Home / News / News-1252

લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર - પાનોલી ઇકાઈનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો


Views: 126
  • Apr 06, 2026
  • Updated 06:54:18am IST
લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર - પાનોલી ઇકાઈનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો
          તારીખ 4 થી એપ્રિલે અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ ગણેશ બેન્કવેટ હોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતીના અંકલેશ્વર અને પાનોલી ઇકાઈ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રેરણાદાયક વક્તા અશોક ગુજ્જરનું ઉદબોધન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
લઘુ ઉધોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિએ લઘુ ઉદ્યોગ ભારતીની કાર્યશૈલી અને પ્રભાવ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે સંસ્થાના ૭૨ કાર્યકર્તાઓ દેશના સરકારના વિવિધ બોર્ડમાં સ્થાન મેળવી કાર્ય કરી રહ્યા છે. બજેટ તૈયાર કરતી વખતે સંસ્થાના મંતવ્યો લેવામાં આવે છે અને તેને પ્રાધાન્ય આપવામાં આવે છે.
દેશમાં ૧૨૦૦ ઇકાઈ છે. એટલેકે ૧૨૦૦ જેટલા એસોસિએશન સાથે જોડાયેલ છે. ૭૦,૦૦૦ ઉપરાત સભ્યો છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય સંગઠન જરૂરી છે. કારણકે મોટાભાગે કાયદાઓ અને નોટિફિકેશનો કેન્દ્રમાં બને છે.
તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગ ભારતી ઇકાઈ  દ્વારા સામાન્ય રીતે વર્ષમાં ૬ વખત કાર્યક્રમોનું આયોજન કરાય છે. તેમાં વર્ષમાં એક વખત સહપરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે. વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાય છે.૨૫ મી એપ્રિલ લઘુ ઉદ્યોગ ભારતી નો સ્થાપના દિવસ ઉજવાય છે. સ્થાનિક એસોસિએશન સાથે સંકલન કરી તેમજ સરકારી અધિકારી બોલાવીને કાર્યક્રમનું આયોજન કરાય છે. ખાસ તો ઇકાઈની માસિક બેઠકનું આયોજન કરાય છે. જે ખુબ જ જરૂરી છે. જેમાં પ્રશ્નોની રજૂઆત આવે છે પછી તેના ઉકેલ માટે પ્રયાસો કરાય છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવાએ તેમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે નાના અને મધ્યમ  ઉદ્યોગો જયારે તકલીફમાં હોય ત્યારે લઘુ ઉદ્યોગ ભારતી  હંમેશા તેમના પડખે ઉભી રહે છે. તે વાતો નથી કરતી પરંતુ કાર્ય કરે છે. લઘુ ઉદ્યોગ ભારતી સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. દિવસે દિવસે સંગઠન વધારેને વધારે મજબૂત બને તેવી તેમને આશા વ્યક્ત કરી હતી.
પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પ્રમુખ બી.એસ. પટેલે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા થઈ રહેલ કાર્યોની પ્રશંસા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે આજે માર્કેટ સતત બદલાતું જતું હોવાથી ઝડપથી પ્રોડક્ટ બદલવાની જરૂર પડે છે. તેટલી ઝડપથી CCA મંજૂરી મળતી નથી. તેથી ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જીપીસીબી દ્વારા માસ પ્રોડક્ટની CCA આપવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. થોડા સમય અગાઉ જ્યારે પર્યાવરણ મંત્રી પ્રવીણ માલી જ્યારે આવ્યા ત્યારે રજૂઆત કરાઈ હતી. અગાઉ જ્યારે ભાનુજન સાહેબ જીપીસીબીમાં હતા ત્યારે આ પ્રશ્ન ઉપાડ્યો હતો. જો માસ CCA મળશે તો ઉદ્યોગોને ઘણી રાહત રહેશે. લઘુ ઉદ્યોગ ભારતી આ પ્રશ્નની અસરકારક રજુઆત કરે તેવી તેમણે  અપેક્ષા વ્યક્ત કરી હતી.
લઘુ ઉદ્યોગ ભારતીના  ગુજરાતના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં સભ્ય સંખ્યા 12,600 જેટલી છે જયારે રાષ્ટ્રીય કક્ષાએ સભ્ય સંખ્યા 70,000 જેટલી છે. મોહન ભાગવતે આપણને 15000 નું લક્ષ આપેલ છે.તેમને અંકલેશ્વર-પાનોલીને2000 સભ્યો બનાવવા અપીલ કરી હતી. તેમને એક સભ્યને એક કરતા વધારે યુનિટ હોય તો તેમને દરેક યુનિટની અલગ નોંધણી કરાવવા અપીલ કરી હતી. કારણકે ઉપર યુનિટની સંખ્યાને ગણતરીમાં લેવાય છે. લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર - પાનોલી ઇકાઈનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો
લઘુ ઉદ્યોગ ભારતીના ભરૂચ જિલ્લા મહામંત્રીવિશિતપટેલેમાહિતી આપતા જણાવ્યું હતું કે આપણે એક LEAP નામનું પોર્ટલ બનાવ્યું છે. જે ઉધોગો માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રજિસ્ટર કરવા અપીલ કરી હતી.
તેમજ ઓક્ટોમ્બર મહિનામાં ૨૩ થી ૨૬ ગાંધીનગર ખાતે ચાર દિવસનું લઘુ ઉદ્યોગ ભારતીનું એક્ઝીબિશન યોજવાનું છે. તેમાં અંકલેશ્વરનો એક ડોમ અલગ રાખેલ છે. તેમાં ભાગ લેવા અપીલ કરી હતી. લઘુ ઉદ્યોગ ભારતીના સભ્યોને ઓછા રેટમાં મળશે.
આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ અંકલેશ્વર ઇકાઈના પ્રમુખ કિશોર કાછડીયા, સેક્રેટરી પિયુષ  બુદ્ધદેવ, ખજાનચી ભાર્ગવપરમાર તેમજતેમજ પાનોલી ઇકાઈના સેક્રેટરી નીતિનબાનગોરીયા ખજાનચી સુભાષ વાઘાણીએ હાજર સૌનો આભાર માન્યો હતો. અગ્રણી એલ.બી.પાંડે, નાથુભાઈ દોરીક,લઘુ ઉદ્યોગ ભારતી  ભરૂચ જિલ્લા LUB પ્રમુખ રમેશભાઈ ચોડવડિયા  મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડો. અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા.
  લઘુ ઉદ્યોગ  ભારતીના પાનોલી  ઇકાઈના પ્રમુખ આશિષ ગજેરાએ આભારવિધિ કરી હતી.
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity