
  • Updated 05:29:14am IST
AIA ની ચૂંટણીમાં AI ની મદદથી પોસ્ટરો વડે ઉદ્યોગકારોનું પત્રકારત્વ સોળે કળાએ ખીલી ઉઠ્યું  છે
            અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27 ની મેનેજીંગ કમિટી માટેના સભ્યોની ચૂંટણી 30 મી જૂને થવાની છે. આ વર્ષની ખાસિયત એ છે કે સોસીઅલ મીડિયા ઉપર જબરજસ્ત પ્રચાર થઇ રહ્યો છે. બંને બાજુ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે. AI (આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્ટ) નો ઉપયોગથી ચૂંટણી પ્રચારની આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. AI નો ઉપયોગ કરીને બેનર બનાવવામાં આવે છે. તેમાં વિચારોને સરસ રીતે પ્રતિબિંબિત કરાય છે. બંને પક્ષોને મજા આવી ગઈ છે. જેવું વિચારીએ તેવું વિચારોને પ્રતિબિંબીત કરતુ પોસ્ટર તૈયાર થઇ જાય છે. જેથી અસરકારક રીતે રજુ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે ઉદ્યોગકારોનું પત્રકારત્વ સોળે કળાએ ખીલી ઉઠ્યું  છે.  AIA ની ચૂંટણીમાં AI ની મદદથી પોસ્ટરો વડે ઉદ્યોગકારોનું પત્રકારત્વ સોળે કળાએ ખીલી ઉઠ્યું  છે
           હવે ફક્ત કોને પ્રદુષિત પાણી ક્યાં છોડ્યું અને કોને ક્લોઝર મળ્યું. તેના પોસ્ટર બનાવના બાકી છે. પરંતુ બંને પક્ષે જે પ્રમાણેનું ઝનૂન છે તેમાં આવા પોસ્ટરો પણ બહુ જલદી  જોવા મળશે. તેવું લાગી રહ્યું છે.
         હવે બંને પેનલો દ્વારા રાત્રી મીટીંગોનુ આયોજન કરાય છે. તેમાં પોતાનો પક્ષ રાખવામાં આવે છે. પ્રદેશવાદ અને જાતિવાદ અહીં પણ અગત્યનો ફેક્ટર છે. પરંતુ આખો ખેલ 1282 મતદારોનું માઇન્ડવોશ કરવાનો છે. જોવું એ  રહ્યું કે કોણ સફળ થાય છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity