અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વર્ષ 2025-26 ના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી તારીખ 20 જૂનના રોજ યોજાઈ ગઈ. જેમાં વિકાસ પેનલના 8 સભ્યો જયારે સહયોગ પેનલના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ.
કુલ 29 સભ્યોમાંથી વિકાસ પેનલના 15 સભ્યો અને સહયોગ પેનલના 14 સભ્યો થવાથી સત્તાના સૂત્રો વિકાસ પેનલના હાથમાં આવ્યા છે. એટલેકે પરિવર્તન આવ્યું છે.
ચૂંટાયેલા સભ્યોમાં કોર્પોરેટ કેટેગરીમાં વિકાસ પેનલના પી.આર . રાવ, રિઝર્વ કેટેગરીમાં વિકાસ પેનલના યોગેશ પટેલ, જનરલ કેટેગરીના વિકાસ પેનલના 1) નિલેશ પટેલ 2) ભૂપેન્દ્ર પટેલ 3) કમલેશ ગઢીયા 4) અતુલ પટેલ 5) નરેન્દ્ર જીંજાલા 6) વિમલ પટેલ તેમજ સહયોગ પેનલના 1) અશોક ચોવટીયા 2) હરેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે.

આ વખતની ચૂંટણીમાં 1057 મતદાતાઓએ મતદાન કર્યું હતું. તેમાંથી 118 માટે અમાન્ય થયા હતા. દર વર્ષે અમાન્ય થતા માટેના પ્રમાણમાં ખુબ વધારે છે. જે આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. ખુબ લાંબા સમય પછી એકસાથે 10 વોટ આપવાનું સૌભાગ્ય આવ્યું.
એસ્ટેટમાં બંને પેનલો દ્વારા ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ચૂંટણી પતી ગઈ હોવાથી તેને બંને પેનલો જલદી ઉતારી લે તે આવકાર્ય છે.