Home / News / News-1237

પોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-2026 કાર્યક્રમનું આયોજન


Views: 192
  • Feb 16, 2026
  • Updated 11:28:01am IST
પોગ્રેસ એલાયન્સ  અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  વંદન-2026 કાર્યક્રમનું આયોજન
       અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ સરદાર પટેલ વાડી  ખાતે પોગ્રેસ એલાયન્સ  અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ  કાર્યક્રમે સૌના દિલ જીતી  લીધા હતા. 
        આ કાર્યક્રમમાં  માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખુબજ ભાવવાહી હતો. જેમાં પુત્રો દ્વારા તેમના માતાપિતાની પૂજા તેમજ ઋણ સ્વીકારનો કાર્યક્રમ હતો. સમગ્ર કાર્યક્રમ ખુબજ ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
       પુત્રો દ્વારા માતાપિતાના ચરણ પખાળી ચરણ સ્પર્શ કરી વંદન કરાયા હતા. માતાપિતા અને પુત્રો એકબીજાને ગળે  મળ્યા હતા. જેમાં પુત્રવધૂઓ પણ જોડાઈ હતી. સાથે સાથે પૌત્રો, પૌત્રીઓ પણ હતી. દરેક પુત્રો દ્વારા માતાપિતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો પત્ર પણ લખ્યો હતો. તે વાંચતા દરેક માતાપિતાના આખમાં આંસુ હતા.
      ઘરનું વાતાવરણ સાત્વિક બની રહે તે માટે કેટલાક સંકલ્પો લેવડાવ્યા હતા. જેમાં ઘરના સભ્યો વચ્ચે હંમેશા સામુહિક વાતચીત થવી જોઈએ તેની ઉપર ભાર આપવામાં આવ્યો હતો.  પોગ્રેસ એલાયન્સ  અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા  વંદન-2026 કાર્યક્રમનું આયોજન
     આ કાર્યક્રમે સૌના દિલ જીતી  લીધા હતા.  આવા સાંસ્કૃતિક અને ભાવનાત્મક કાર્યક્રમોનું  બધા સમજો દ્વારા આયોજન થવું જોઈએ. જે  હિન્દૂ સંસ્કૃતિની કૌટુંબિક ભાવનાને વધારે મજબૂત બનાવે છે.
      કાર્યક્રમનું  વિવિધ સમાજોએ પણ તેનું અનુકરણ કરી તેનું આયોજન કરવું જોઈએ  તેવી હાજર સૌની ભાવના હતી. આ કાર્યક્રમ  સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા માટે સક્ષમ છે તેવું સૌનું તરણ હતું.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity