અંકલેશ્વર એસ્ટેટમાં સંસ્કારદીપ વિદ્યાલયમાં ડી.એ. આનંદપુરા સાહેબની પ્રતિમા છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નામ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ગોવર્ધન હવેલીથી ગટ્ટુસ્કૂલ રોડ ડી.એ. આનંદપુરા રોડ છે. જયાબેન મોદી હોસ્પિટલમાં પણ તેમની પ્રતિમા છે. નવી પેઢી માટે આ નામ કુતુહલ સર્જી શકે છે કે ડી.એ. આનંદપુરા કોણ હતા. તેમણે અંકલેશ્વર એસ્ટેટ માટે શું કર્યું. તે વિષે માહિતી ભેગી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે તે ઘણું અધૂરું છે પરંતુ જેટલું મળ્યું તેટલું રજુ કર્યું છે.

ડી.એ. આનંદપુરા વર્ષ 1982 માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બન્યા. તેઓ 1993 સુધી એટલેકે એક દશકા કરતા વધારે સમયથી પ્રમુખ તરીકે રહ્યા.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તેઓ લાંબા સમય સુધી પ્રમુખ બની રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમનો સમય ઈન્ડસ્ટીઝના વિકાસનો સમય રહ્યો. સૌ પોતાની નવી સ્થાપેલ ઇન્ડસ્ટ્રીઝને સ્થાયી કરવામાં વ્યસ્ત હતા. એસ્ટેટમાં ઇન્ફ્રાસ્ટ્રચરને લઈને અનેક પ્રશ્નો હતા. ત્યારે અંકલેશ્વર એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રચર ક્ષેત્રે મજબૂત બને તેનો પાયો ડી.એ. આનંદપુરાએ નાખ્યો. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સ્થાપના ૧૯૭૦ ના અરસામાં થઈ હતી. આ એસ્ટેટને વિકસાવવામાં જે મુશ્કેલીઓ આવી તે અંકલેશ્વર એસ્ટેટમાં સુધારવા પ્રયાસ કરાયા. આનો સીધો લાભ અંકલેશ્વર એસ્ટેટને મળ્યો. જે આજે સ્પષ્ટ જોઈ શકાય છે. આને લઈને કોલોનીની શાળા, હોસ્પિટલ, મંદિર, રમતગમતનું મેદાન, કોમ્યુનિટી પ્લોટ વગેરેનું પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું. એન. કે. નાવાડીયા વર્ષ 1987 થી 1993 સુધી તેમની સાથે સેક્રેટરી તરીકે રહ્યા. તેમજ તેઓ 1997 થી 2001 દરમ્યાન પ્રમુખ રહ્યા. ડી.એ. આનંદપુરા સાથે બહુ નજીકથી બહુ લાંબા સમય સુધી કાર્ય કરવાને લઈને તેમના વ્યક્તવ્યમાં તેઓ તેમનો જરૂર ઉલ્લેખ કરે છે. તેનું સંકલન કરીને આ લેખ બનાવવા પ્રયાસ કરાયો છે.
ડાહ્યાભાઈ આનંદપુરાનો જન્મ ૨૦ જાન્યુઆરી ૧૯૩૭ ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામે થયો હતો. તેમના પિતાનું નામ અમૃતલાલ આણંદપુરા અને માતાનું નામ દિવાળીબેન હતું. તેમના પિતા ગામમાં કાપડ અને તેજાનાના વ્યાપારી હતા.
તેમણે પ્રાથમિક શિક્ષણ ધંધુસર ગામમાં લીધું. જ્યારે આગળનો અભ્યાસ નજીકના જૂનાગઢ ખાતે બોર્ડિંગમાં રહીને કર્યો. ત્યાં તેઓ બોર્ડિંગમાં ટ્રસ્ટી તરીકે કામ કરતા વકીલ ફુલચંદભાઈ મંડળિયાના સંપર્કમાં આવ્યા. તેઓ ગાંધીજીના ચૂસ્ત અનુયાયી હતા. તેમના દ્વારા સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીના આદર્શની વાતો સાંભળવા મળતી. તેથી માનવસેવા સમાજસેવા કરવાની તેમની ઈચ્છા પ્રબળ બની હતી.
૧૯૫૨ માં ગ્રામ વિકાસ યોજનામાં સરકારી નોકરી મળી. સૌ પ્રથમ માણાવદર, કેશોદ, વંથલીમાં નોકરીની શરૂઆત કરી. ૧૯૫૩ થી ૧૯૬૦ સુધી તત્કાલીન વિકાસ અધિકારી અનિલભાઈ શાહ (ગુરુ સમાન) અને કલેકટર એમ. યુ. શાહ સાથે કામ કરતા લોકસેવા અને લોકલક્ષી કામો કરવાની તાલીમ મળી.
૧૯૬૫ થી ૧૯૭૦ દરમ્યાન કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મામલતદાર તરીકે બઢતી થઈ. આ સમય દરમ્યાન પાકિસ્તાન સામે ૧૯૬૫ નું યુદ્ધ થયું. આ તાલુકો સરહદ પર હોઈ લડાઈ વખતે કરવાના હોય તેવા કેટલાક કાર્યો કરવાની તક મળી. કચ્છમાં દુકાળ વખતે લોકો સાથે લોકો વચ્ચે રહી કામ કર્યું. આ સમય દરમ્યાન તેમના લોકોપયોગી કામને લઈને ખૂબ લોકપ્રિય થયા.
વર્ષ ૧૯૭૦ થી ૧૯૭૮ દરમ્યાન જી. આઈ.ડી.સી. માં મદદનીશ વહીવટી અધિકારી તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં ઔધોગીક વિકાસની શરૂઆત થઈ રહી હતી. આ સમય દરમ્યાન મનુભાઈ શાહ, ભાઈલાલભાઈ કોન્ટ્રાકટર, જશવંતભાઈ મેહતા, એચ.આર. પાટણકર જેવા મહાનુભાવો સાથે કામ કરવાનો મોકો મળ્યો. જે અનુભવ ઘણો ઉપયોગી સાબિત થયો.
ડી.એ. આનંદપુરા ત્યારપછી સરકારી નોકરી છોડીને UPL ગ્રુપ સાથે જોડાયા.તેઓ અંકલેશ્વરના વિકાસમાં ખુબ ઊંડાણથી રસ લીધો. તેઓએ અંકલેશ્વર એસ્ટેટના એક પછી એક વિકાસના પ્રોજેક્ટો હાથ પર લીધા અને સરકારી કચેરીઓમાં કુનેહ પૂર્વક કામ લઈને પ્રોજેક્ટો પૂર્ણ કર્યા. તેમને ભરૂચના તત્કાલીન સાંસદ અહમદભાઈ પટેલનો જબરજસ્ત સહકાર મળ્યો. તે દિવસોમાં કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ ખીલેલો હતો અને અહેમદભાઈ પટેલનો બોલ ટાળવો અશક્ય હતો. અહમદભાઈ પટેલે પણ એસ્ટેટના વિકાસમાં ખુબ જ રસ લીધો. તેમને ઉદ્યોગકરો અને એસ્ટેટના પ્રશ્નો નિવારવા સતત પ્રયત્નશીલ રહ્યા. ડી.એ. આનંદપુરા કલાત્મક ચિત્ર દોરતા અને એહમદભાઈ તેમાં રંગ પૂરતા. ચિત્ર ખીલી ઉઠતું. આજે જે પ્રોજેક્ટો નજર સમક્ષ દેખાય છે તે તેમના વિચારોની દેન છે.
તમે જે કામ કરતા હોય તે તમને ગમતું હોય, તો તે કામ ખુબજ નિખરી ઉઠે છે. જમીન સંપાદન, સાથે સાથે વિકાસ અંગેનું આયોજન, ઉધોગો સાથેનું સંકલન, પ્લાનિંગ, અમલીકરણ વગેરે થકી જી.આઈ.ડી.સી. ની કાર્યપદ્ધતિથી વાકેફ રહીને કેટલીક જટીલ પદ્ધતિઓને સરળ બનાવવામાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો.
અત્યારે જે જયાબેન મોદી હોસ્પિટલ છે તે પહેલા માનવ મંદિરની સામે એક ત્રણ રૂમના મકાનમાં કાર્યરત કરવામાં આવી હતી. કામદાર અને કર્મચારીઓના આરોગ્યને લઈને તેને કાર્યરત કરાઈ હતી. કંપનીમાં કામ કરતા કમર્ચારીઓના કુટુંબના સ્વાસ્થ્યની તેમાં ચિંતા હતી. તેનું શરૂઆતનું નામ જીઆઇડીસી ડિસ્પેન્સરી હતું. એન .કે. નાવડીયાએ એક વ્યક્તવ્યમાં કહ્યું હતું કે તેની ઉપર બોર્ડ લગાવેલ હતું કે ' અમે કામદારોની પત્નીને ખાતરી આપીએ છીએ કે તમે અકાળે વિધવા નહી થાઓ ' જે તેનો ઉદ્દેશ વ્યક્ત કરે છે. 1996 ની આસપાસ 100 બેડની જયાબેન મોદી હોસ્પીટલ બનાવવામાં આવી. એન.કે. નાવડીયા 1987 થી 1993 દરમ્યાન સેક્રેટરી તરીકે તેમની સાથે રહ્યા. તેમનું કહેવું હતું કે તેઓ અમુક વખતે એવી વાત કરતા કે આપણા સમજની બહાર હોય. પરંતુ અમને વિશ્વાસ હતો કે તેઓ જે કરશે તે એસ્ટેટના ભલા માટે કરશે. અમે તેમને અનુસરતા.
શરૂઆતના દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝને બહારથી ટેકનોક્રાફટો લાવવા પડતા તેમના કુટુંબોના રહેવાનો અને બાળકોના ભણવાનો પ્રશ્ન હતો. એટલે કોલોનીનું નિર્માણ કાર્ય શરુ કરાયું. તેમાં સંસ્કારદીપ સ્કૂલ કાર્યરત કરાઈ. શરૂઆતમાં સ્કૂલ એક મકાનમાં શરુ કરવામાં આવી હતી. તેમાં શિક્ષકો પણ સેવા ભાવનાથી જોડાયા હતા. તેમને સ્કૂલ પોતીકી ગણીને ચલાવી હતી. શરૂઆતમાં ખુબ જ આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ શુભની શક્તિમાં વિશ્વાસ પર બધું પાર પડ્યું. આજે શાળા રાજ્યની અગ્રગણ્ય શાળાઓમાંની એક ગણાય છે. ગટ્ટુ સ્કૂલ પણ તે રીતે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાઈ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
અંકલેશ્વર એસ્ટેટ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની માંગણી કરવામાં આવી.તે વખતના જીઆઈડીસીના ચેરમેન પુરુષોત્તમ રૂપાલા હતા તેમને જણાવ્યું હતું કે જમીન તો આપીએ પરંતુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખર્ચો કેવી રીતે ઉપાડશો. તો તેમને તે વ્યવસ્થા કરી લેશે તેમ વિશ્વાસ સાથે કહ્યું હતું. ચેરમેને તેમને એક વખત ફરી વિચારવા જણાવ્યું હતું. તેમને મક્કમતા બતાવી હતી. અંકલેશ્વર એસ્ટેટની ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ વ્યક્ત કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેટ્સ પોતાને હસ્તક રાખ્યું હતું. આજે સુંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ શકાય છે. અને તેથી જ તેમના નામ ઉપરથી સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નામ ડી.એ. આનંદપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવામાં આવ્યું છે.
મેં 2000 ની સાલમાં અંકલેશ્વરમાં પત્રકાર તરીકે કાર્ય શરુ કર્યું હતું. મને તેમને મળવાનો થોડો મોકો મળ્યો હતો. તેઓ મોબાઈલ એજ્યુકેશન વાન નો પ્રોજેક્ટ વિષે માહિતી આપવા અમને બોલાવ્યા હતા. તે વખતે તેમને જણાવ્યું હતું કે આ વેન આસપાસના ગામડાઓની સ્કૂલોમાં જશે અને વિવિધ સાધનો વડે તેમને મનોરંજન સાથે જ્ઞાન મળી રહે તે રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. આ વેન આજે પણ ચાલે છે આજે તેનો વ્યાપ અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડીયા તાલુકા સુધી વિસ્તર્યો છે. ત્રણેય તાલુકાના બાળકોને તેનો લાભ મળે છે. પ્રોજેક્ટ સ્થાપ્યા પછી તેને ચલાવવો અને કાર્યવિન્ત રાખવો પણ એક મોટો પડકાર હોય છે.
અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (AEPS ) ની સ્થાપના તેમને તેઓ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે કરી હતી. પર્યાવરણ રક્ષા માટે ઇન્ડસ્ટ્રીઝ તરફથી સ્થપાયેલ આ પ્રકારની પ્રથમ સંસ્થા હતી. તે વખતે પર્યાવરણ માટે જાગૃતિનો અભાવ હતો તે સમયે તેમને આ સંસ્થાનો પાયો નાખ્યો હતો.1988-89 માં જયારે AEPS નું બંધારણ લખ્યું તેમાં તેમની દૂરદર્શિતા દેખાઈ આવે છે. અંકલેશ્વર એસ્ટેટ અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણની જાણવણી માટે તેમને એસ્ટેટમાં 10 લાખ વૃક્ષો ઉગાડવાનું ધ્યેય રાખ્યું હતું. આજે 3.5 લાખ જેટલા વૃક્ષો છે. હજુ ઘણી મંજિલ કાપવાની છે. તેમણે AEPS ના બંધારણમાં જે મુદ્દાઓ લખ્યા હતા તે 1988 માં લખ્યા હતા. જયારે એન્વાયરમેન્ટ માટે કોઈ જાગૃકતા ન હતી. ખુલ્લી ગટરોમાં એફ્લુઅન્ટ છોડવામાં આવતું હતું અને સોલિડ હઝાર્ડ વેસ્ટ જ્યાં મન ફાવે ત્યાં નિકાલ કરતો હતો. ત્યારે તેમને એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલિડ હેઝાર્ડસ વેસ્ટ સાઈટ સ્થાપવાની વાત કરી હતી. ત્યારપછી દસકા પછી તે વાસ્તવિકતા બની હતી. 1997માં હાઇકોર્ટ દ્વારા ટકોર કરતા આ દિશામાં કામ થયા. સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટીઝ માટે કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટ માટે સર્વે કરી ETL ની સ્થાપનામાં પણ AEPS નો તેમનો મહત્વનો ફાળો હતો. તેમજ સોલિડ હઝાર્ડસ વેસ્ટ ના નિકાલ માટે તેમને BEIL ની સ્થાપનામાં પણ તેમના વિચારોનો પાયો હતો. તેના સર્વેમાં AEPS ફાળો હતો.
શરૂઆતમાં AIA પાસે કોન્ફ્રન્સ હોલ ન હોવાથી મોટાભાગની મિટિંગો UPL કોન્ફ્રન્સ હોલ ખાતે થતી. તેઓ UPL નું પ્રતિનિધિત્વ કરતા હતા. UPL નો દબદબો સરકારમાં અને સ્થાનિક લેવલે તે વખતે પણ હતો અને આજે પણ છે, જેને તેમના વ્યક્તિત્વને નિખારવામાં એક કેટલિસ્ટનો ભાગ ભજવ્યો.
| 20/01/1937 |
: જન્મ |
ધંધુસર, જિ. જૂનાગઢ |
| 1941-1946 |
: પ્રાથમિક અભ્યાસ |
ધંધુસર, જિ. જૂનાગઢ |
| 1946-1948 |
: મિડલ સ્કૂલ અભ્યાસ (બોર્ડિંગમાં) હોસ્ટેલ |
જૂનાગઢ |
| 1949-1952 |
: હાઈસ્કૂલ અભ્યાસ |
જૂનાગઢ |
| 1953 |
: મેટ્રિક |
જૂનાગઢ |
| 1/12/53-25/3/45 |
:ખેતીવાડી સ્ટોકમેન |
----- |
| 26/3/54-7/3/55 |
: જુનીયર કલાર્ક-વિકાસઘટક કચેરી
- જિલ્લા વિકાસ અધિકારી કચેરી
|
માણાવદર
જૂનાગઢ |
| 8/3/55-13/1/56 |
:સિનીયર ક્લાર્ક-વિકાસ કેન્દ્રવહીવટીઅધિકારી કચેરી
|
જૂનાગઢ |
| 14/1/56-30/4/60 |
: હિસાબનિશ - વિકાસ કેન્દ્રવહીવટીઅધિકારી કચેરી
|
જૂનાગઢ |
| 01/2/1960 |
: લગ્ન |
જૂનાગઢ |
| 1960-1961 |
: રેવન્યુ ક્વોલીફાફાઇંગ એક્ઝામ |
---- |
| 30/4/60-4/5/61 |
: સીનીયર અવલ કારકૂન (વસ્તી ગણત્રી) - કલેક્ટર ઓફીસ |
જૂનાગઢ |
| 5/5/61-15/7/62 |
: શિરસ્તદાર અવલકારકૂન – મદદનીશકલેક્ટર ઓફીસ |
વેરાવળ |
| 16/7/62-3/3/63 |
: આસિસ્ટન્ટ ચીટનીશ- કલેક્ટર ઓફીસ |
રાજકોટ |
| 1963 |
: બી. એ. અર્થશાસ્ત્ર |
---- |
| 4/3/63-4/2/65 |
: હેક ક્લાર્ક ઓડીએટશન એન્ડ સ્ટડી સેન્ટર |
જૂનાગઢ |
| 5/2/65-25/5/70 |
: મામલતદાર |
નખત્રાણા, જિ. કચ્છ |
| 26///70-21/12/78 |
: જીઆડીસીમાં વિવિધ હોદ્દાઓ
વિવિધ સમયે નિવૃત્તિ સમયે નાયબ મુખ્ય વહીવટી અધિકારી |
અમદાવાદ |
| 1979-1983 |
: જનરલ મેનેજર - મે. યુનાઇટેડ ફોસ્ફરસ પ્રા.લી. |
અંકલેશ્વર |
| 1983-1990 |
: પોતાના ઉધોગો સ્થાપ્યા અને મુખ્ય કાર્યભાર સાંભળ્યો |
|
| |
:મે. રઘૂવીર ટેકયુરાઈઝર્સ પ્રા. લી. |
અંકલેશ્વર |
| |
: મે. સૂયનંદન ટેકયુરાઈઝર્સ પ્રા. લી. |
વાલીયા |
| |
: મે. જોરા ફાર્મા પ્રા. લી |
વાલીયા |
| |
: મે. ભાસ્કર પ્લાસ્ટીક્સ પ્રા. લી |
વાલીયા |
| 1983થી જીવન પર્યન્ત |
: ડાયરેક્ટર યુનાઈટેડ ફોસ્ફરસ પ્રા. લી. |
|
આ ઉપરાંત નીચેની કંપનીઓ અને સંસ્થાઓમાં જુદા જુદા સમયે ડાયરેક્ટર તરીકે કામ કર્યું
| 1988-1993 |
: સ્ટેટ બેંક ઓફ સોરાષ્ટ્ર |
ભાવનગર |
| |
વિશાલ મેલિએબલ્સ લી. |
અંકલેશ્વર |
| |
એન્વાયરો ટેક્નોલોજી લી. |
અંકલેશ્વર |
| |
ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. |
અંકલેશ્વર |
| |
ભરૂચ ઇકો - એક્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. |
અંકલેશ્વર |
| |
ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લી. |
વટારીયા |
| 4/11/2003 |
નિધન |
અંકલેશ્વર |
શ્રી ડાહ્યાભાઈ અ. આણદપુરનાં જાહેર કાર્યો /પ્રવૃતિઓની ઝલક
| ક્રમ |
નામ |
સંસ્થા વિસ્તાર |
પ્રવુતિ |
હોદ્દો |
સમયગાળો |
| 01. |
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન |
જીઆઇડીસી અંકલેશ્વર |
ઔધોગીક એકમોનો વિકાસ |
ઉપપ્રમુખ
પ્રમુખ |
1980-1982
1982-1992 |
| 02. |
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી |
અંકલેશ્વર તથા ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામો |
આરોગ્ય
કેળવણી
રમત-ગમત |
સ્થાપક ટ્રસ્ટી માનદ્ સેક્રેટરી |
1985-1886
1986-2003 |
| 03. |
સેવા-રૂરલ ઝગડીયા |
ભરૂચ જીલ્લો |
આરોગ્ય,
ગ્રામવિકાસ,
કેળવણી |
ટ્રસ્ટી
મેને. ટ્રસ્ટી |
1982-1993
1993-2003 |
| 04. |
શારદા મહિલા વિકાસ સોસાયટી |
ઝગડિયા તાલુકો |
મહિલા વિકાસ |
સભ્ય - નિયામક મંડળ |
2002-2003 |
| 05. |
સંસ્કારદીપ ટ્રસ્ટ |
જીઆઇડીસી અંકલેશ્વર |
કેળવણી
|
ચેરમેન |
1991-2003 |
| 06. |
અંકલેશ્વર એન્વાયરમેન્ટ
પ્રિઝર્વેશન સોસાયટી |
જીઆઈડીસી
અંકલેશ્વર |
ઉદ્યોગોના પર્યાવરણ
અને સલામતી |
ચેરમેન |
1985-2003 |
07.
|
ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ
એસોસીએશન |
ગુજરાત
|
ગુજરાતના ઉદ્યોગોના
પ્રશ્નોની સંરકારમાં
એસોસીએશન
રજુઆત અને નિરાકરણ |
પ્રમુખ
|
1990-1992
|
| 08. |
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર |
ગુજરાત |
કુદરતી સંશોધનોની વિકાસમાં સમર્થન |
ટ્રસ્ટી
|
1994-2003
|
| 09. |
માનવ મંદિર ટ્રસ્ટ |
જીઆઈડીસી
અંકલેશ્વર |
ધાર્મિક પ્રવૃતિઓ |
ટ્રસ્ટી
|
1985-2003 |
| 10. |
ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશન |
ભરૂચ જીલ્લો |
ઉદ્યોગોમાં મેનેજમેન્ટનિપુણતામાં વધારો |
સ્થાપક સભ્ય |
1984-2003 |
| 11. |
ધ વ્હાઈટ ઇગલ્સ એજ્યુકેશનસોસાયટી |
કચ્છ જિલ્લો |
કેળવણી
|
સ્થાપક સભ્ય |
|
| 12. |
સાંસ્કૃનિક વિકાસ મંડળ |
અંકલેશ્વર |
રમતગમત, જીમખાના |
માનદ્દ સેક્રેટરી |
1992-2003 |
| 13. |
પગુથણ પાવર પ્લાન્ટ સોશ્યલ ડેવલપમેન્ટ |
ભરૂચ જીલ્લો |
ગ્રામવિકાસ કેળવણી |
ટ્રસ્ટી
|
2000-2003 |
| 14. |
ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટી |
વેસ્ટર્ન રેલ્વે વડોદરા ઝોન |
રેલ્વેના પ્રશ્નોના નિરાકરણ |
સભ્ય |
1996-1998 |
| 15. |
ટેલીકોમ એડવાઈઝરીક્મીટી |
ગુજરાત સર્કલ |
ટેલીકોમનાંપ્રશ્નોનાં નિરાકરણ |
સભ્ય |
1992-1994 |
| 16. |
પબ્લીક ગ્રીવન્સ કમીટી સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ |
બરોડા સર્કલ |
ઉદ્યોગોના એકસાઈઝ
અને કસ્ટમના પ્રશ્નોના
રજૂઆત અને નિરાકરણ |
સભ્ય |
1991-1992 |
| 17. |
નર્મદા કોલેજ |
ભરૂચ |
ઉચ્ચ કેળવણી |
ટ્રસ્ટી |
|
| 18. |
ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરલીકમીશન |
ગુજરાત |
વિદ્યુત ઊર્જાનાંપ્રશ્નોનાં નિરાકરણ |
સભ્ય |
|
આ ઉપરાંત નીચેની સંસ્થાઓમાં કોઈપણ હોદ્દો ધરાવતા ન હોવા છતાં તે સંસ્થાઓની પ્રવૃતિઓ અને પ્રશ્નોનાં નિરાકરણમાં લાંબા સમયથી અને ધનિષ્ટતાથી સંકળાયેલા હતા.
- ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન
- પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એશોસીએશન
- રોટલી કલબ ઓફ અંકલેશ્વર
- અંકલેશ્વર જેસીસ
- લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઈન્ડ.એરીયા
- શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વડોદરા
- પેન્ટાગોન ચેરીટેબલ ફાઉન્ડેશન, મુંબઈ
- શ્રુજન, ભૂજોડી, કચ્છ
- વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટેકનીકલ ઈન્સ્ટીટ્યૂટ, માંડવી, કચ્છ
- જીઆઇડીસી સાંસ્કૃતિક માંડળ, અંકલેશ્વર