અંકલેશ્વરના એસ્ટેટના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો માટે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવા સમાચાર આવ્યા છે.ણવીરો ટેક્નોલોજી લિમિટેડ (ETL) દ્વારા દર નાણાકીય વર્ષમાં ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ ચાર્જમાં ભાવમાં 5 ટકાનો વધારો કરાય છે તે આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે નહિ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉદ્યોગકારોની લાંબા સમયથી ચાલતી માંગ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ જેઠવા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને ઉદ્યોગજગતમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
જો કે ETL દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ 5% ચાર્જમાં રાહત ફક્ત નાણાકીય વર્ષ 2026-27 વર્ષ માટે જ લાગુ રહેશે અને તેને ભવિષ્ય માટે કોઈ નીતિગત પરંપરા તરીકે માનવામાં આવશે નહીં.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી. દલવાડીએ જણાવ્યું હતું કે, “સભ્યોના સહકાર અને વિશ્વાસના કારણે કંપનીનું સંચાલન સુચારૂ રીતે ચાલી રહ્યું છે. ભવિષ્યમાં પણ ઉદ્યોગોનો સહયોગ યથાવત્ રહેશે તેવી આશા છે.”
અત્યારે કેમિકલ ઉદ્યોગો માટે સંઘર્ષનો સમય છે તેવામાં આ રાહત રણમાં લીલુંછમ ઝાડ નીચે બેસવાથી જેવી રાહત થાય તેવી રાહત ઉદ્યોગકારો અનુભવી રહ્યા છે.