તારીખ ૨૩ મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સેક્ટર-12 ના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મ્યુનિસિપાલિટીના સોલીડ વેસ્ટ સાઇટ માટેની લોક પર્યાવરણ સુનાવણી યોજાઈ ગઈ. આ લોક પર્યાવરણ સુનાવણી ગાંધીનગર એસડીએમ પાર્થ કોટડીયાની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ જેનું સંચાલન ગુજરાત પ્રદુષણ બોર્ડના પ્રાદેશિક અધિકારી મેહુલ અજમેરાએ કર્યું હતું. ખાસ કરીને આ સાઈટની આસપાસ રહેતા રહીશોએ તેમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજુ કાર્ય હતા. આ લોક પર્યાવરણ સુનાવણીમાં આસપાસની સોસાયટીના રહીશોએ અહીં પ્લાન્ટ સ્થાપવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
લોકોએ ફરિયાદ કરી હતી કે નજીકમાં આવેલા અને અત્યારે કાર્યરત થર્મલ પાવર પ્લાન્ટથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. લોકોના ઘરોમાં અને ધાબા ઉપર કાળી રજકણોની ચાદર પથરાઈ જાય છે. તેના માટે જવાબદાર કોણ? જ્યારે બીજી બાજુ ટોરેન્ટનો સાબરમતીમાં પાવર પ્લાન્ટ છે. ત્યાં આવો પ્રદૂષણનો કે રજકણોનો પ્રશ્ન નથી. આ વિચારવાનો પ્રશ્ન છે.
લોકોએ આ અગાઉ જે બે જગ્યાઓએ આ સોલિડ વેસ્ટ માટેની સાઇટ પસંદ કરી હતી પરંતુ ત્યાંના સ્થાનિક લોકોના વિરોધને લઈને તે સાઇટ રદ કરીને આ સાઇટ પસંદ કરી. અમારો વિરોધ કેમ ધ્યાનમાં લેવાતો નથી તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.

સોલીડ વેસ્ટ ડમ્પીંગ પ્રોજેક્ટ સામે અમારો વિરોધ નથી પરંતુ તેના માટે જ્યાં માનવ વસવાટ ન હોય તેવી જગ્યા પસંદ કરાય તો અમારો વિરોધ નથી. અત્યારે સાઈટ ઉપરથી અમુક વખતે આવી દુર્ગંધ આવે છે કે ખાવાનું છોડી દઈને ઉભા થઇ જવું પડે છે.
જો કે એકંદરે આ લોક પર્યાવરણ સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ.
ગાંધીનગરના સેક્ટરત 30 માં સ્થપાનાર આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાની ક્ષમતા માસિક 250 મેટ્રિક ટન ની રહેશે. જે પર્યાવરણને અનુરૂપ બનાવવામાં આવશે. સંસાધન પુનઃ પ્રાપ્તિને મહત્તમ બનાવવામાં આવશે. જેમાં કચરામાંથી ઈંધણ બનાવવામાં આવશે. કંપોસ્ટીંગ ખાતર બનાવવામાં આવશે. નિષ્ક્રિય રિજેક્ટ માટે સેનેટરી લેન્ડફીલ બનાવવામાં આવશે.