ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં તેમના ભાષણમાં પ્રથમ વખત ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’નો વિચાર રજૂ કર્યો હતો. યુનાઈટેડ સ્ટેટ દ્વારા ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ(GSYB)ની સ્થાપના 21 જૂન, 2019માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ યોગને આજની જીવનશૈલીનો એક ભાગ બનાવવાનો છે. ખૂબ જ ઓછા સમયગાળામાં, GSYBએ ગુજરાતભરમાં યોગના પ્રચારમાં અગ્રેસર રહી, તેના અગણિત લાભ સૌના સુધી પહોંચાડ્યા છે. 1,50,000થી વધુ યોગ પ્રશિક્ષકોને ખંતપૂર્વક પ્રશિક્ષણ અને યોગ શિક્ષણને અભ્યાસનો ભાગ બનાવી GSYBએ સમગ્ર રાજ્યમાં યોગનો મજબૂત પાયો તૈયાર કરી ગુજરાતને યોગ સંસ્કૃતિનું વાઇબ્રન્ટ હબ બનાવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેની દીર્ધદૃષ્ટિ અને અનોખા દૃષ્ટિકોણે યોગની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત યોગને સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરનારા એક શક્તિશાળી માધ્યમ તરીકે સ્થાપિત કર્યું છે.

આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ઋષિમુનિઓએ આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે અનેક સંશોધનો કરીને યોગની પદ્ધતિ તૈયાર કરી છે. પરંતુ વચ્ચેના સમયમાં તે લોકવિમુખ થઈ ગઈ હતી. તેમજ તે ખુબજ અટપટી, અઘરી અને રહસ્યમય હોવાની ભ્રાંતિમાં અટવાઈ ગઈ હતી. પરંતુ બાબા રામદેવ દ્વારા તેને સરળ ભાષામાં સરળ રીતે પ્રસ્તુત કરીને લોકોને તે પ્રત્યે આકર્ષિત કર્યા. શ્રી શ્રી રવિ દ્વારા પણ તેનો વ્યવસ્થિત પરાશર અને દ્વારા જાગૃતિ લાવવાનું કાર્ય થયું.
યોગ એટલે શરીરના વિવિધ અંગમરોડ દ્વારા કરવામાં આવતા આસનો તેવી લોકોની ભ્રાંતિ પણ તૂટી છે. યોગમાં યમ, નિયમ, આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આમ આઠ પગથિયા છે. શરીર અને મન બંનેને સ્વસ્થ્ય રાખવાની કલા છે. યોગપૂર્ણ વિજ્ઞાન છે. યોગ, હજારો વર્ષોથી ચાલી આવતી એક પ્રાચીનતમ પદ્ધતિ છે. જેની શરૂઆત ભારતમાં થઈ પરંતુ આજે વિશ્વભરમાં પ્રસરી રહ્યું છે. યોગ, દરેક વયના લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ માટેની એક લોકપ્રિય પદ્ધતિ તરીકે સ્વીકારાયું છે. યોગ મુખ્યત્વે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેનો એક અસરકારક અભિગમ છે, જેમાં અનેક શારીરિક મુદ્રાઓનો સમાવેશ થાય છે, જેને આસન કહેવાય છે, તેમાં આવતી શ્વસન ક્રિયાઓ અને ધ્યાન, યોગ કરનારને એક સંતુલિત અને સ્વસ્થ જીવનની અનુભૂતિ આપે છે.
અંકલેશ્વર નોટીફાઇડ રહેણાંક વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારમાં તે ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તેને તેની લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અને દેખરેખ નીચે અત્યારે અનેક જગ્યાએ યોગના નિઃશુલ્ક વર્ગો ચાલી રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવે છે. તેમના દ્વારા ક્લાસ ચલાવવામાં આવે છે. નિર્ધારિત કરેલ યોગ પ્રણાલી મુજબ જ યોગ ક્લાસ ચલાવવામાં આવે છે. જેથી સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાઈ રહે છે. યોગના અભિયાનને ઊંડાણના ગામડાઓ સુધી પહોંચાડવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા યોગ અભ્યાસક્રમો દ્વારા યોગની ઊંડાણ પૂર્વકની સમજ સાથે યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિવિધ યોગ અભ્યાસક્રમ પ્રાચીન યોગના તત્ત્વજ્ઞાન પર આધારિત હોવાની સાથે આધુનિક વિજ્ઞાન અને સંશોધન પર પણ આધારિત છે. આ અભ્યાસક્રમના અંતે સહભાગીઓ પ્રમાણિત યોગ ટ્રેનર્સ બને છે. તેમને યોગ વર્ગ ચલાવવાની મંજૂરી અપાય છે. તેની ઉપર સતત દેખરેખ રખાય છે. સમયાંતરે તેમને અપડેટ પણ કરાય છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે શીશપાલ રાજપૂત છે. તેમની આગેવાનીમાં સંસ્થા તેના ધ્યેય તરફ બહુ ઝડપથી આગળ વધી રહી છે.
લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધતા યોગ વર્ગની સાથે કેટલાક લોકો યોગ ટ્રેનરોને વ્યક્તિગત રીતે પણ બોલાવીને યોગનો લાભ લે છે. જે રોજગારી સર્જનનું બહુ મોટું માધ્યમ બની રહ્યું છે. યોગ ટ્રેનરો બીજા રાજ્યોમાં અને વિદેશમાં પણ યોગ વર્ગ ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે.
એક સમય એવો હતો કે લોકોમાં આવી દ્રઢ માન્યતા ઘર કરી ગઈ હતી કે ડાયાબિટીસ જેવા રોગ એક વખત શરીરમાં આવી ગયા પછી તે જીવન પર્યન્ત શરીર સાથે રહે છે. તેનાથી છુટકારો મેળવી શકતો નથી. પરંતુ નિયમિત જરૂરી યોગાસનો અને પ્રાણાયામ કરવાથી આવા હઠીલા રોગોને પણ જડમૂળથી નાબૂદ કરી શકાય છે. યોગ દ્વારા આ કરી બતાવવામાં આવ્યું છે. લોકો સ્વસ્થ્ય જીવન જીવી શકે છે. આવી સફળતા મેળવવાવાળા અનેક ઉદાહરણો છે.એવું જ બીજા રોગોની બાબતમાં પણ છે. , હાઇપરટેન્શન, માઇગ્રેન, ડિપ્રેશન જેવા અનેક રોગોમાં યોગના નિયમિત અભ્યાસથી લાભ મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ ટ્રેન્ડ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. આ ટ્રેનર્સ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં યોગ શિબિર, કોર્પોરેટ ટ્રેનિંગ, પર્સનલ કોચિંગ, ઓનલાઈન ક્લાસીસ વગેરે દ્વારા સારું આવક મેળવી રહ્યા છે.
૮૦૦થી વધુ યોગ કોચ રાજ્યભરમાં શાસકીય અને ખાનગી સ્તરે નિમણૂક પામી ચુક્યા છે. આ ૮૦૦ યોગ કોચ દ્વારા ગુજરાતભરમાં યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે દ્વારા ૫૦૦૦ યોગ વર્ગો ચલાવવામાં આવે છે, જેમાંથી ૫ લાખથી વધુ લોકોનિ શુલ્ક યોગ કક્ષાનો લાભ લે છે. આ સાથે, ૧૦૦૦થી વધુ યોગ શિબિરો, 'યોગ સંવાદ', 'યોગ સ્નેહ મિલન' અને વિષય આધારિત વિશિષ્ટ કેમ્પો દ્વારા નવા રોજગારના દરવાજા ખૂલ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનુ ધ્યેય છે કે યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવો અને રાજ્યના દરેક નાગરિક સુધી તેની અસરકારક પહોંચ સુનિશ્ચિત કરવી, રોજગારની તકો, આવકના સ્ત્રોત અને સ્વાસ્થ્યના લાભ -આ ત્રણેય ક્ષેત્રોમાં યોગ બોર્ડે જે મજબુત પાયા ઊભો કર્યો છે, તે ગુજરાતને સ્વસ્થ, સમૃદ્ધ અને આત્મનિર્ભર રાજ્ય બનવા માટે મજબૂત દિશા આપે છે.