ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2025-26 થી વર્ષ 2027-28 ત્રણ વર્ષ માટે મૅનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં મોટી કંપનીના 8 સભ્યો માટેની ચૂંટણી બિનહરીફ રહી હતી. જયારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની 2 સભ્યોની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં છ સભ્યો ઉભા રહ્યા હતા. જેમાંથી 2 સભ્યો વિજેતા બન્યા હતા.
ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 10 સભ્યો માટેની મેનેજીંગ કમિટીમાં મોટી કંપનીના 8 સભ્યો બિનહરીફ થયા હતા. જયારે નાની કંપનીના 2 સભ્યો માટે 6 ઉમેદવાર ઉભા હતા. તેમાંથી ગ્રીન લીફ પિગ્મેન્ટ ના હર્ષ વસોયા તેમજ હીર કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ચિરાગ પટેલ વિજેતા બન્યા હતા.
મોટી કંપનીમાંથી અશોક પંજવાની (સુપરફોર્મ ), સુનિલ શારદા (એસ્કે આયોડીન ), આર .કે. નાહટા(કે.એલ .જે. ઓર્ગેનિક્સ ), બી. એમ . પટેલ (ડીસીએમ શ્રીરામ ), એચ.બી. પટેલ (વર્ધમાન એક્રેલિક્સ), પૂરણસિંઘ બિશ્ત (આરતી ઇન્ડસ્ટ્રીઝ), વિપિન કુમાર (કોહલર ઇન્ડિયા), મનોજ મિશ્રા (મેટ્રોપોલિટન એક્ઝીમકેમ ) બિનહરિફ ચૂંટાયા હતા.
અશોક પંજવાણી છેલ્લા 25 વર્ષથી સતત પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની આગેવાની હેઠળ એસ્ટેટ ઉદ્યોગો માટે જરૂરી વિવિધ ઇન્ફ્રાસ્ટ્રચરથી સજ્જ છે અને સતત પ્રગતિના પંથે છે.
જેઆઈએ ની નવી કમિટી 16 મી મેં યોજાનાર વાર્ષિક સામાન્ય સભા પછી કાર્યભાળ સંભળાશે.