Home / News / News-1212

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઇ રહેલ બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનીકામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું


Views: 930
  • Aug 04, 2025
  • Updated 11:55:47am IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઇ રહેલ  બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનીકામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
ભરૂચ – સોમવાર - મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ૮૧૫ હેક્ટર(૨૦૧૫ એકર) વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર GIDC દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ  બલ્ક ડ્રગ પાર્કની મૂલાકાત લીધી હતી. તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં ૨૦૧૫ એકર વિસ્તારમાં ૩૯૦૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઇ રહેલ  બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનીકામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
 
બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય માર્ગ-રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, ઇન્ટરનલ રોડ તથા પ્રી-કાસ્ટ વરસાદી પાણીની ગટર, ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂપિયા  ૫૫૦ કરોડના ખર્ચ થઈ રહ્યા છે.
આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજેરૂપિયા  ૩૯૨૦ કરોડના ખર્ચે આકાર પામશે અને સંભવતઃ માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જશે
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity