Home / News / News-1221

ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર પરિસંવાદ યોજાયો.


Views: 565
  • Sep 21, 2025
  • Updated 04:09:10am IST
ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર  પરિસંવાદ યોજાયો.
 તારીખ 20ના સપ્ટેમ્બર 2025 ના રોજ  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કોર્પોરેટ અફેર્સ ગ્રુપ ગુજરાત (CAG) દ્વારા તેની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  “ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર” વિષય ઉપર વિવિધ વિષય નિષ્ણાતોએ પોતાના પ્રવચન આપ્યા હતા અને વિચારો રજુ કાર્ય હતા. . આ કાર્યક્રમમાં   – કન્સ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચના ચેરમેન ડૉ. સુનીલ પારેખ,  તેમજ અરવિંદ લિમિટેડ, અમદાવાદના સીઈઓ ડૉ. પરમ શાહ પોતાના વ્યક્તવ્ય આપ્યા હતા.
  ડૉ. સુનીલ પારેખે  કોર્પોરેટ અફેર્સ ની કંપનીમાં અને સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યના પડકારો  અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ. પરમ શાહે
 ભારત તેમજ  વૈશ્વિક સ્તરે  વૈશ્વિક બદલાવ અને તેના પડકારોના સંદર્ભમાં કોર્પોરેટ અફેર્સ ની ભૂમિકા વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તે વિષય પર  ગહન મનોનંથનયુક્ત પોતાના વિચારો વ્યક્ત કર્યા  હતા.ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર  પરિસંવાદ યોજાયો.
    આ સંવાદમાં કોર્પોરેટ અફેર્સ ગ્રૂપમાંથી  આશિષ દેસાઈ-નિરમા ગ્રૂપ,  હર્ષદ બ્રહ્મભટ્ટ- ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી,  જયેશ ગજ્જર- રીલાયન્સ ગ્રૂપ, દીપક અસરાની- ટોરેન્ટ ગ્રૂપ તથા નિર્મલસિંહ યાદવ- દિપક ગ્રૂપ દ્વારા વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા અને કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં   કામેન્દુભાઈ જોશી – કામેન્દુ જોશી & એસોસિયેટ દ્વારા  સ્વાગત પ્રવચનમાં આ ગ્રૂપની કાર્યપદ્ધતિ અને ભવિષ્યના કાર્યો માટેની રૂપરેખાની  વિગતવાર માહિતી આપી હતી. આ કોન્ફરન્સનું સફળ આયોજન અને સંચાલન  દશરથભાઈ પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા – વેલસ્પન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ અને એએમએ અંગેની માહિતી એઝિક્યુટિવ ડિરેક્ટર  ઉનમેશ દીક્ષિતએ આપી હતી.
   આ કાર્યક્રમમાં ગુજરાતની તમામ મોટી કંપનીઓના કોર્પોરેટ અફેર્સ, પબ્લિક રિલેશન તેમજ કોર્પોરેટ લાયઝનિંગ વિભાગમાં કાર્યરત 120 થી વધુ કંપનીના અધિકારીઓ, નિવૃત્ત સરકારી અધિકારીઓ અને નામાંકિત કન્સલ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારની કોન્ફરન્સ દેશમાં માત્ર દિલ્હી, કોલકાતા અને અમદાવાદમાં જ યોજાય છે. આ કાર્યક્રમમાં કંપનીઓને લગતી કોર્પોરેટ અફેર્સ, પબ્લિક રિલેશન્સ અને લાયઝનિંગ જેવી કામગીરી અંગે, કંપની અને સરકારના વિવિધ વિભાગો સાથેના સમન્વય સાથે કામગીરીની વિસ્તૃત ચર્ચા તેમજ અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના  આયોજનમાં અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન સંસ્થા તરફથી ખૂબ જ સહકાર મળ્યો હતો.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity