Home / News / News-1202

ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ


Views: 1001
  • Jun 25, 2025
  • Updated 02:02:26pm IST
ઝઘડીયા  ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ
તારીખ 19 મી જૂને ઝઘડીયા  ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઓફીસ  બિલ્ડીંગના સભાખંડમાં વર્ષ 2024-25 ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ. જેમાં સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. નવી ઓફિસ બેરરની જાહેરાત કરવામાં આવી હતી.
જેઆઈએ પ્રમુખ અશોક પંજવાણીએપોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ઝઘડીયા એસ્ટેટમાં પાણીની ક્ષમતા વધારવા નવા પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ. અત્યારે પાઈપલાઈનની ક્ષમતા 77 KLD ની છે. પરંતુ પાઈપલાઈન જૂની થઇ ગઈ હોવાથી પૂરતા પ્રેશરથી પાણી લઇ શકાતું નથી. તેથી ક્ષમતા 60 KLD થઇ ગઈ છે.જેથી તેની હાલની 60MLD ની ક્ષમતા વધારીને 120MLD  કરવાનું આયોજન છે. જેથી હાલ કાર્યરત  કંપનીઓના વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ માટે પાણીની તકલીફ ના રહે. આ માટે 300 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પ્રોજેક્ટ માટેનું કામ જેટલું જલદી પ્રારંભ થાય તેટલું ફાયદામાં રહેશે. કારણકે પ્રોજેક્ટની કિંમત સતત વધતી જશે. સરકાર પાસેથી સબસિડીનો બહુ લાભ મળી શકે તેમ નથી. તેમને ઉદ્યોગકારોને આ પ્રોજેક્ટને માન્ય કરી  સહકાર આપવા અપીલ કરી હતી. એવી  પણ માહિતી અપાઈ હતી કે રૂઢ ખાતેના પમ્પીંગ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઝઘડીયા  ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ
અત્યારે એસ્ટેટમાં એક નવી હોસ્પીટલ બનાવવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. જીઆઇડીસી તરફથી પ્લોટ ફાળવાણીથઇ ગઈ છે. હોસ્પિટલ બનાવવાનોખર્ચ 25 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. આ માટે કંપનીઓને સહકાર આપવાની અપીલ કરી હતી. જયારે  અકસ્માત સર્જાય છે ત્યારે નજીકમાં અને જલદી સારવાર મળી રહે તે ખુબ જ આવશ્યક છે. કેટલીક કંપનીઓ સહકાર માટે આગળ આવી છે. હજુ બીજી કંપનીઓ આગળ આવે તે માટે અપીલ કરી હતી. આ હોસ્પિટલથી આસપાસના ગામલોકોની સાથે કંપનીઓને પણ ફાયદો થશે.
આ ઉપરાંત ડીઝાસ્ટર પ્રીવેન્શન મૅનેજમેન્ટ સેન્ટર માટે જેઆઈએ બિલ્ડિંગની પાસે જ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. તે પ્રોજેક્ટ માટે ખુબ મહેનત કરવામાં આવી છે. પ્રોજેક્ટ મંજૂર થઇ ગયો છે અને ટૂંક સમયમાં 48 કરોડ જેટલી સબસીડી પાસ થઇ જશે.તેનું કાર્ય શરુ થઇ જશે. તેમાં આધુનિક સુવિધાઓ હશે. 
નર્મદા ક્લીન ટેક વિષે માહિતી અપાતા જણાવ્યું હતું કે તેનાથી ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો છે. ખાસ કરીનેઆપણે  TDS  ની લિમિટ નથી. જે અંક્લેશ્વરને 10,000 TDS, વાપીને 3000 TDS ની આસપાસ લિમિટ છે. ઉદ્યોગોને આનાથી બહુ મોટો ફાયદો છે. તેમણે  ઉદ્યોગોને પર્યાવરણની બાબતમાં સંયમથી વર્તવાની સલાહ આપી હતી. દેશમાં ઓવરહેડ પાઈપલાઈન નાખનારું પ્રથમ એસ્ટેટ છે હવે બીજા એસ્ટેટ તેને અનુસરી રહ્યા છે.
ઝગડીયા એસ્ટેટની બાજુમાં જીઆઇડીસી રહેણાંકવિસ્તાર વિકસાવી કોલોની બનાવવાનું આયોજન કરે છે. તે માટે આપણો અભિપ્રાય માંગ્યો છે. મારી દ્રષ્ટિએ આપણી  હા છે. અંકલેશ્વરની 1977 ની સ્થિતી  કરતા અત્યારની આપણી સ્થિતી ખુબ જ સારી છે. કોલોનીથી કામદારો અને કર્મચારી વર્ગને ફાયદો થશે. ધીરે ધીરે બધું ઇન્ફ્રાસ્ટ્રચર વિકસશે.
નર્મદા ક્લીન ટેકના સીઈઓ ઉમેશ  ચૌહાણે જણાવ્યું હતું કે નર્મદા ક્લીન ટેક પ્રોજેક્ટ પૂર્ણ રીતે કાર્યરત થઇ ગયો છે. આ ઉપરાંત કંટીયાજાળ જતી પાઈપલાઈન જે જૂની થઇ જતા લીકેજના પ્રશ્નો આવતા હતા તે 15 કિલોમીટરનવી મેટાલીક પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ છે. તેનું  65 ટકા કાર્ય પૂર્ણ થઇ ગયું છે અને બાકીનું કામ ચોમાસા પછી પૂર્ણ કરી દેવાશે. એસ્ટેટમાં છેલ્લા દોઢ બે વર્ષથી લીકેજના પ્રશ્નો નિવારી શકાયા છે.
અગાઉના વર્ષે રોડની સ્થિતી  જે ખુબજ ખરાબ હતી તે રજૂઆતો કરીને રોડના કામ કરાવ્યા છે અને અત્યારે એસ્ટેટના મુખ્ય રસ્તાઓ અને ઇન્ટરનલ રસ્તાઓ નવા બની ગયા છે.
તેમણે 1995ના એસ્ટેટ અને આજના એસ્ટેટની સરખામણી કરતા જણાવ્યું હતું કે તે સમયે આવવા જવા માટે રસ્તા ન હતા. યુપીએલ અને બીજી બે કંપની પ્લાન્ટ નાખી રહી હતી. પાણી પણ ન હતું. બોરવેલના પાણીનો ઉપયોગ કરવો પડતો હતો. ઇલેકટ્રીસિટી પણ પૂરતી ન હતી. મુશ્કેલીઓનો પાર ન હતો. આજે  બધું ઇન્ફ્રાસ્ટ્રચર બની ગયું છે. કેટલાક ઇન્ડસ્ટ્રીઝને રંઝાડના  પણ પ્રશ્નો હતા. તેનું પણ નિરાકરણ લાવવા પ્રયાસ કરાયા છે. એસ્ટેટમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. નાયબ પોલીસ અધીક્ષકની કચેરી પણ કાર્યરત થઇ છે.
સીએસઆર કમિટીના ચેરમેન નરેન્દ્ર ભટ્ટે એસોસીએસન દ્વારા થતી કોર્પોરેટસોસીઅલ રેસ્પોન્સિબિલિટીની માહિતી આપી હતી. તેમને મોબાઈલ એજ્યુકેશન વાન  અને મોબાઈલ મેડિકલ વાન  વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે કંપનીઓ દ્વારા થતી કોર્પોરેટ સોસીઅલ રેસ્પોન્સિબિલિટીની માહિતી એસોશિએશનને  આપવા જણાવ્યું હતું જેથી કામનું ડુપ્લીકેશન  ટાળી  શકાય. તેમણે  માહિતી આપી હતી કે એસ્ટેટમાં ટ્રાન્સપોર્ટની સુવિધા માટે વાહનવ્યવહાર વિભાગ સાથે વાત થઇ છે તેઓએ બે બસની મંજૂરી આપી છે. સમય અને રૂટ આપણે નક્કી કરીને તેમને જણાવવાનો છે.
સેક્રેટરી સુનિલ શારદાએ DPMC ના  નવા પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. જયારે બી.એમ . પટેલે પાણીના નવા પ્રોજેક્ટ વિષે માહિતી આપી હતી. રાજેશ નાહટાએ વર્ષના હિસાબકિતાબ રજુ કર્યા હતા.
ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝએસોસીએશન નવી ઓફીસ બેરરમાં પ્રમુખ તરીકે અશોક પંજવાણી, ઉપપ્રમુખ રાજેશ નાહટા , સેક્રેટરી સુનિલ શારદા, ટ્રેઝરર બી.એમ. પટેલ તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે એચ.બી.પટેલની પસંદગી કરવામાં આવી છે. નવી કમિટીમાં આરતી ઈન્ડસ્ટીઝ પૂરણસિંહ બિસ્ત, કોહલરનાવિપીનકુમાર, મેટ્રોસામના મનોજ મિશ્રા, ગ્રીન લીફપીગ્મેન્ટના હર્ષવસોયા તેમજ હીર કેમીકલના ચિરાગ પટેલ તેમજ કો. ઓપ્ટ. મેમ્બર તરીકે નરેન્દ્ર ભટ્ટ છે.
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity