અશોક પંજવાણી એ જણાવ્યું હતું કે AEPS (અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી) સાથે હું પહેલેથી જોડાયેલ છું. ડી. એ. આનંદપુરા સાથે કામ કરતા આસંસ્થાનો હું સેક્રેટરી અને પ્રમુખ રહી ચૂક્યો છું. આનંદપુરા સાહેબ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે.
દરરોજ ઉંમર વધતી જાય છે અને એવું અનુભવાય છે કે મારું જ્ઞાન કેટલું ઓછું છે. દરરોજ નવું નવું શીખવા પ્રયાસ કરતા રહીએ છીએ. દરેક વ્યક્તિએ સતત નવું શીખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
હું 1972 માં IIT બોમ્બે થી કેમિકલ એન્જિનિરીંગમાં ગ્રેજ્યુએટ થયો. હું 1974માં ઘરડા ઇન્સેકટીસાઇડ લિમિટેડ (GIL ) માં જોડાયો. ૧૯૭૭ માં અંકલેશ્વર આવ્યો. ૧૯૮૪ માં કુટુંબ સાથે અંકલેશ્વર સ્થાયી થયો.
અંકલેશ્વરમાં આવેલ ઘરડા ઇન્સેકટીસાઇડ લિમિટેડ (GIL ) ના પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરી. જેમાં એફલૂઆંટ પ્લાન્ટ પણ ડિઝાઇન કર્યો અને એક નાનું એન્સિનિયરેટર પણ હતું. ત્યારે પણ પર્યાવરણ પ્રત્યેની જાગૃકતા ડો. ઘરડા મા હતી. દૂરંદેશી પણ હતી.
૧૯૮૯ માં હું યુપીએલમાં જોડાયો. જેમાં ફોસ્ફરસ પ્લાન્ટ હતો. તે વખતે રાત્રે ગૅસની ફરિયાદોના ફોન આવતા હતા. પર્યાવરણના બહુ પ્રશ્નો હતા. ખાસ કરીને વાયુ પ્રદૂષણના પ્રશ્નો હતા. ત્યારપછી યુપીએલ ૧,૨,૩,૪,પ્લાન્ટ સ્થાપ્યા. ઝઘડીયા એસ્ટેટમાં પણ પ્લાન્ટ સ્થપાયો. અત્યારે કંપની ૫૦,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. આગળ જતા કંપનીએ પર્યાવરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેમાં ભરૂચ એન્વિરો ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ (BEIL ), એન્વિરો ટેક્નોલોજી લિમિટેડ (ETL), કેરાલા એન્વિરો ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ, શિવાલિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ, BEIL રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડમાં કાર્ય કર્યું. UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી કાર્યરત છે. તેમજ નર્મદા ક્લીન ટેક (NCT) માં તેમજ અંકલેશ્વર રિસર્ચ એન્ડ એનાલિટિકલ ઇન્ફ્રાસ્ટક્ચર લિમિટેડમાં ડાયરેક્ટરઃ તરીકે કાર્ય કર્યું.
હું જિંદગીની સફરમાં ત્રણ ઈ ને આગળ રાખીને ચાલુ છું. જેમાં એન્વાયરમેન્ટ, એનર્જી અને એજ્યુકેશન. વિદ્યાબાલનના પ્રખ્યાત ગીત એન્ટરટાયમેન્ટ, એન્ટરટાયમેન્ટ અને એન્ટરટાયમેન્ટ છે. તેવી રીતે મારા જીવનમાં એન્વાયરમેન્ટ , એનર્જી અને એજ્યુકેશન છે.
હું મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવું છું. ઘણી વખત સ્કૂલ ફી ભરવાની પણ તકલીફ પડતી. કોલેજમાં પ્રોફેસર એમ. એમ. શર્માએ એથિક્સ (નીતિશાસ્ત્ર ) ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગમે તેવી આધુનિક ટેક્નોલોજી આવે પરંતુ કેમિકલ તેના બેઝીક ગુણ છોડતું નથી. કેમિકલના પ્રેશર ડ્રોપ, હિટ ટ્રાન્સફર જેવા ગુણ બદલાશે નહીં. તેવી રીતે આપણે પણ ગમે તેવી સ્થિતિ આવે, આપણી નીતિ છોડાવી જોઈએ નહીં.
કેમિકલ પ્રોસેસમાં મટીરીયલ બેલેન્સની બાબતમાં કહેતા કે જેટલું નાખો તેટલું બહાર આવવું જોઈએ. તેનો બરાબર હિસાબ રાખવો જોઈએ. એક એક કિલોનો હિસાબ રાખવો જોઈએ.
ઘરડા કેમિકલમાં ડો.ઘરડા કહેતા કે તમે સારા એન્જિનિયરિંગ ડિઝાઈનર છો. પરંતુ પ્લાન્ટ નિષ્ફળ જવાની20 ટકા શક્યતા પણ હોય છે. તેઓ હંમેશા કહેતા કે તમારો એક પ્લાન નિષ્ફળ જાય તો પ્લાન બી તૈયાર હોવો જોઈએ. તેઓ પ્રથમ ૧૦૦ ટન, ૨૦૦, ૩૦૦, ૪૦૦ એમ આગળ વધવા જણાવતા. તેમાં કઈ રીતે ડિઝાઇન કરી આગળ વધવું તે જણાવતા.
UPL નું વાતાવરણ, સાથે મળીને કામ કરવાનું હતું. એક દિવસ ફર્નેશમાંથી ગેસ નીકળતો હતો. સાંદ્ધરા શ્રોફ મહિલા હોવા છતાં પ્લાન્ટમાં ત્યાં જઈને કામદારને સૂચનો કરી રહ્યા હતા. સૌ સાથે મળીને કાર્ય કરવાનું વાતાવરણ હતું. રજ્જુ શ્રોફ હંમેશા કહેતા આપણે સમાજ માટે કમાઈએ છીએ. આ વાત હંમેશા નજર સમક્ષ રાખવી.
ડી. આનંદપુરાએ સરકારી અધિકારી તરીકે કાર્ય કર્યું હોવાથી તેમને સારી રીતે ખબર હતી કે સરકારી કચેરીમાં કઈ રીતે કામ લેવું. અમે તેમની સાથે ગાંધીનગર જતા. તેઓ ઉંમરલાયક હોવા છતાં ચોથે માળે આવેલી ઓફિસ માટે સડસડાટ પગથિયા ચડી જતા. અમે તેમની પાછળ પાછળ ચાલતા. ત્યાંથી તેઓ બીજી બિલ્ડિંગના ત્રીજા માળે અને ત્રીજી ઓફિસના બીજા માળે સડસડાટ ચડી જતા. સરકારી કર્મચારી ના મળે કે પછી બીજા દિવસે મળવા માટે જણાવે તો સમયસર પહોંચી જતા. તેઓ નિર્ધારિત કામને પૂર્ણ કરીને છોડતા. તેમનામાંથી અમને ઘણું શીખવા મળ્યું.
ETL પ્લાન્ટની વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોઈપણ પ્લાન્ટમાં અપ ડાઉન આવે જ છે. અમે 15 વર્ષથી શીખી રહ્યા છીએ. ગમે તે પ્રકારનું એફ્લુઅન્ટ આવે પહેલેથી જણાવી દો. જેમાં બેક્ટેરિયાનો રોલ બહુ અગત્યનો હોય છે. આજે પણ અમે IIT કાનપુર અને મુંબઈની સલાહ લઇ રહ્યા છીએ. BEIL માટે IIT મુંબઈ ની સલાહ લઇ રહ્યા છીએ.
UPL માં બેચ પ્રોસેસ હતી. IIT કોઇમ્બતુર ચાન્સલર એ. બી. જોષી લૅબોરેટરીમાં બેચ લેવડાવતાં, મગજની કસરત (બ્રેન સ્ટ્રોમિંગ) કરાવતા. એવું કેમ થયું તે વિષે હંમેશા વિચારો. આવું કેમ નથી કરતા? આવું કરો તેમ કહી સૂચનો કરતા. બીજાઅઠવાડીએ ફરી પાછા આવીને પૂછતા? શું થયું ? આવું કેમ થયું? પ્લાન્ટમાં તેનું પુનરાવર્તન કરાવતા. પરિણામ સ્વરૂપ ઉત્પાદન બમણું થઇ ગયું, યીલ્ડ વધી ગઈ. એફ્લુઅન્ટ ન્યુનતમ થઇ ગયું. આપનું એફ્લુઅન્ટ આટલું આવે છે કેમ? મટીરીયલ બેલેન્સ કરો? પાણી કેમ નાખો છો. Effulent ના જે પ્રશ્નો છે તેને ઉકેલો અને એફ્લુઅન્ટ ઓછું કરો. તમારો વેસ્ટ ઓછો થશે તે રૂપિયા જ છે. ક્વોલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ક્વોલિટી બહુ જરૂરી છે. આ સફળતાએ મને પ્રભાવિત કર્યો.
લોકો એવું સમજે છે કે BEIL માં ઉંમરલાયક લોકો છે. પરંતુ આવું નથી. અત્યારે કર્મચારીઓની સરેરાશ ઉંમર ૩૦ વર્ષની છે.
તમે એક પ્લાન્ટમાં ત્રણ જગ્યાએથી એફ્લુઅન્ટ આવે છે. આવા તમારી પાસે દશ પ્લાન્ટ હોઈ શકે છે. બધા પ્લાન્ટનું એફ્લુઅન્ટ મિક્સ ના કરો. તેનું અલગ અલગ રાખી તેનો અભ્યાસ કરી તેને ઉકેલો. તેને ન્યુનતમ કરવામાં ઘણી રાહત રહેશે.
તમે કદી બેક્ટેરિયા જોયા છે. બેક્ટેરિયા આપણા દોસ્ત છે. તે તમારો પ્રશ્ન ઉકેલશે. જો તમે તેને પરેશાન કરશો તો તેઓ તમને ૧૦ ગણા વધારે પરેશાન કરશે. ETL માં 5 વર્ષની મહેનત પછી 60 જેટલા અલગ અલગ બાયોમાસ તૈયાર કરવામાં સફળતા મળી છે. અલગ અલગ કંપનીના અલગ અલગ એફ્લુઅન્ટ માટે અલગ અલગ બાયોમાસનો ઉપયોગ કરવો જોઈએ. બધા માટે એકસરખું બાયોમાસ ના ચાલે. અત્યારે મેબ્રેન, ઓક્સિડેશન જેવી ઘણી નવી ટેક્નોલોજી માર્કેટમાં આવી ગઈ છે. પરંતુ તે ખૂબ મોંઘી છે.
ભારત ઉપર સૂર્ય ભગવાનની કૃપા છે. અમેરિકા, બ્રિટન જેવા ઠંડા પ્રદેશોમાં ૬ મહિના સૂર્ય પ્રકાશ હોય છ મહિના સૂર્ય પ્રકાશ ન હોય. એફ્લુઅન્ટ પ્લાન્ટમાં સોલર અનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં સોલાર પેનલો લગાવવી જોઈએ. જેથી પાવર કોસ્ટ ઓછી કરવામાં અનુકૂળતા રહે છે. હીટ રિકવરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈ- વેસ્ટમાંથી સિલ્વર, પ્લેનેટિયમ જેવી કિંમતી ધાતુઓને અલગ તારવી તેનો રિયુઝ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આપણે બધા કાચના ઘરમાં રહીએ છીએ. તેથી કોઈએ વહેમમાં ના રહેવું જોઈએ. BEIL માં વર્ષ 2008 માં આગ લાગી હતી. ત્યારે પરિસ્થિતી ખુબજ નાજુક થઇ ગઈ હતી. આવી સ્થિતિમાં તમે એકલા છો તેવો અહેસાસ થાય છે. તમારા સાચા મિત્રો કોણ છે અને તમારા હિતેચ્છુ કોણ છે તે તમને સમજાય છે.
તેમણે નેટ કાર્બન ઝીરો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.સ્માર્ટ ફોનમાં લોકો તેઓ દિવસના કેટલા પગલા( સ્ટેપ) ચાલ્યા. તેની માહિતી રાખે છે. દિવસના ૧૦૦૦૦ પગલા ચાલી નાખીને સંતોષ લે છે. પરંતુ કેટલો CO2 ઉત્પન્ન કર્યો તેની ગણતરી રાખવી જોઈએ. આપણે એ બાબતમાં ઘણુબધુ કરી શકીએ.
CO2 કેટલો ઉત્પન્ન કર્યો તે માટેનું પણ એપ બનાવવી જોઈએ. આપણે ક્લીન એનર્જી માટે બાયોમાસ નો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાન્સપોર્ટમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિક વિહિકલનો ઉપયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ.
સુરતને ઇકોનોમિક ઝોન જાહેર કર્યો છે. જેમાં ડાયમંડ, ટેકસટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવે છે. આપણો વિસ્તાર પણ તે ઇકોનોમિક ઝોનમાં આવે છે. દહેજPCPIR પણ તેમાં આવે છે. આ દિશામાં વિક્રમ શ્રોફે ઘણું બધું કાર્ય કર્યું છે.
આપણી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની ૬ ઠા નંબરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. કુલ નિકાસમાં આપણો હિસ્સો ફક્ત ૩.૫ ટકા જેટલો જ છે. તાઇવાન, કોરિયા જેવા નાના દેશો પણ આપણા કરતા વધારે નિકાસ કરે છે. આપણે છેલ્લા ૧૫ વર્ષમાં ૪ થી ૫ ઘણું વધારે નિકાસ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ.
ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે. ભારત સરકાર ઓરિસ્સા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અનેક જગ્યાએ PCPIR સ્થાપ્યા છે.
નીતિ આયોગ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોબ્લેમ રિસર્ચ ને મહત્વ આપવા પર ભાર મૂકે છે. આપણી છાપ કોપી માસ્ટર તરીકેની છે. આપણે કુલ ઉત્પાદનના ફક્ત 0.7 ટકા જ સંશોધન (રીસર્ચ) પાછળ રોકાણ કરીએ છીએ. જ્યારે વિશ્વની એવરેજ ૨ થી ૩ ટકાની છે. જેનાથી આપણે ૪ ઘણા ઓછા છીએ. સરકાર ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ પાછળ વધારેમાં વધારે રોકાણ કરે તેવા પ્રયાસો કરી રહી છે. આપણે ચીનની પ્રોડક્ટ સાથે હરીફાઈ નથી કરી શકતા.
ડો. ઘરડા અને રજ્જુ શ્રોફે ગેરેજમાં બહુ જ ઓછા સંસાધનોમાં પ્રોડક્ટ ડેવલપ કરો હતી. ટીમ મેનેજ કરીને તેને વૈશ્વિક કંપનીમાં ફેરવી બતાવી છે.