Home / News / News-1246

GPCB દ્વારા નર્મદા ક્લીન ટેકને તેની ક્ષમતા 40 MLD થી વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી.


Views: 332
  • Mar 20, 2026
  • Updated 11:36:08am IST
GPCB દ્વારા નર્મદા ક્લીન ટેકને તેની ક્ષમતા 40 MLD થી વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી.
અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક અંકલેશ્વર અને પાનોલીના કેમિકલ ઉદ્યોગોની જીવાદોરી છે. તેને અત્યારે 40 MLD ની વહન ક્ષમતાની મંજૂરી છે. તેની વહન ક્ષમતા 60 MLD સુધી વધારવાની CTE (Consent to Establish) આપવામાં આવી છે. જો કે તેમાં CRZ માંથી મંજૂરી લેવી જરૂરી છે.
નર્મદા ક્લીન ટેકને તેના પ્લાન્ટની ક્ષમતા વધારવાની CTE મંજૂરી મળતા ઉદ્યોગ આલમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જો કે હજુ આગળની મંજીલ  ખુબ લાંબી છે. ત્યાં સીધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે.
 નર્મદા ક્લીન ટેકની લાંબી માંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને બીજી સંસ્થાઓની અનેક રજૂઆતો પછી CTE મેળવવામાં ઉદ્યોગોને સફળતા મળી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ  વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે જીપીસીબીના ચેરમેન આર. બી. બારડ અને મેમ્બર સેક્રેટરી દેવાંગ ઠાકરની દીર્ઘ દ્રષ્ટિને લઈને 70 MLD ની CTE મેળવવામાં સફળતા મળી છે. તેમને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડો.અગ્રાવત અને હેડ ઓફિસ આર.ઓ.  જે. એમ. મહિડાનો પણ આભાર માન્યો હતો.  GPCB દ્વારા નર્મદા ક્લીન ટેકને તેની ક્ષમતા 40 MLD થી વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી.
જયારે એઆઈએ ના એન્વાયમેન્ટ કમિટીના ચેરમેન વાલમજી દેસાઈએ જણાવ્યું હતું કે NCT ને વિસ્તરણ માટે CTE મળતા ઉદ્યોગ આલમમાં હર્ષની લાગણી છે. આ પ્લાન્ટ અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો માટે ખુબ અગત્યનો છે. તેનાથી EC મેળવવાની પ્રક્રિયાનો રસ્તો ખુલ્લો થયો છે. આગળની પ્રક્રિયાના ભાગરૂપે દરિયામાં 105 MLD ડિસ્ચાર્જ કરવા માટે CRZ મંજૂરી માટેની પ્રોસેસ કરવામાં આવશે.
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity