Home / News / News-1219

એસ્ટેટના પર્યાવરણના પ્રશ્નો ઉકેલવામાં AEPS એ કી રોલ ભજવ્યો છે: એન. કે. નવાડીયા


Views: 613
  • Sep 03, 2025
  • Updated 08:27:40am IST
એસ્ટેટના પર્યાવરણના પ્રશ્નો ઉકેલવામાં AEPS એ કી રોલ ભજવ્યો છે: એન. કે. નવાડીયા
      એન.કે. નાવડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે GIDC દ્વારા અંકલેશ્વરનું એસ્ટેટ કાર્યરત કરાયા પછી પ્રથમ તો ઇન્ફ્રાસ્ટ્રચરને લગતા પ્રશ્નો ઉપર ધ્યાન કેદ્રિત કરાયું હતું. સરકાર ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા માંગતી હતી. બહારના રાજ્યના અને વિદેશના ઉદ્યોગકારો ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપે તે માટે શું કરવું તે માટે પ્રયત્નશીલ હતી. કારણકે વધારે ઉદ્યોગો લાવીને રોજગારીનો પણ પ્રશ્ન હાલ કરવાનું પણ ધ્યેય હતું. આ માટે બ્રાન્ડ એમ્બેસેન્ટર કોણ બને તે માટે પ્રયત્નશીલ હતા. આ માટે જેમણે  ઉદ્યોગો સ્થાપ્યા છે તે જ સારા એમ્બેસેન્ટર બની શકે તે વાત સ્વાભાવિક છે. કારણકે તે જ જણાવી શકે કે અહીં ઉદ્યોગો સ્થાપો અહીં વાતાવરણ ઉદ્યોગો માટે સારું છે. સરકારે ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું.
     એસ્ટેટમાં 1978 માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (AIA) ની સ્થાપના થઇ. આપણા ઉદ્યોગકારોએ  ઉધોગો સાથે સામાજિક જવાબદારી પ્રત્યે પણ ધ્યાન આપ્યું. સ્વામી વિવેકાનંદનું વાક્ય EVERY HUMAN BEING POTENTIAL OF MAN KIND. દરેક મનુષ્યમાં દિવ્યતાના ગુણ  રહેલા છે. આ ભાવનાથી ભેગા મળી કોલોનીની બનાવી. ડી.એ. આનંદપુરાએ આ કામ કર્યું. તેમને GIDC અને સરકારમાં અધિકારી તરીકે લાંબો  સમય કામ કાર્ય પછી UPL માં જોડાયા. 1982-83 માં ઉદ્યોગો માટે પર્યાવરણ નહીં પરંતુ ઉદ્યોગને કઈ રીતે ટકાવી રાખવો તે મોટો પ્રશ્ન હતો.
     ડી. એ. આનંદપુરા ઘણી વખત એવી વાતો કરતા કે આપણને પણ સમજાય નહિ. પરંતુ તેઓ જે કરશે તે સારા માટે કરશે. તેવી શ્રદ્ધા હતી. તેવો અમને પાક્કો વિશ્વાસ હતો. તેથી અમે તેમની દરેક વાત સ્વીકારતા.
     AEPS ઇન્સ્ટિટ્યૂટ હતી. તેને ફક્ત ઉદ્યોગોના પ્રશ્નો જ નહિ પરંતુ સ્થાનિક લોકોના પ્રશ્નોના ઉકેલ માટે પણ કાર્ય કર્યું. સ્થાનીક કક્ષાએ વોટર લોવિંગનો (પાણીના ભરાવા) નો  પ્રશ્ન હતો. વોટર સેલિનિટી (પાણીની વધતી ખારાશનો) નો પ્રશ્ન હતો. ત્યારેતો AIA માં કોન્ફ્રન્સ હોલ હતો નહીં એટલે UPL ના કોન્ફરન્સ હોલમાં બેસીને સ્થાનિક અને પર્યાવરણ માટે ગામલોકોને અને પર્યાવરણવાદીઓ સાથે મળીને સતત ચર્ચાઓ કરીને એવું નક્કી કર્યું કે નર્મદા નદીને આપણે ચોખ્ખી અને પવિત્ર રાખવી. પ્રદુષિત પાણીનું ટીપું પણ નર્મદા નદીમાં ના જવું જોઈએ. ત્યારપછી પાઈપલાઈન પ્રોજેક્ટ વિષે કાર્ય શરુ થયું. જેમાં પાનોલી અને ઝઘડીયા પણ જોડાયા. એક પાણીનું ટેન્કર 10 કિલોમીટર દૂરથી લાવવું હોય તો 2500 રૂપિયા જેટલો ચાર્જ થાય છે, જયારે  એફ્લુઅન્ટનું 10 કેએલ ટેન્કરના  NCT ફક્ત 600 રૂપિયા ચાર્જ કરે છે તે પણ 55 કિલોમીટરના અંતર માટે. આપણે નર્મદા ક્લીન ટેકની સ્થાપના કરી.
    એસ્ટેટના પર્યાવરણના પ્રશ્નો ઉકેલવામાં AEPS એ કી રોલ ભજવ્યો છે: એન. કે. નવાડીયા 1982-83 માં જયારે AEPS નું બંધારણ લખ્યું તેમાં તેમની દૂરદર્શિતા દેખાઈ આવે છે. તેમને એસ્ટેટમાં 10 લાખ વૃક્ષો ઉગાડવાનું ધ્યેય રાખ્યું હતું. આજે સર્વેમાં સાડા ચાર લાખ વૃક્ષો કોવાની માહિતી આપી હતી. જયારે એસ્ટેટમાં 46 ટકા ગ્રીન કેનોપી હોવાનું સર્વેમાં જણાવ્યું હતું.
ETL ની સ્થાપનામાં અને સોલિડ હેઝાર્ડસ વેસ્ટની સ્થાપનામાં AEPS નો કી રોલ રહ્યો છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity