Home / News / News-1232

આગેવાનીના ગુણ સાથે બાબુભાઇ પટેલ કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે 63 વર્ષનો લાંબો અનુભવ ધરાવે છે


Views: 395
  • Dec 16, 2025
  • Updated 06:13:51am IST
આગેવાનીના ગુણ  સાથે બાબુભાઇ પટેલ કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે 63 વર્ષનો લાંબો અનુભવ ધરાવે છે
          બાબુભાઇ પટેલ ઉંમરના 86  વર્ષ (7-9-1939) પૂર્ણ કરીને 87 માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યા છે. પરંતુ આજે પણ નિયમિત રીતે તેમની ઓફિસમાં પૂર્ણ સમય માટે કાર્ય કરે છે. લખાતી ઘડીએ તેમનો હાથ ધ્રૂજતો નથી. યાદશક્તિ આજે પણ ખુબ જ તીવ્ર છે.તેમની કાર્ય કરવાની દ્રડતા અને સ્ફૂર્તિ આજે પણ યુવાનોને શરમાવે તેવી છે. ઇન્ડસ્ટ્રીઝને મદદરૂપ થવાની તેમની કાર્યશૈલી તેમજ ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ માટે તેમનો લડાયક મિજાજને લઈને ઉદ્યોગજગતમાં લોકપ્રિય છે. 
          ઇન્ડસ્ટ્રીઝનો તેમને 63 કરતા પણ વધુ વર્ષનો અનુભવ છે. 80 ના દાયકાથી જ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે તેમનું નામ જોડાયેલું છે. નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના વિકાસમાં તેમનો અનન્ય ફાળો છે. તેમની સેવાઓને બિરદાવીને તેમને આજીવન નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન નિયુક્ત કર્યા  છે.
         તેમણે  1962 માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ઓર્ગનિક કેમેસ્ટ્રીમાં M. Sc. ની પદવી મેળવેલ છે. તેમણે  કેમિકલ ઉત્પાદન અને પર્યાવરણ નિયંત્રણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપેલ છે. તેઓનું બલ્ક  ડ્રગ અને ડાઇઝમાં પ્લાન્ટ સ્થાપવા, ટર્નકી પ્રોજેક્ટ ઉભા કરવા તેમજ  કંપનીઓમાં ટકાઉ પર્યાવરણીય ટેકનોલોજી પુરી પાડવામાં અનન્ય યોગદાન છે.બીજા શબ્દોમાં કહીએ તો તે તેમના શોખના વિષય રહ્યા છે અને તેમાં તેમને મન મૂકીને કાર્ય કર્યું છે. પરિણામ સ્વરૂપ તેમનું  કામ દીપી ઉઠ્યું છે. શોખના વિષયનું કામ કરવા મળતું હોવાને લઈને જ આ ઉંમરે પણ તેઓ કાર્યરત છે અને કામ કરવાનો અલૌકિક આનંદ લૂંટી રહ્યા છે.
       તેઓ 1962 થી 1964 દરમ્યાન મુંબઈની રામનારાયણ રૂઈયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમાં વ્યાખ્યાન આપ્યા અને આવનારી પેઢીના વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું.
          1964 – 1969 દરમ્યાન મુંબઈની રૂર કેમિકલ્સ કંપનીમાં ભાગીદારી કરી અને ઔદ્યોગિક ઉત્પાદનનો મજબૂત અનુભવ મેળવ્યો.
1969-1975 દરમ્યાન પોતાના જ્ઞાન અને ઉત્પાદન અનુભવનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યો (મુંબઈ-મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, હરિયાણા, ગુજરાત) અને વિદેશ (વેસ્ટઇંડીઝ, ત્રિનિદાદ) માં બલ્ક ડ્રગ અને ડાઇઝ પ્લાન્ટો માટે સફળ ટર્નકી પ્રોજેક્ટ કન્સલટન્સી કરી અને બહોળો અનુભવ પણ મેળવ્યો.
        1975માં વડોદરા આવ્યા અને નંદેસરી ખાતે કેનબરા કેમિકલ નામનું યુનિટ ભાગીદારીમાં શરુ કર્યું. આ યુનિટ 50 વર્ષની લાંબી મઝલ કાપીને આજે પણ કાર્યરત છે. કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ સ્મોલ સ્કેલ યુનિટને 50 વર્ષ સુધી નિરંતર કાર્યરત રાખવું તે પણ એક ચેલેન્જ છે. સતત બદલાતા જતા માર્કેટ પ્રવાહો, બદલાતી જતી ટેક્નોલોજી અને મોટી કંપનીઓ સાથેની હરીફાઈ કસોટીની એરણ પર મૂકે છે. એક જ પેઢી દ્વારા 50 વર્ષ સુધીનું સંચાલન પણ  અનન્ય છે. સામાન્ય રીતે 50 વર્ષની કંપનીમાં ત્રીજી પેઢી સંચાલનમાં જોતરાઈ હોય છે.
       તેમનામાં નેતૃત્વના ગુણ શરૂઆતથી જ હતા. તેઓ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન સાથે શરૂઆતથી જ જોડાયેલા રહ્યા. વર્ષ 1994 માં નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ બન્યા. એસ્ટેટના પ્રશ્નો હોય કે પછી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો હોય સરકારમાં અસરકારક રજુઆત અને હકારાત્મક પરિણામ સુધી પહોંચાડવાની તેમની કુનેહને લઈને ઉદ્યોગ આલમમાં અલગ સ્થાન જમાવ્યું. ખાસ તો કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં પર્યાવરણને લગતા પ્રશ્નો વિશેષ હોય છે. ખાસ તો કેમેસ્ટ્રીનું અને કેમિકલ ટેક્નોલોજીમાં તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. તેથી પ્રશ્નની અસરકારક રજુઆત કરવામાં જમા પાસું સાબિત થયું. નંદેસરી જ નહીં  પરંતુ બીજા એસ્ટેટના ઉદ્યોગકારો પણ તેમના પ્રશ્નોના ઉકેલ માટે તેમની સલાહ લેવા માટે આવે છે.
       નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કમિટીના સભ્યોના સહકારથી એસ્ટેટના વિકાસમાં સતત કાર્યશીલ રહ્યા. NIA દ્વારા તેમને આજીવન ચેરમેન બનાવાયા છે. જે એસ્ટેટ માટેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
        ગુજરાતમાં 1998માં TSDF સાઈટ નંદેસરી ખાતે કાર્યરત કરવામાં આવી. તે વખતે TSDF સાઈટ બનાવવાનો વિચાર નવો હતો. નંદેસરી તેમાં અગેસર હતું. નંદેસરી એન્વાયરમેન્ટ કંટ્રોલ લીમીટેડ (TFDS SITE )ના 1996 થી  ચેરમેન છે જે આજ પર્યન્ત ચેરમેન તરીકે કાર્યરત છે. TSDF સાઈટના વેસ્ટને સીમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં મોકલવાની શરૂઆત કરવામાં આવી. સમય જતા તેમાં પણ અનેક ટેકનીકલી બદલાવ કરવામાં આવ્યા. આજે એક મોડેલ TFDS સાઈટ તરીકે અગ્રેસર છે.   આગેવાનીના ગુણ  સાથે બાબુભાઇ પટેલ કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે 63 વર્ષનો લાંબો અનુભવ ધરાવે છે
        નંદેસરી એસ્ટેટમાં કાર્યરત 12 MLD ક્ષમતાના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1994 થી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. પ્લાન્ટનું નવી ટેકનોલોજી મુજબ સતત અપગ્રેડેશન કરવામાં તેમનું મહત્વનું યોગદાન છે. અત્યારે રિવર્સ ઓસ્મેસીસ (RO ) અને મીકેનીકલ વેપર રીકોમ્પ્રેસન (MVR ) દ્વારા ઝીરો  લીકવીડ ડીસ્ચાર્જ (ZLD) બનાવવાનો પ્રોજેક્ટ કાર્યરત છે તેનું નેતૃત્વ કરી રહ્યા છે.
         નંદેસરી ખાતે પોલ્યુશન એડવાઈઝરી કમિટીમાં 1987 થી ચેરમેન છે.
         તેઓએ વર્ષ 2009 થી 2011 દરમ્યાન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
પર્યાવરણ ક્ષેત્રે તેમના વિશાલ અનુભવને ધ્યાનમાં રાખીને
        ગુજરાત હાઇકોર્ટ દ્વારા જટિલ પર્યાવરણીય કેસોમાં સ્વતંત્ર તકનિકી નિષ્ણાતી અને માહિતી પૂરી પાડવા માટે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ ટેક્નોલોજી ટ્રાન્સફર (ICETT) દ્વારા આમંત્રિત થઈ GPCB અને પર્યાવરણ અને વન મંત્રાલય સાથે 1997 માં પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે જાપાન ગયેલા.
      કેમિકલ પ્રોસેસ દરમ્યાન નીકળતા પદાર્થોને કચરો (વેસ્ટ)કે ઉપઉત્પાદન (બાય પ્રોડક્ટ) તરીકે ઓળખવા માટે CPCB ફ્રેમવર્કની તકનિકી સમિતિમાં જીપીસીબી કમિટીમાં નિષ્ણાત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
      યુવાન જેવા ઉત્સાહથી અને જુસ્સાથી આજે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે. તેમને કાર્ય કરતા જોતા આપણામાં પણ અનન્ય ઉત્સાહ ઉભરી આવે તેવી તેમની આભા છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity