આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા વરાયેલ પ્રમુખ અને સેક્રેટરીનો પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો. વિકાસ પેનલે સત્તાના સૂત્રો સંભળાતા નવા વરાયેલ પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલે ભારતીય સંસ્કૃતિ અનુસાર પૂજાવિધિ સાથે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ હિંમતભાઇ શેલાડિયા અને પૂર્વ સેક્રેટરી હરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે ઓફિસ બેરરના સભ્યો, મેનેજીંગ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ વિમલ જેઠવાએ તેમની ટીમ પર વિશ્વાસ મુકવા બદલ સૌ ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. 48 વર્ષથી એસ્ટેટ કાર્યરત છે અને પર્યાવરણના અનેક જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, હજુ પણ જે પ્રશ્નો છે તેનો રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રજુઆત કરીને ઉકેલવા પ્રયાસ કરશે. અંકલેશ્વર એસ્ટેટને મોડેલ એસ્ટેટ બનાવવા પ્રયાસ કરાશે. તેમ જણાવ્યું હતું.