Home / News / News-1254

અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું CCA મંજુર થતા સંચાલકો આગળની કાર્યવાહીની તૈયારીમાં


Views: 43
  • Apr 10, 2026
  • Updated 09:33:18am IST
અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું CCA મંજુર થતા સંચાલકો આગળની કાર્યવાહીની તૈયારીમાં
     અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન (AWMA) નું CC&A  આવી જતા સંચાલકો તેની આગળની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. AWMA ના સ્થાપક સંચાલક મહેશભાઈ પટેલે માહિતી અપાતા જણાવ્યું હતું કે આ CCA મેળવવામાં જેમને પણ સહયોગ આપ્યો તે સૌનો આભાર માનીએ છીએ.
     આ પ્લાન્ટ કાર્યરત થતા અંકલેશ્વર એસ્ટેટના 500 કરતા પણ વધારે MSME ઉદ્યોગકારોને તેનો ફાયદો થશે. 100 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્લાન્ટથી ઇન્ડસ્ટ્રીઝને 500 કરોડનો વાર્ષિક ફાયદો થશે. સ્મોલ  સ્કેલ કંપનીઓ માટે 700થી 1000 ચોરસ મીટરના પ્લાન્ટમાં જગ્યાના અભાવે ટ્રીટમેન્ટ કરવી શક્ય નથી, તેથી માનનીય સુપ્રીમ કોર્ટના 17.02.2017ના આદેશનું પાલન કરવામાં આ પ્લાન્ટ ઉપયોગી પુરવાર સાબિત થશે.
     5 MLD માટે MEE ચલાવતા જે ફ્યુલ વપરાતું તેનાથી 1400 મેટ્રિક ટન જેટલું દૈનિક કાર્બન ઉત્સર્જન થાત તે અટકાવી શકાશે. જેનાથી વાયુ પ્રદુષણ ઘટશે. જે સેપી આંક ઘટાડવામાં ઉપયોગી સાબિત થશે. તેમજ એસ્ટેટનું વાયુ પ્રદૂષણ ઘટાડી શકાશે.
     અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું CCA મંજુર થતા સંચાલકો આગળની કાર્યવાહીની તૈયારીમાં આ પ્લાન્ટ ઈઝરાઈલની બાયો પેટ્રોકેમ કંપનીને પેટન્ટ આધારિત ચલાવવા માટે સાત વર્ષ માટે આપ્યો છે. તેથી આઉટલેટના નોર્મ્સ જાળવવાની જવાબદારી તેની છે. જો નોર્મ્સ જાળવવામાં ચૂક થશે તો તેના પેમેન્ટમાંથી કાપીને વસુલ કરવામાં આવશે. તેથી નોર્મ્સ નહિ જળવાય તે પ્રશ્ન નહિ રહે.
જયારે સભ્ય ઇન્ડસ્ટ્રીઝને ત્યાં પીએચ મીટર, મેગ્નેટિક વાલ્વ, સેમ્પલર અને સેન્સર તબક્કાવાર લગાડવામાં આવશે. મેગ્નેટિક વાલ્વ અહીંથી પણ ઓપરેટ કરી શકાશે.
     મોનીટરીંગ ટીમ સેમ્પલ લેશે તેમાં 5 ટકા સુધીનું વારીએશન માન્ય રહેશે. તેથી વધારે વેરીએશન આવશે તો મોનીટરીંગ એજન્સીને દંડીત કરાશે. આથી ત્યાં પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
     ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ટર (DIC ) ના જનરલ  મેનેજરને ડાયરેક્ટર તરીકે લીધા છે. ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટનો આભાર માન્યો હતો કે તેમને 14 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી છે જે ટૂંક સમયમાં આવી જશે.
     આ પ્લાન્ટ કાર્યરત કરી તેને 3 થી 6 મહિનામાં સફળ પરિણામ મેળવીને આ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરીશું. આ પ્લાન્ટ સફળ થતા પર્યાવરણ માટે બહુ મોટી સિદ્ધિ સાબિત થશે.
     અત્યારે પ્લાન્ટમાં 300 KL  જેટલી જગ્યા છે. તેનો ઉપયોગ કરશે. (એટલેકે 30 ટેન્કર જેટલી) પ્લાન્ટની ક્ષમતા 10 MLD  (7.5 KLD એફ્લુઅન્ટ + 2.5 MLD  સુએજ વોટર) છે.
     આ પ્લાન્ટની CCA મેળવવામાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલનો સિંહ ફાળો છે. આ સાથે પર્યાવરણ મંત્રી અ ર્જુનસિંહ મોઢવાડીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અનેક નામી અનામી ધારાસભ્યોનો સહયોગ છે.
     આ ઉપરાંત સંસ્થાના સંચાલકો દ્વારા પણ ખુબ મહેનત અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા તેનું પરિણામ છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity