Home / News / News-1266

ખુબ લાંબા સમયની માંગણીના સુખદ સમાચાર: પાનોલી જીઆઇડીસીના ગેટ-1 પાસે એસટીની બસો ઉભી રહેશે


Views: 17
  • Jun 25, 2026
  • Updated 09:42:41am IST
ખુબ લાંબા સમયની માંગણીના સુખદ સમાચાર:  પાનોલી જીઆઇડીસીના ગેટ-1 પાસે એસટીની બસો ઉભી રહેશે
         નેશનલ હાઇવે પર અંકલેશ્વરથી સુરત જતા અંકલેશ્વરથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલી પાનોલી જીઆઇડીસીના ગેટ-1 પર હવે એસટીની તમામ બસોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવી સુવિધાના કારણે વડોદરા અને સુરત તરફ જવા માટે મુસાફરોને અંકલેશ્વર સુધીનો ફેરાવો ઓછો થઈ જશે. હવે સીધા પાનોલીથી જ વડોદરા અને સુરત તરફ જતી એસટી બસમાં બેસી શકાશે. આ નાનું દેખાતું કાર્ય અસરગ્રસ્તો માટે ખુબ મોટા વરદાન સમાન છે.    ખુબ લાંબા સમયની માંગણીના સુખદ સમાચાર:  પાનોલી જીઆઇડીસીના ગેટ-1 પાસે એસટીની બસો ઉભી રહેશે
         પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એસટી નિગમના સંયુક્ત પ્રયાસોથી હવે સુરત અને વડોદરા તરફ જતી બસોને પાનોલી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી પાનોલી જીઆઈડીસીમાં આવતા કર્મચારીઓ અને કામદારોને ભારે અગવડનો સામનો કરવો પડતો હતો. તેમાં રાહત મળશે તેવી અપેક્ષા રાખી શકાય. સ્ટેશનથી કંપની સુધી જવા માટે લોકલ પ્રાઇવેટ વિહિકલને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત બાકરોલ, સંજાલી, ખરોડ, તેમજ નજીકના આલુજ અને પાનોલી ગામના નાગરિકો ને અવર-જવર માટે ભારે અગવડનો સામનો કરવો પડતો હતો. તેનો પણ અંત આવશે. આ સમાચારથી આસપાસના ગામલોકોમાં આનંદની લાગણી પ્રસરી જય છે. કારણકે અગાઉ યોગ્ય પરિવહન સેવાના અભાવે કલાકો સુધી રાહ જોવી પડતી હતી અથવા ખાનગી વાહનોનો આશરો લેવો પડતો હતો. આ વિકટ સમસ્યાનો ઉકેલ માટે પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ બી. એસ. પટેલ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પરેશ આસ્લોટ તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી.હવે સીધા પાનોલીથી જ વડોદરા અને સુરત તરફ જતી એસટી બસમાં બેસી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ તરફથી લેવાયેલા નિર્ણયના કારણે પાનોલી જીઆઇડીસીમાં કામ કરતાં હજારો કર્મચારીઓને પણ લાભ થશે. કર્મચારીઓ જીઆઇડીસીની આસપાસ આવેલાં સંજાલી સહિતના ગામડાઓમાં વસવાટ કરતાં હોય છે. જયારે તેમને વડોદરા કે સુરત તરફ જવું હોય ત્યારે એસટી બસમાં બેસવા માટે અંકલેશ્વર જીઆઇડીસી ડેપો સુધી જવું પડતું હોય છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity