Home / News / News-1238

વંદન-2026 માં પ્રસંગોને જીણવટભરી રીતે આવરી લેવાયા છે જે કાબીલેદાદ છે


Views: 131
  • Feb 16, 2026
  • Updated 11:38:11am IST
વંદન-2026 માં પ્રસંગોને જીણવટભરી રીતે આવરી લેવાયા છે જે કાબીલેદાદ  છે
        અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ સરદાર પટેલ વાડી  ખાતે પોગ્રેસ એલાયન્સ  અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કાર્યક્રમમાં જીનવટભરી કાળજી રાખવામાં આવી હતી તેમજ દરેક પહેલુને આવરી લેવાયો હતો. 
         પુત્રો દ્વારા માતાપિતાના ચરણ પખાળી ચરણ સ્પર્શ કરી વંદન કરાયા હતા. માતાપિતા અને પુત્રો એકબીજાને ગળે  મળ્યા હતા. જેમાં પુત્રવધૂઓ પણ જોડાઈ હતી. સાથે સાથે પૌત્રો, પૌત્રીઓ પણ હતી. દરેક પુત્રો દ્વારા માતાપિતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો પત્ર પણ લખ્યો હતો. તે વાંચતા દરેક  માતાપિતાના આખમાં આંસુ હતા.
       ઘરનું વાતાવરણ સાત્વિક બની રહે તે માટે કેટલાક સંકલ્પો લેવડાવ્યા હતા. જેમાં ઘરના સભ્યો વચ્ચે હંમેશા સામુહિક વાતચીત થવી જોઈએ તેની ઉપર ભાર આપવામાં આવ્યો હતો.
       આ કાર્યક્રમે સૌના દિલ જીતી  લીધા હતા.  આવા સાંસ્કૃતિક અને ભાવનાત્મક કાર્યક્રમોનું  બધા સમાજો  દ્વારા આયોજન થવું જોઈએ. જે  હિન્દૂ સંસ્કૃતિની કૌટુંબિક ભાવનાને વધારે મજબૂત બનાવે છે.
      કાર્યક્રમનું  વિવિધ સમાજોએ પણ તેનું અનુકરણ કરી તેનું આયોજન કરવું જોઈએ  તેવી હાજર સૌની ભાવના હતી. આ કાર્યક્રમ  સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા માટે સક્ષમ છે તેવું સૌનું તરણ હતું.
         માતાપિતાના ઋણસ્વીકાર અને વંદના કાર્યક્રમમાં પુત્રોને માતાપિતાનો હાથ પકડીને આંખોમાં જોવાનું કહેવામાં આવ્યું હતું. એક જ ઘરમાં રહેતા હોવાથી સાથે બેસતાતો હોય છે પરંતુ આંખોમાં આંખ મીલાવીને  વાત કરી હોય કે જોયું હોય તેવું ભાગ્યેજ બનતું હોય છે. બંનેની આંખો મળતા ભૂતકાળના સારાખોટા પ્રસંગોના દ્રશ્યો આંખ સામે તારી આવે છે. એવું સ્પષ્ટ જોઈ શકાતું હતું કે લગભગ સૌના આંખમાં આંસુ હતા. બાજુમાં બેઠેલી પુત્રવધૂઓની પણ આંખ ભીની થતી જોઈ શકાતી હતી.
      માતાપિતાના હાથમાં પડી ગયેલી કરચલીઓ પુત્રોના જીવનને સુખમય  અને આનંદમય બનાવવા માટે તેમને કરેલી મહેનતનો પુરાવો આપે છે. માતાપિતા બન્યા પછી જીવનમાં એક અગત્યનો વળાંક આવે છે. પોતાના સુખો અને શોખ બાજુ પાર મૂકીને દરેક માતાપિતા બાળકોનની દેખભાળ અને તેમના જીવનને સુખપૂર્ણ બનાવવાના કાર્યમાં મગ્ન બની જાય છે. તે બધા દ્રશ્યો આંખ સામે તારી આવે છે. જો કે જે પુત્રો તરીકે બેઠા હતા તેમના ઘરે પણ પુત્રો આવી ગયા હોય તેવી સ્થિતી  હતી તેથી સૌને એ  વાતનો તો અંદાજ આવી ગયો હતો કે છોકરા એમનમ મોટા નથી થતા. જેમજેમ પુત્ર અને પુત્રવધુ માતાપિતા તરીકેના એકએક  સ્ટેજમાંથી પસાર થાય છે તેમ તેમ તેમને પોતાના માતાપિતાએ પોતાના માટે આપેલ ભોગનો અહેસાસ થાય છે.
      જો કે માતાપિતાના પ્રેમમાં હંમેશા માતાના પ્રેમને વધારે પ્રાધાન્ય અપાયું છે. પરંતુ પિતાનો પ્રેમ મૂક હોય છે. બહારથી કઠણ નારિયેળ જેવો પરંતુ અંદરથી માવો અને મીઠું પાણી મળે તેવો હોય છે. સસરા પણ પિતાતુલ્ય હોય છે. પુત્રવધૂઓએ તે વાત અનુભવે છે. પોતાના શોખને  મારીને પણ પિતા પુત્ર અને કુટુંબના સભ્યોના શોખ અને જરૂરિયાત પુરા કરવા માટે પોતાની જાત ઘસી નાખે છે. પોતાને પડતી અગવડોનો તે કુટુંબના સભ્યોને ખ્યાલ સુદ્ધા આવવા દેતો નથી. ખિસ્સું ખાલી હોવા છતાં એવું નથી કહેતો કે પૈસા નથી. બાળકોની જીદને ખાલી ખિસ્સે પુરી  કરે તે બાપ.
     આ કાર્યક્રમમાં કેટલાકના માબાપ સ્વર્ગે સિધાવ્યા હતા છતાં તેમની છબી લઈને બેઠા હતા. તેમની આંખમાં પણ આંસુ હતા. માબાપે તેમને મજૂરી કરી ભણાવ્યા અને મોટા શહેરોમાં સ્થિર કર્યા. તે છબી નજર સામે તરવરી રહી હતી.
    આ કાર્યક્રમમાં પુત્રોએ માતાપિતાને ચરણસ્પર્શ નમસ્કાર કરી તેમની ચાર પ્રદક્ષિણા કરી હતી. શંકર ભગવાને જયારે તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયને પૃથ્વીની ચાર પ્રદક્ષિણા કરી આવવા કહ્યું હતું ત્યારે ગણેશજીએ તેમના માતાપિતા શંકર-પાર્વતીની ચાર વખત પ્રદક્ષિણા કરીને માતાપિતાનો મહિમા વિશ્વ્ સમક્ષ રાખ્યો  હતો.
    આ ચાર પ્રદક્ષિણામાં પ્રથમ આભારની પ્રદક્ષિણા એટલેકે માતાપિતાનું ઋણ  ના ભૂલીએ. તેમણે  પ્રેમ સાથે ભણાવી ગણાવીને મોટા કર્યા . બીજી પ્રદક્ષિણા સ્વીકારની પ્રદક્ષિણા એટલેકે જેવા છે તેવા સ્વીકારી લેવા. તેમનામાં ફેરફાર કરવાની અપેક્ષા ના રાખતા પોતાનામાં ફેરફાર કરવા. ત્રીજી સમર્પણની પ્રદક્ષિણા એટલે પોતાનું જીવન બનાવવા માટે તેમને પોતાનું જીવન સમર્પણ કરીદીધું. ચોથી સહકારની પ્રદક્ષિણા એટલે એકબીજા સાથે સહકાર કેળવવો.
    આ પછી માતાપિતાના ખોળામાં પુત્રોને આરામ કરવા જણાવ્યું. મોટાભાગના પુત્રો માતા તેમજ પિતાના  ખોળામાં પ્રેમથી આળોટતા જોવા મળ્યા. માતાપિતાની  આંખમાં આંસુ હતા. માતાપિતા પ્રેમથી તેમના માથે હાથ ફેરવતા હતા. પુત્રવધૂઓ અને પૌત્રો આ દ્રશ્ય નિહાળ્યા હતા અને તેમાં જોડાયા હતા. આ દ્રશ્યો ભાવિ પેઢીમાં સંસ્કાર સિંચન આપમેળે કરતા હોય છે.
    જો કે દરરોજ આ પ્રમાણેનું આચરણ શક્ય નથી તેથી વંદનના પ્રથમ પગલાં તરીકે તેમને વંદન કરો. માબાપ જેવા છે તેવા તેમનો સ્વીકાર કરો. ઘડપણને લઈને તેમનામાં કેટલીક કમજોરીઓ આવી ગઈ હશે, તેઓ કેટલાક કામ ઇચ્છવા છતાં સારી રીતે નહિ કરી શકતા હોય,  તેમણે સ્વીકારી લો. તેમનામાં કોઈ ફેરફાર આવે તેવી જીદ ના રાખો. માબાપને દુઃખી કરીને કોઈ સુખી નથી થયું. માબાપ ભગવાનની દેન છે તેને બદલી શકાતી   નથી. 
બાળકને ખુબ વહાલ કરો, તેને સ્પર્શ કરો. માતાપિતાને પણ સ્પર્શ કરો. તેમનો સ્પર્શ અનર્જીહાઉસ છે તે તમને એનર્જી આપશે . વહાલ કરો.
      આજકાલ લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે ઘરમાં ચર્ચા કરવાનું બંધ થઇ ગયું છે અથવા ઓછું થઇ ગયું છે. ત્યારથી પ્રશ્નો શરુ થયા છે. ઘરમાં સૌ સાથે બેસી ચર્ચા કરો, પોતાના પ્રશ્નોની રજુઆત કરો. એકબીજાની વાત ના ગમી હોય તો કહો. જેનાથી હલકા થઇ જવાય. જો કે તે માટે ભૂતકાળની વાતો માનસપટ પરથી દુર  કરવી પડે. એકબીજા પ્રત્યે ખોટી ગ્રંથી  બંધાઈ ગઈ હોય તો દૂર કરાવી પડે. નિરોગી રહેવા માટે બીજાને માફ કરી દો.
    દરરોજ અડધો કલાક ઘરસભા કરવી જોઈએ. તેમને ઉદાહરણ અપાતા કહ્યું હતું કે મોટા બિઝનેસમેન આદિત્ય બિરલાના ઘરમાં રાત્રે સૌ ઘરે આવે ત્યારે તેમના દાદીમાને તેમના ફોન આપી દે. સૌ ઘરમાં એક કલાક એકબીજા સાથે વાતચીત  કરે પછી દાદીમા પાસેથી ફોન લે.  એકબીજાની ભુલોને માફ કરવી તે કુટુંબ ભાવનાનો પાયો છે.
    આપણે નાનામાં નાના કામમાં પણ કોઈ આપણને મદદ કરી હોય તો આપણે તેમનો આભાર માનીએ છીએ. કોઈ આપણને રસ્તો બતાવ્યો હોય તો પણ થેન્ક્યુ  બોલીએ છીએ. તો માતાપિતા માટે પણ આભારની લાગણી વ્યક્ત કરવી જોઈએ. વંદન-2026 માં પ્રસંગોને જીણવટભરી રીતે આવરી લેવાયા છે જે કાબીલેદાદ  છે
    છેલ્લે માતાપિતાની આરતી કરવામાં આવી હતી. જેમાં પુત્ર, પુત્રવધુ તેમજ બાળકો જોડાયા હતા. કેટલાકના સગા  બારડોલી વડોદરાથી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.
     પુત્રોએ તેમના માતાપિતા માટે ઋણસ્વીકાર કરતો પત્ર  લખ્યો હતો. જે માતાપિતાને આપવામાં આવ્યો હતો. દરેકે પોત  પોતાની  રીતે અલગ અલગ પત્રો લખ્યા હતા. જે વાંચતા માતાપિતાની આંખોમાં હર્ષના આંસુ જોઈ શકતા હતા.
     આ કાર્યક્રમમાં માતાપિતાએ કેવી લાગણી અનુભવી તે વિષે પણ મંતવ્ય આપવા જણાવાયું. એક વડીલે કહ્યુ કે આવા કાર્યક્રમો અને તેને સાચી રીતે અનુસરવામાં આવે તો વૃદ્ધાશ્રમો બંધ થઇ જશે.
     ભાઈઓએ સાસરાપક્ષમાં જઈને પણ આશીર્વાદ લેવા જોઈએ.
    જયારે કાર્યક્રમમાં ભાગ લેનાર દેવેન સાવલીયાએ  જણાવ્યું હતું કે કરોડો રૂપિયા ખર્ચીને પણ આજે જે લાગણી અનુભવી   તે ખરીદી  શકાય નહીં . આ જાગૃતિ  આપણા સમાજમાં નથી તે ફેલાવવામાં આવે.
     લોકોની આવી લાગણી હતી કે આવા કાર્યક્રમોનો વધારેમાં વધારે પ્રચાર થાય અને બધાજ સમજો પોતપોતાની રીતે આવા કાર્યક્રમોનું આયોજન કરે તો સમાજ માટે ઘણું લાભદાયક સાબિત થઇ શકે છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity