Home / News / News-1210

સિલોક્સ ઇન્ડિયા દ્વારા પાદરાતાલુકાની 250 આંગણવાડી બહેનો માટે સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું


Views: 781
  • Jul 26, 2025
  • Updated 06:59:13am IST
સિલોક્સ ઇન્ડિયા દ્વારા પાદરાતાલુકાની 250 આંગણવાડી બહેનો માટે સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
     સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે આરોગ્ય, સલામતી જાગૃતિ અને સમુદાય કલ્યાણ માટે વિશિષ્ટ સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન પાદરા તાલુકા પંચાયત હોલ ખાતે  તારીખ 23 મી જુલાઈએ કરવામાં આવ્યું હતું. 
પાદરા તાલુકાની 261 આંગણવાડીઓમાંથી અંદાજે 250 આંગણવાડી બહેનો અને સુપરવાઈઝર બહેઓએ તાલીમમાં ભાગ લીધો હતો તેનો લાભ લીધો હતો.સિલોક્સ ઇન્ડિયા દ્વારા પાદરાતાલુકાની 250 આંગણવાડી બહેનો માટે સલામતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું
     આ તાલીમમાં અચાનક આગ લાગે તો શું કરવું, સેફટી અને આગ બુજાવવાના સાધનો તો હોય પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું જ્ઞાન ન હોવાને લઈને તે નાકમાં સાબિત થાય છે અને ભારે નુકશાનનો સામનો કરવો પડે છે. આથી હયાત સેફટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે તાલીમનો મુખ્ય ઉદ્દેશ હતો. આ બાબતની જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ હતો.
     આ ઉપરાંત નાનામોટા અકસ્માતમાં પ્રથિક સારવાર બહુ અગત્યની સાબિત થાય છે. આથી ક્યારે કેવી પ્રાથમિક સારવાર અપાવી તેના વિષે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્ડિયોપલ્મોનરીરિસસિટેશન (CPR) વિષે પણ માહિતી આપવામાં આવી હતી.
     આ ઉપરાંત ખોરાક બનાવતી વખતે (રાંધતી) વખતે સ્વચ્છતા જાળવવી અને સલામત પદ્ધતિઓ અપનાવવી તે વિષે માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ SILOX  India ના EHS વિભાગના ચેતન જોશી અને  કમલેશરાય તેમજ શશી કેટરિંગ સર્વિસના હેત્વી શાહ દ્વારા આપવામાં આવી હતી.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity