Home / News / News-1114

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે કંસાઈ નેરોલેક કંપનીએ તૈયાર કરેલ બગીચાનું લોકાર્પણ


Views: 48
  • Apr 03, 2024
  • Updated 10:35:35am IST
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના  કોલવણા ગામે કંસાઈ નેરોલેક કંપનીએ તૈયાર કરેલ બગીચાનું લોકાર્પણ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના  કોલવણા ગામે કંસાઈ સાયખા એસ્ટેટમાં આવેલ નેરોલેક કંપનીએ લાખોના ખર્ચે બગીચાનું નિર્માણ કર્યું હતુ. કંપની સંચાલકોએ બગીચાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં અને બાળકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
આમોદના કોલવણા ગામે દહેજ PCPIR ના સાયખા  એસ્ટેટમાં આવેલ  કંસાઈ નેરોલેક કંપનીએ સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ સાત લાખ  રૂપિયા ના ખર્ચે ગ્રામજનો માટે બગીચો બનાવી આપ્યો છે. આ  બગીચામાં બેસવા માટે બાંકડા અને રમત ગમત માટેના સાધનો મુકવામાં આવતા બાળકોનો ઉત્સાહ બેવડાય ગયો હતો.
આ બગીચાનું  ઉદ્દઘાટન કંપનીના ઇ.એચ.એસ. મેનેજર નવીન પંતના  હસ્તે કરવામાં આવ્યું હતું. તેમને  રિબીન કાપી બગીચો ગ્રામજનો માટે ખુલ્લો મુક્તા લોકોએ વધામણા કર્યા હતા.આ પ્રસંગે બોલતા નવીન પંતે જણાવ્યુ હતુ કે કંપની લોકોની સુખાકારીમાં વધારો કરવા સતત પ્રયત્નશીલ છે.અને જાહેરહિત ના કામો પર પૂરતું ધ્યાન આપી રહી છે.તેમણે લોકો ને ખુલ્લો મુકેલ બગીચાનું સારી રીતે જતન કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.
લોકાર્પણ કાર્યક્રમ માં બોલતા સરપંચ પત્રકાર ઝફર ગડીમલ એ કંપની નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.અને સાથે  કોલવણા ગામ આદર્શ બને એ માટે કંપની સત્તાધીશો ને ગામને દત્તક લેવા માટે અનુરોધ કર્યો હતો.  ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના  કોલવણા ગામે કંસાઈ નેરોલેક કંપનીએ તૈયાર કરેલ બગીચાનું લોકાર્પણ
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ અગાઉ ના વર્ષમાં વિદ્યાર્થીઓને ધ્યાને લઇ વોકવે બનાવ્યો હતો.જ્યારે ગ્રામજનોને એક પાણી ની ટાંકી બનાવી આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યા હતા.    
લોકાર્પણ કાર્યક્રમ માં કંપની ના સી.એચ.ઓ પરેશભાઈ પટેલ,રીફલ પટેલ,ચિરાગ પટેલ,અનિલ શુકલા, હાર્દિક પટેલ, રઘુવીરસિંહ રણા, તેજસ પંચોલી, ગામ અગ્રણીઓ એડવોકેટ એમ.વાય.પટેલ,તાલુકા સભ્ય ઇસ્માઇલભાઈ, ઇકબાલભાઈ ચિભુ, મહંમદ ગડીમલ, શબ્બીર વટાણીયા, મહંમદ માસ્તર, ડે. સરપંચ નશીમબેન,હસન પટેલ, મુબારક ફાટા, યુનુસભાઈ બુચા, ઇમરાન કારભારી, જાવીદ પટેલ, નદીમ,સુહેલ, હુઝેફા,અબ્દુલ બડા,આસિફ,તોસીફભાઈ,જાબીર, નઇમ,ફકરૂદ્દીન, ઈરશાદ, ફૈસલ ફાટા સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ભૂલકાઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.

નેરોલેક કંપની કોલવણા ગામ ને દત્તક લઇ આદર્શ બનાવે :  સરપંચ ઝફર ગડીમલ
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity