Home / News / News-1264

અંકલેશ્વરના સરદારભવન ખાતે માં ખોડલનો ૮ મો લાપસી મહોત્સવ યોજાઇ ગયો


Views: 35
  • Jun 11, 2026
  • Updated 04:30:39am IST
 અંકલેશ્વરના સરદારભવન ખાતે માં ખોડલનો ૮ મો લાપસી મહોત્સવ યોજાઇ ગયો
             પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર જીઆઈ ડીસી સરદારભવન ખાતે 7 મી જૂન રવિવારે લાપસી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. તેમાં ભરૂચ જિલ્લામાં વસતા લેઉવા પાટીદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે પ્રસાદીનું આયોજન કરાયું હતું. રાત્રે મોટી સંખ્યામાં લોકોએ આતશબાજી સાથે માં ખોડલના રથનું ભવ્ય સ્વાગત કરીને સમૂહ આરતી કરી  હતી. જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
          સ્વાગત પ્રવચન કરતા વિપુલ વેકરીયાએ સરદાર સાહેબના પાટીદારોમાં મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે આઝાદી પહેલા આપણે ત્યાં આપણા ખેતરમાં બીજા લોકો મજૂરી માટે આવે છે તે રીતે ફક્ત મજૂરીનો જ હક્ક હતો. સરદાર સાહેબે 500 ઉપરાંત રજવાડા એક કરતા આપણે ખેતરના માલિક બન્યા. તેથી આપણી ઉપર સરદાર સાહેબનું બહુ મોટું ઋણ  છે. આજની જાહોજલાલી તેને કારણે છે.
            ખોડલધામ ટ્રસ્ટી હસમુખભાઇ લુણાગરીયાએ ખોડલધામના ઇતિહાસ વિષે ઊંડી માહિતી આપી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે ખોડલધામ મંદિરની સ્થાપનાને 10 વર્ષ પૂર્ણ થતા તેનો દશાબ્દી મહોત્સવ યોજાનાર છે. તે માટે આપણે કંકોત્રી છપાવતા નથી પરંતુ માતાજી ખુદ ગામે ગામ જઈને દશાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપે છે.
              ખોડલધામ ટ્રસ્ટ   દ્રારા ખોડલધામ રથ પરિભ્રમણ માટે 3 રથ છે. જે ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા, મધ્ય ગુજરાત ના દાહોદ જિલ્લા અને દક્ષિણ ગુજરાત ઝોન ના વાપી વલસાડ  થી પ્રારંભ  કરેલ છે.  આ ખોડલધામ રથ રાજકોટ ખોડલધામથી 23 મે થી પ્રસ્થાન કરેલ છે. જે   ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ  તેમજ સમાજ ના આગેવાનો દ્વારા  ઉત્સાહ ભેર  પ્રારંભ  કરાવેલ છે.  આ રથ ગુજરાતના 3500 થી વધુ ગામોમાં પરિભ્રમણ કરશે.
            ખોડલધામ સમિતિ અંકલેશ્વરના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આઠ વર્ષથી માતાજીનો લાપસી મહોત્સવ કરે છે. ત્રણ વર્ષથી ભવ્યાતિભવ્ય ખોડલધામ નવરાત્રીનું આયોજન કરે છે.  સંસ્થામાંથી જાહેર કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ સંસ્થાના નિયમ મુજબ કરે છે. અમે જયારે ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા કે શહેરોના ખોડલધામ સંગઠનમાં જતા હોઈએ ત્યારે ખોડલધામનું સંગઠન કેવું હોવું જોઈએ તેના વિષે ચર્ચા થાય ત્યારે અમે અંકલેશ્વરના ખોડલધામ સંગઠન જેવું હોવું જોઈએ તેમ કહીએ છીએ. અંકલેશ્વરના ખોડલધામના સંગઠનને અમે મોડેલ સંગઠન તરીકે સ્વીકાર્યું છે. આ અંકલેશ્વર માટે ગર્વની બાબત છે.
        ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાન આપનાર વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ અને સમાજ બહારથી પણ દાતાઓ હતા. આ ઉપરાંત માં ખોડલના રથના માર્ગમાં રંગોળી પૂરનાર બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
       ખોડલધામ દક્ષિણ ઝોનના પ્રમુખ અને ખોડલધામ ટ્રસ્ટી ભરતભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ  પ્રવિણભાઈ પટેલ, વડોદરા દિનેશભાઈ કુંભાણી અમદાવાદ  ગોપાલ ભાઈ રુપપરા જુનાગઢ  હસમુખભાઇ લુણાગરીયા રાજકોટ  ભરતભાઈ પટેલ  હિંમત ભાઈ શેલડીયા પંકજ ભાઈ ભુવા મનસુખ રાદડીયા અંકલેશ્વર સરદાર પટેલ સમાજ ના ઉતર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ  ના આગેવાનો ઉધોગ સાહસિકો ખોડલધામ માંડવી  અંકલેશ્વર  ઝધડીયા ભરૃચ  નેત્રંગ તાલુકાઓ સમિતિઓ હાજર રહ્યા હતા.
        આ ખોડલધામ રથ પરિભ્રમણ હવન લાપસી મહોત્સવ મહા આરતી મહારાસ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે 400 થી વધુ ખોડલધામ સમિતિ અંકલેશ્વર ના ભાઈઓ બહેનોએ ખૂબ   ઉત્સાહ ભેર  ભાગ લીધો હતો. ખોડલધામ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ સહ કન્વીનર નિતીન સાવલીયા Kdys જિલ્લા કન્વીનર  દેવેન્ સાવલીયા અંકુર  રાદડીયા અને ખોડલધામ ટીમ  યુવા સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર કન્વીનર  અમી બેન સોજીત્રા અને બહેનોએ ખુબ જ સુદ્રઢ આયોજન કર્યું હતું.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity