Home / News / News-1199

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની વર્ષ ર૦રપ-ર૬ના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ૧૦ જગ્યા માટે વર્ષો પછી બંને પક્ષ પૂર્ણ પેનલ બનાવી ચૂંટણી લડશે


Views: 1115
  • Jun 10, 2025
  • Updated 02:00:24pm IST
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની વર્ષ ર૦રપ-ર૬ના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ૧૦ જગ્યા માટે વર્ષો પછી બંને પક્ષ  પૂર્ણ પેનલ બનાવી ચૂંટણી લડશે
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની ચૂંટણી 20 મી જૂને યોજાવાની છે. તે દિવસે જ રાત્રે પરિણામ પણ આવી જશે. આ વખતે ખુબ લાંબા સમય પછી બંને પેનલોના પૂર્ણ ઉમેદવારો સામસામે છે. જે સૂચવે છે કે મુકાબલો કેટલો રસપ્રદ બનનાર છે.
કુલ 10 સભ્યો માટે ચૂંટણી થનાર છે. જેમાં જનરલ કેટેગરીના 8 સભ્યો અને રિઝર્વ કેટેગરીના 1 સભ્ય તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી થનાર છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની વર્ષ ર૦રપ-ર૬ના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ૧૦ જગ્યા માટે વર્ષો પછી બંને પક્ષ  પૂર્ણ પેનલ બનાવી ચૂંટણી લડશે
દર વર્ષે યોજાતી આ ચૂંટણીમાં ચૂંટાયેલ સભ્યની મુદત ત્રણ વર્ષની હોય છે. મેનેજીંગ કમિટીમાં કુલ 30 સભ્યો છે. તેમાંથી દર વર્ષે 10 સભ્યોની મુદત પૂર્ણ થાય છે અને તેમના સ્થાને 10 નવા સભ્યો માટે ચૂંટણી થાય છે. 30 સભ્યોમાંથી 24 સભ્યો જનરલ કેટેગરીના છે. 3 સભ્યો રિઝર્વ કેટેગરીના છે અને 3 સભ્યો કોર્પોરેટ કેટેગરીના હોય છે.
જે 20 સભ્યો અગાઉના બે વર્ષમાં ચૂંટાયા તેમાં 13 સભ્યો સહયોગ પેનલના અને 7 સભ્યો વિકાસ પેનલના છે. નવા 10 સભ્યો ઉમેરાવાના છે તે ક્યાં પેનલના ચૂંટાય તે જોવું રહ્યું.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity