Home / News / News-1255

૧૬મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો - ૨૦૨૬


Views: 68
  • Apr 13, 2026
  • Updated 10:04:56am IST
૧૬મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો - ૨૦૨૬
            અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ૧૬ મો એઆઈએ - ઇન્ડસ્ટ્રીયલ એક્સપો – ૨૦૨૬ તા.૧૬-૧૭-૧૮ એપ્રિલ-૨૦૨૬ (ત્રણ દિવસ) દરમ્યાન યુટિલિટી પ્લોટ નંબર ૨, ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામે, જીઆઇડીસી, અંકલેશ્વર ખાતે યોજાશે. ૧,૨૦,૦૦૦ સ્કેવર ફૂટ લેંડસ્કેપ એરિયામાં યોજનારા આ મેગા પ્રદર્શનમા નાના-મોટા થઈને ૧૨૫થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સૂધી ખુલ્લુ રહેશે
           આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેંટ અને સીએચઆરો શ્રી મનોજ કુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેચરિંગ પ્રા. લી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી. કે. રાણા, કોહિઝોન લાઈફ સાયન્સ લી. ના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સી. બી. ભારદ્વાજના વરદ હસ્તે થશે. આ સમારંભ દરમ્યાન એ.આઈ.એ. આનંદપુરા ટ્રોફીનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગીતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.  ૧૬મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો - ૨૦૨૬
          આ એક્ઝિબિશનમા ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસતિસઇડ્સ, ઓઇલ એન્ડ લૂબૃકેંટ્સ, એન્જીનિયરીંગ ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપ્મેંટ્સ, ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વિગેરે ઉદ્યોગોએ ભાગ લીધેલ છે. આ એ.આઈ.એ. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે ઇચ્છાપોર-સુરત, જામનગર, દહેગામ, ગાંધીનગર, કઠવાડા, મકરપુરા, રનોલી, સચિન, સાવલી, સારીગમ, ઉમરગામ, વાલિયા, વલસાડ, વિઠ્ઠલઉદ્યોગ નગર, વાઘોડિયા, સાણંદ, છાત્રાલ વાપી, વટવા, નંદેસરી, દહેજ, ઝગડિયા, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ, સાયખા, વિલાયત તેમજ આસપાસના રાજ્યોમાંથી પ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે, તેવી અપેક્ષા છે.
           આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જુદા જુદા પ્રોજેકટોમાં જેઓએ ઉદાર હાથે દાન પૂરું પાડેલ છે, તેવા દાતાઓની કદર કરતાં તેઓને એપ્રિશીએશન સર્ટિફિકેટથી સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલ છે.
          તદઉપરાંત આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં જેઓએ બોર્ડ ઓફ મેનેજમેંટના ચેરમેન તરીકે વિશિષ્ઠ સેવાઓ આપી છે, તેની કદર કરતાં તેઓને પણ એપ્રિશીએશન સર્ટિફિકેટથી સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલ છે.
            આ એક્ઝિબિશનમા ઓન લાઇન રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામા આવેલ છે, જેમાં વિજિટર્સે  www.ankleshwarexpo.com પર જઈને ફરજિયાત નોંધણી કરવવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે, જેથી તમામ મુલાકાતીઓને આ સાથે આગ્રહભરી વિનંતી છે કે અમારી આ કોંટેક્ટલેસ પ્રક્રિયાને અનુસરશો.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity