
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગો માટે 'Inter-CETP Effluent Transfer' અંગે ખૂબ અગત્યનો અને અસરકારક નિર્ણય લેવાયો છે. લઘુ ઉદ્યોગ ભારતી (ભરૂચ)ની રજૂઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી ઉદ્યોગો નિર્ધારિત શરતો સાથે અન્ય CETPમાં એફ્લુઅન્ટ ટ્રાન્સફર કરી શકશે. આનાથી ઉદ્યોગોની કાર્યક્ષમતા વધશે અને ખર્ચ ઘટશે. અત્યારે મંદીના સમયમાં આ નિર્ણય આશાના કિરણ સમાન પુરવાર થશે.
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે. Common MEE પર બોજ ઘટતાં દર વર્ષે અંદાજે ૧.૭૭લાખ ટન કોલસાનો વપરાશ અને ૪.૨૫ લાખ ટન COનું ઉત્સર્જન અટકશે.

આ સમગ્ર પ્રક્રિયામાં લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ ડો.બળદેવભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કમલેશ ગામી, રમેશભાઈ ચોડવડિયા,
વાલમજી દેસાઈ, વિશિત પટેલ, કિશોર કાછડિયા અને જીતેશ પટેલ સહિતના આગેવાનોના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.