Home / News / News-1074

એશિયન પેઇન્ટ્સ અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪


Views: 207
  • Jan 25, 2024
  • Updated 08:12:17am IST
એશિયન પેઇન્ટ્સ અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪
     અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના આધ્યસ્થાપક એવા આદરણીયશ્રી ડી.એ. આનદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સંચાલિત ડી.એ. આનદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ૨૮મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરાથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે. એક અખબારની યાદીમાં એ.આઈ.ડી.એસ ટ્રસ્ટના અશોકભાઈ પંજવાણી સેક્રેટરી શ્રી જણાવે છે કે, આ રમોત્સવ આ મેરાથોનનો ઉમદા હેતુ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખુબજ ઉત્સાહ પ્રેરી અને અલગ અલગ રમત ગમતની પ્રવર્તિઓ અને આરોગ્ય સુધરે તેવી પ્રવર્તિઓ કરવાનો છે. આ મેરાથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝગડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જી.આઈ. ડી.સી.ના એસોસિએશનસ, ત્યાં રહેલી વિવિધ કંપનીઓ અને તેમના આધ્યસ્થાપકો તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન, ઝગડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન વગેરેનો ખુબજ સાથ સહકાર સાંપડ્યો છે. યુ.પી.એલ યુનિવર્સિટિ ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સહયોગથી આ મેરાથોનનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ પ્રકારની પ્રવર્તિઓ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મા ખુબજ આગળ વધે અને સાથે સાથે આ પ્રવર્તિઓમાં ઉત્સાહભેર લોકો જોડાય એ માટે અપીલ કરવામાં આવી રહી છે.
     આ મેરાથોનમાં ૨૧.૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટર ની સમયબદ્ધ દોડ, ૫ અને ૩ કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવેલ છે. મેરાથોનના રૂટ ઉપર ૧૦ હાઇડ્રેશન પોઈન્ટ, દોડવીરો ને સહાયરૂપ એવી પ્રોટીન/ગ્લુકોઝ સામગ્રી, વગેરે આપવામાં આવશે.
     મેરાથોનમાં સહભાગી દોડવીરોની સેવામાં સતત ખડે-પગે હાજર એવી ૩૦થી વધુ ફિજીઓથેરાપીસ્ટ તથા ડોકટરોની ટીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. એશિયન પેઇન્ટ્સ અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪
     આ સમગ્ર આયોજનમાં શ્રી દિનેશ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી પરેશ પટેલ, શ્રી દિપક રૂપારેલ, શ્રી અશોક પંજવાણી, શ્રી ભરત પટેલ, શ્રી કૃષ્ણા મહારાઉલજી, શ્રી અર્પણ સુરતી, Shri Narendra Bhatt, Dr.  Jhala અને અનેક શુભેક્ષકોનો ઉમદા સહયોગ સાંપડેલ છે
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity