તા. ૧૯ ફેબ્રુઆરી ના રોજ સુદર્શન ગુજરાત એ તેની સી.એસ.આર પ્રતિબધ્ધતાઓના ભાગ રૂપે અંકલેશ્વરમાં એક કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરી છે. જેનો ઉદેશ્ય સ્થાનિક યુવાનો માટે રોજગારક્ષમતાં સુધારો કરવા અને ટકાઉ આજીવિકા બનાવવાનો છે.
આ કેન્દ્ર ઔદ્યૌગિક અને બિનઔદ્યૌગિક ક્ષેત્રોમાં માળખાગત રોજગારલક્ષી તાલીમ પ્રદાન કરે છે. તે હાલમાં સ્થાનિક રોજગારીની તકો સાથે સંકલિત કૌશલ્યોથી યુવાઓને સજજ કરીને વાર્ષિક ૫૦૦ થી વધુ પરીવારોને રોજગારીલક્ષમાં મદદરૂપ થાય છે.
હાલમાં આ કેન્દ્ર ઘ્વારા કુલ છ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં ફાયર અને સેફટી, ઈલેક્ટ્રીશયન, એડવાન્સ કમ્પ્યુટર, ટેલરીંગ, બ્યુટીશયન અને નર્સિંગ ના અભ્યાસક્રમોની તાલીમ આપે છે કે જે હાલની ઔદ્યૌગિક અને બિન– ઔદ્યૌગિક ની જરૂરીયાતોને ઘ્યાનમાં રાખીને યુવાઓની કારકિર્દી ના માર્ગો ખોલવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે.

આ સુકશલ કેન્દ્રનું ઉધ્ધાટન મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઘ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં એ. આઈ. એ ના પ્રમુખ વિમલભાઈ જેઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓ, જિલ્લાના આગેવાનો તેમજ એ. આઈ.એ કમિટિના હોદેદારોએ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપેલ હતી.
સુદર્શન ગુજરાત ના સાઈટ ડીરેકટર ડી.કે. રાણાએ આકેન્દ્રની સંપૂર્ણ સફરની જાણકારી આપી તેમજ તેમણે ભાર મુક્યો કે આ કેન્દ્રનું સંચાલન એક અગ્રણી કૌશલ્ય વિકાસ સંસ્થા સાથે ભાગીદારીમાં કુશળતા પૂર્વક કરવામાં આવી રહેલું છે. જે તાલીમના અમલીકરણમાં સહાયતા પુરી પાડે છે.
સુદર્શન કેમીકલના હેડ ઓફ પીપલ પ્રેકટિસ અને ચીફ સેસ્ટેનીબીલીટ ઓફીસર શિવાલીકા રાજે જણાવ્યુ કે– અંકલેશ્વરમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર અમારી મહેચ્છાઓને પ્રતિબિંબિત કરે છે કે સાતત્ય સમુદાય પ્રગતિ યુવાઓની ક્ષમતા નિર્માણથી શરૂ થાય છે. સુદર્શનમાં સામાજીક મુલ્યો એ અમારી કેન્દ્રીય સાતત્યતાનો ભાગ છે. સુદર્શનની સર્વાગી આકાંક્ષાઓ હેઠળ અમે અમારા કાર્યકારી ક્ષેત્રોમાં સમાવિષ્ટ, આત્મનિર્ભર અને સ્થિતિસ્થાપક સમુદાયોનું નિર્માણ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.
અમો આ સુકશલ કેન્દ્ર ધ્વારા આધુનિક અને પર્યાવરણ રીતે જવાબદાર માળખાગત સુવિધાઓમાં ઉદ્યોગ સંબંધિત તાલીમ પુરી પાડીને, અમે યુવાઓને અર્થપૂર્ણ રોજગારીની તકો મેળવવા અને તેમના પરિવારો માટે સુરક્ષિત ભવિષ્ય બનવવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ.
આ કેન્દ્ર ઉદ્યોગ વિશિષ્ટ સાધનો, તાલીમ પ્રયોગશાળાઓ અને હાથથી શિક્ષિણને ટેકો આપવા માટે તમામ વર્ગખંડો અદ્યતન સુવિધાઓથી સજજ છે. આ બધા વર્ગખંડો વાઈફાઈ અને સ્માર્ટ ટેકનોલોજીના સંસાધનોથી સજજ છે. જે વિદ્યાર્થીઓને વર્તમાન શિક્ષણ તેમજ ડીજીટલ સંસાધનોથી જોડે છે. અભ્યાસક્રમમાં ટેકનીકલ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ હેતુથી કમ્પ્યુટર સાક્ષરતા, અંગ્રેજીનું શિક્ષણ તેમજ જીવન કૌશલ્યની પણ તાલીમ આ સાથે આપવવામાં આવે છે. જે કાર્યસ્થળની તૈયારી અને આત્માવિશ્વાસમાં વધારો કરે છે.
આ કેન્દ્ર ભરૂચ જિલ્લાનાં તમામ સમુદાય માટે લાંબા ગાળાના સંસાધન તરીકે સેવા આપવા માટે નિર્માણ કરેલ છે. જે માળખાગત ઉદ્યોગ સંકલિત તાલીમ અને યુવાઓના કૌશલ્ય વિકાસ અને તેમની આર્થિક સ્થિતિસ્થાપકતા સાથે જોડે છે. વધુમાં આ કેન્દ્ર સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત છે જે સુદર્શનના પર્યાવરણય જવાબદારીના ભાગરૂપે સુસંગત છે.
“સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત આધુનિક સુવિધા કેન્દ્ર – ઉદ્યોગ સંકલિત કોર્ષ દ્વારા દર વર્ષ ૫૦૦ થી વધુ પરિવારને લાભ”