Home / News / News-1242

અંકલેશ્વર GIDCમાં ૧૧ માર્ચે મેગા મલ્ટીમિડિયા શો નમોત્સવ યોજાશે


Views: 12
  • Mar 09, 2026
  • Updated 06:48:02am IST
અંકલેશ્વર GIDCમાં ૧૧ માર્ચે મેગા મલ્ટીમિડિયા શો નમોત્સવ યોજાશે
     અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા 11 મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે નમોત્સવ  અંતર્ગત મેગા મલ્ટી  મીડિયા શૉ નું આયોજન કરવામાં આવ્યું છે.
     આ વિશેષ કાર્યક્રમમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી અને દેશસેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે. લગભગ ૧૦૦ કલાકારોની ટીમ આ મ્યુઝિકલ મલ્ટીમિડિયા શોમાં પરફોર્મ કરશે, જે દર્શકોને અનોખો અનુભવ આપશે.
     પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગો વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.
     અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ જેઠવાએ કાર્યક્રમ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે અંકલેશ્વર હાંસોટ મતવિસ્તારના લોકો તેમજ વાલિયા, નેત્રંગ વિસ્તારના લોકોને આ શો નિહાળવા આવકારીએ છીએ . આ શો10,000 ઉપરાંત લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે.અંકલેશ્વર GIDCમાં ૧૧ માર્ચે મેગા મલ્ટીમિડિયા શો નમોત્સવ યોજાશે
     અવની ફાઉન્ડેશનના મહેશભાઈ પટેલે 4 કલાકના આ કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકોને ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશ માટે જીવન સમર્પિત કર્યું, તેમના જીવનમાંથી લોકો પ્રેરણા લે તે આશય હોવાનું જણાવ્યું હતું.
     આ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, ટ્રેઝરર ચંદુભાઈ અકબરી, વાલમજી દેસાઈ, યોગેશ કક્કડ, પૂર્વ પ્રમુખ તેમજ અવની ફાઉન્ડેશનના મહેશ પટેલ સહિત  હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
     અત્યારે કાર્યક્રમની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. વર્ષોથી અવાવરું પડેલ ESI હોસ્પિટલ સામેનો પ્લોટનું નસીબ બદલાઈ ગયું છે. તેને સાફસૂફ કરવામાં આવી રહ્યો છે. એપ્રિલ મહીનામાં  અહીં AIA ઇન્ડસ્ટ્રીઅલ એક્સ્પો યોજાનાર છે. જેમાં ભવિષ્યમાં તળાવ બનાવવાનું આયોજન પણ છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity