Home / News / News-1097

શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિએટિવ એન્જિનિરીંગ એસ પી એલ -3 નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ


Views: 154
  • Feb 17, 2024
  • Updated 04:56:19am IST
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિએટિવ એન્જિનિરીંગ એસ પી એલ -3 નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ
તારીખ  16 મી ફેબ્રુઆરીએ  ડી.એ. આનંદપુરા  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિએટિવ એન્જિનિરીંગ એસ પી એલ -3 નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
 આ ટૂર્નામેન્ટમાં  આઠ ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની ફાઇનલ 24 મી ફેબ્રુઆરીના રોજ રમાશે. 
ટૂર્નામેન્ટના ઉદઘાટન  પ્રસંગે પ્રમુખ હસમુખ દુધાત, ઉપપ્રમુખ સી.કે. જીયાની, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલ, એ આઈ એ  સેક્રેટરી ડો. વલ્લભ ચાંગાણી, નોટિફાઈડ બોર્ડના પૂર્વ ચેરમેન અશોક ચોવટીયા, ખોડલધામ અંકલેશ્વર કન્વીનર દેવાંગ સાવલિયા, લઘુ ઉદ્યોગ ભારતીના અંકલેશ્વર પ્રમુખ કિશોર કાછડીયા, નિલેશ ગોંડલીયા   ઉપસ્થિત રહ્યા હતા.   શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિએટિવ એન્જિનિરીંગ એસ પી એલ -3 નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ
પ્રમુખ હસમુખ દુધાતે જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટ  રમાડવાનો હેતુ સમાજના યુવાનોમાં ભાઈચારો વધે અને એકબીજાની નિકટ આવે. તેથી સૌ મિત્રભાવે રમે. સ્પોન્સરોનો સહયોગ આપવા બદલ  આભાર માન્યો હતો.
 આભાર વિધિ કરતા સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલે સમાજની આ SPL -3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારી મારી ટીમના યુવાનોએ રાત દિવસ એક કરીને કરી છે.યુવાનોએ સમાજભાવનાથી દરેકને સાથે જોડીને સફળતા તરફ લઈ જવા પ્રયાસ કર્યા છે.સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ટુર્નામેન્ટમાં સમસ્ત સમાજનો ખૂબ સહકાર મળી રહ્યો છે ક્રિકેટ રસીકો રમત જોવા ખૂબ મોટી માત્રામાં આવી રહ્યા છે.આવનાર સમયમાં હવે પારંપરાગત રમતો રમાડવામાં આવશે જેનાથી સમાજના બાળકોથી લઈ વડીલો સુધીનાને ઉમેરવામાં આવશે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity