અંકલેશ્વર એસ્ટેટમાં રહેણાંક વિસ્તારના કેન્દ્ર સમા ગોલ્ડન પોઇન્ટ ચાર રસ્તા ઉપર LED સ્ક્રીન કાર્યરત કરવામાં આવી. તેનો ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો.
આ LED સ્ક્રીનનું ઉદઘાટન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સેક્રેટરી નિલેશ પટેલ, ટ્રેઝરર ચંદુ અકબરી, ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ, વાલમજી દેસાઈ, હસમુખ દુધાત, ભારત પટેલ, ડેનિશ ભૂત, અશોક ચોવટીયા તેમજ અન્ય કમિટી સભ્યો અને લઘુ ઉધ્યોગ ભારતીના અંકલેશ્વર ઈકાઈ પ્રમુખ કિશોર કાછડીયા તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ કક્કડે માહિતી આપતા જણાવ્યું હતું કે આ LED સ્ક્રીનથી ઇમેજન્સી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાશે. ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ નાના ઉદ્યોગકારો અને ધંધાદારીઓ તેમની બ્રાન્ડ માટે જાહેરાત આપી લાભ મેળવી શકશે. તેનાથી થયેલ આવક એ આ વિસ્તારના વિકાસમાં ઉપયોગમાં આવશે. એસ્ટેટને આધુનિક લુક આપવામાં સહયોગી થશે. આગામી દિવસોમાં સરદારપાર્ક ખાતે પણ આવી બીજી LED સ્ક્રીન લગાડવામાં આવશે.

પ્રમુખ વિમલ જેઠવાએ આ પ્રસંગે AIA ના પૂર્વ કમિટી મેમ્બર સ્વ. જયેશ પટેલ ને યાદ કર્યા હતા અને આ LED નો વિચાર ૧૨ વર્ષ પહેલા તેમની સાથે ચર્ચાયો હતો. આ પ્રસંગ તેમને અર્પણ કર્યો હતો.
એક વખત સરાદરપાર્ક ચોકડી રહેણાંક વિસ્તારનું મધ્યબિંદુ ગણાતું હતું. તે હતીને તેનું સ્થાન ગોલ્ડન ચોકડીએ લીધું છે.