Search
5 જૂન વિશ્વ્ પર્યાવરણ દિવસ નિમિત્તે ઈન્ડસ્ટ્રીઝમાં વિવિધ સ્થાનો પર વૃક્ષારોપણ કરીને ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાઓના સમન્વયથી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર અને જાણવાની થનાર છે. દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપની કંપની) અને જીઆઇડીસી ઓફિસ ભરૂચ થયેલા એમઓયુ મુજબ, કુલ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં 18,000 વૃક્ષો રોપવાની યોજના છે. આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કા તરીકે 3,000 વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જીઆઇડીસી દ્વારા જમીન ઉપલબ્ધ કરાવાઈ છે. જયારે દીપક ગ્રુપ કંપનીના આશરે ૨૦૦૦ કર્મચારી ઓ દ્વારા આ દીપક વન ગ્રીન બેલ્ટ મા પોતાનો શ્રમ આપશે.