Home / News / News-1229

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૨૯ અને ૩૦ નવેમ્બરે મેગા કલેકશન કેમ્પ યોજાશે


Views: 357
  • Nov 26, 2025
  • Updated 11:43:13am IST
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૨૯ અને ૩૦ નવેમ્બરે મેગા કલેકશન  કેમ્પ યોજાશે
          ભરૂચ, બુધવાર:- ભરૂચ જિલ્લામાં હાલમાં મતદાર યાદી ખાસ સહાન સુધારણા (SIR) કાર્યક્રમ ચારી રહ્યો છે.
          મતદારોને મતદાર યાદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તા. ૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સમગ્ર જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ તથા નગરપાલિકા કચેરીઓ ખાતે મેગા કલેકશન કેમ્પ યોજવામાં આવશે.
          આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાનાં દરેક મતદારને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્થણાંતર, ફોટો અપડેટ તેમજ  અન્ય તમામ મતદાર સેવાઓનો લાભ મળી રહેશે. ખાસ કરીને તા.૦૧લી જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદાર તરીકે નોંધણીનો અવસર ઉપલબ્ધ રહેશે.
          ખાસ ઝૂંબેશના દિવસોમાં  તા. ૨૯ નવેમ્બર-૨૦૨૫ (શુક્રવાર) : બપોરે ૧૨:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક અને તા. ૩૦ નવેમ્બર-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન કામગીરી ચાલુ રહેશે. ગણતરી ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ ૪  નવેમ્બરથી ૪ ડિસેમ્બર- ૨૦૨૫ સુધીનો રહેશે.   ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૨૯ અને ૩૦ નવેમ્બરે મેગા કલેકશન  કેમ્પ યોજાશે
          આ કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન તા.૯ ડિસેમ્બર અને દાવા અને વાંધાની અવધિ ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી  ૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો રહેશે. નોટીસની સુનાવણી ૯ ડિસેમ્બર-૨૦૨૫થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રહેશે.
          ત્યારબાદ તા. ૭ ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન કરવામાં આવશે.
          ભરૂચ જિલ્લાના નાગરિકો પોતાના મતદાર ઓળખની વિગતો ચકાસવા તથા જરૂરી સુધારણાઓ કરવા માટે SIR અભિયાનનો લાભ લઈ શકે છે. વધુ સગવડતા માટે મતદાર સેવા પોર્ટલ voters.eci.gov.in પર “Book a call with BLO” વિકલ્પનો ઉપયોગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગતો માટે હેલ્પલાઇન : 1950 ઉપર મતદારો સંપર્ક કરી શકે છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity